રાજકોટ,
વરરાજાએ લગ્નમાં પહેરવા ઓનલાઇન શૂઝ પસંદ કર્યા હતા જાેકે ડિલિવરી વખતે બોક્સમાંથી બીજા જ બુટ નીકળતા કંપનીને વ્યાજ-ખર્ચ સાથે રકમ ચૂકવવા રાજકોટની ગ્રાહક કોર્ટે હુકમ કર્યો છે. આ કેસની વિગત એવી છે કે, રાજકોટના સ્મીત પી. પાંભરએ પોતાના લગ્ન પ્રસંગ માટે રેપવોક ફેશન ટેકનોલોજી પ્રા.લી. પાસેથી તા.૧૨ /૧૧/૨૦૧૯ ના રોજ બુટ ખરીદવા ઓર્ડર આપ્યો હતો.
જે બાદ કુરીયર દ્વારા મળેલ પાર્સલ બોકસ સ્વીકારી બીલ અમાઉન્ટ મુજબ કેશ ઓન ડીલવરી ચાર્જીસ સહિત રૂ.૫૩૫૯ રોકડેથી ચુકવી આપ્યા હતા. જાેકે બોક્સ ખોલતા જ પસંદ કરેલા શૂઝ નહીં પણ કોઈ અન્ય બુટની જાેડી નીકળી હતી. જેથી તેમણે તાત્કાલીક ઈ – મેઈલ કરી કંપનીને જાણ કરેલી. કંપનીએ ‘ખોટા શુઝ પર પહોંચાડવા બદલ માફી અને અમો તમારી શુઝ પેઈર શુક્રવાર સુધીમાં પહોંચાડી આપીશું’ તેવો રીપ્લાય આપેલો હતો.
ત્યારબાદ ફરીયાદીને એક ગ્રાહક તરીકેનો સંતોષકારક અને વ્યાજબી જવાબ ન મળતા પોતાના એડવોકેટ મારફત લીગલ નોટીસ આપેલી તે બાદ રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (મુખ્ય)માં ફરીયાદ દાખલ કરેલી. જે ફરીયાદમાં ફરીયાદીના એડવોકેટ ધવલ દેવડા ધ્વારા સુપ્રીમ કોર્ટે તેમજ હાઈકોર્ટની ઓથોરીટી, ગ્રાહક સુરક્ષાના જજમેન્ટો ટાંકીને ધારદાર દલીલો
અને રજુઆતો કરેલ અને ગ્રાહક સુરક્ષા એકટ હેઠળ ગંભીર ગુન્હો કરેલ. આયોગે ફરીયાદીનો કેસ પુરવાર માની ફરીયાદીની અરજી ખર્ચ સહીત મંજુર કરી રકમ રૂા.૫,૩૫૯ અરજી દાખલથી વળતર મળતા સુધી ૬ ટકા ના ચડત વ્યાજ અને ખર્ચે રકમ સહીત વળતર રકમ હુકમ તારીખથી બે માસમાં ચુકવવા આદેશ કર્યો હતો. આ કેસમાં ફરીયાદી વતી જાણીતા એડવોકેટ ધવલ એમ. દેવડા રોકાયા હતા.