સાડા ચાર દાયકા બાદ જુના સચિવાલયની કાયાપલટ કરાશે, ૪ અબજના ખર્ચે રી-ડેવલપમેન્ટનો માસ્ટર પ્લાન તૈયાર

Spread the love


જુના સચિવાલયના હાલના દેખાતા ગેરૃઆ રંગના જનવાણી સ્ટાઇલના બ્લોક આવતા દિવસોમાં ઇતિહાસના પાને રહી જવાના છે. ૪૬ વર્ષ બાદ જુના બ્લોક્સને હટાવીને નવા બાંધવાની રૃપિયા ૪ અબજના ખર્ચની યોજના હાથ ધરાવાની છે. જુના સચિવાલયના રી-ડેવલપમેન્ટનો માસ્ટર પ્લાન તૈયાર કરી દેવાયો છે. તેમાં હાલના ૧૯ બ્લોકને માત્ર આઠ બ્લોકમાં સમાવી દેવાશે, જે નવ મજલાના હશે. જેમ નવા બ્લોક બનતા જશે, તેમ તેમ જુનાને હટાવી પણ દેવાશે.જુના સચિવાલયના બ્લોક્સનાં બાંધકામ તેની આયુસ્ય મર્યાદા પુરી થવાના આરે પહોંચી ગયાં છે. ત્યારે આ વિશાળ કેમ્પસમાં સેક્ટર ૧૦માં બાંધવામાં આવેલા કર્મયોગી ભવનની જેમ કાટખૂણ આકારના નવા આઠ બ્લોક એક પછી એક બાંધવાનો ર્નિણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ પૈકીના બે બ્લોકનું બાંધકામ રૃપિયા ૧૦૦ કરોડના ખર્ચે નજીકના સમયમાં જ શરૃ કરવા માટે ઇજનેરી પાંખ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. આખા કેમ્પસનો નવો લે આઉટ પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.
નવા જમાનાને અનુરૃપ અને હાલની જરૃરિયાતોને અનુરૃપ બને તેવી સુવિધાઓ અહીં આપવા માટે નિષ્ણાતોની મદદ લેવામાં આવી રહી છે. દરેક બ્લોકના બાંધકામ પાછળ રૃપિયા ૫૦ લાખ ઉપરાંતનો ખર્ચ થવાનો હોવાથી હાલનાં તબક્કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમગ્ર યોજના પાછળ રૃપિયા ૪૦૦ કરોડના ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો હોવાનું પાટનગર યોજના વિભાગના ઇજનેરી સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com