ગાંધીનગર મહાનગર ભાજપની કારોબારી બેઠક મંગળવારે સ્ટાફ ટ્રેનિંગ કોલેજ સે-૧૭ ખાતે યોજાઈ હતી. જેમાં મહાનગરના પ્રભારી મોહનભાઇ પટેલ, મહાનગરના અધ્યક્ષ ઋચિર ભટ્ટ, ધારાસભ્ય શંભુજી ઠાકોર, મેયર હિતેશ મકવાણા, ડૅ. મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટે.કમિટી ચેરમેન જસવંતભાઈ પટેલ, મહામંત્રી, સંગઠનના હોદ્દેદારો, અગ્રણીઓ, કોર્પોરેટરો, કારોબારી સભ્યો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મોહનલાલ પટેલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભાજપા કાર્યકર્તાઓની પાર્ટી છે, ભાજપાનો નાના માં નાનો કાર્યકર્તા સતત સક્રિય રહી વિવિધ સંગઠનાત્મક કાર્યો થકી વિરામ અને વિશ્રામ સિવાય જનતાની વચ્ચે રહે છે.કરોડો કાર્યકર્તાઓની મહેનતના પરિણામસ્વરૂપ આજે ભાજપા વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે. અધ્યક્ષ ઋચિર ભટ્ટે સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યોને કાર્યકર્તાઓની સાથે હોદ્દાની રુએ નહીં પરંતુ સામાન્ય કાર્યકર્તાની જેમ જ હંમેશા સૌ કાર્યકર્તાઓ સાથે ખભે થી ખભો મીલાવીને રાષ્ટ્રસેવાના ભાવથી સતત કાર્યરત રહેવા આહવાન કર્યું હતું.
આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના મિશન-૧૮૨ અંતર્ગત ગાંધીનગર ઉત્તર અને દક્ષિણ વિધાનસભામાં ભવ્ય વિજયનો નીર્ધાર વ્યકત કર્યો હતો. વિધાનસભાની ચૂંટણીની તૈયારી વચ્ચે ટિકિટ માટેની દોડ લઈને મોટાભાગના નેતાઓ બેઠકમાં જાેવા મળ્યા હતા.