GJ-18 ખાતે આવેલ ધોળાકુવા ગામ ખાતે ગાયો અને આખલા નો ત્રાસ, ઉનાળાની કાળઝાળ ગરમીથી કંટાળીને ધોળાકુવા ના રહેવાસી રાત્રે ઘરની બહાર ઊંઘતા હોય છે. તે દરમિયાન રાત્રે એક આખલો અને ગાય વચ્ચે ઝપાઝપી થઇ હતી. ત્યારે બહાર સૂતેલા લોકો ઉપર ગાય અને આખલા દ્વારા હુમલો થતાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત અને આજુબાજુમાં પડેલા વાહનોને પણ નુકશાન થયું હતું . અને ધોળાકુવા રોડ પર પણ ગાયોના ત્રાસથી લોકો કંટાળી ગયા છે, અવાર-નવાર ત્યાં અકસ્માતની ઘટના ગાયો અને આખલાઓને લીધે થાય છે. રોડ પર અવર-જવર કરતાં લોકોને ભારે પરેશાની વેઠવી પડે છે.