
ભારતના વડાપ્રધાન તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ પોતે ગુજરાતના વિકાસ માટે હરહંમેશા તત્પર રહ્યા છે બે હાથે નહીં પણ ચાર હાથે ગુજરાત તથા GJ-18 ની મનપા માટે કરોડો નહીં પણ અબજાેની ગ્રાન્ટ મોકલી રહ્યા છે ,અને કોઈ જ વચેટિયાઓની કટકી નહીં, પહેલા એવું કહેવાતું હતું કે દિલ્હી થી સો રૂપિયા મોકલે એટલે ગુજરાત આવતા ૨૦ રૂપિયા બની જાય, ત્યારે હવે દિલ્હીની ૧૦૦ની નોટ પૂરેપૂરી ગુજરાત સરકારને મળે અને ગુજરાત સરકારના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે પુરી ગ્રાન્ટ આપી રહ્યા છે, ત્યારે વિકાસની વાતોના વડા છે ,પણ સાફ – સફાઈ અને ખાસ ઢોર પકડની ઝુંબેશ એક નાટક જેવું છે ,પણ હા્, ભારતના વડાપ્રધાન ,રાષ્ટ્રપતિ ,કેન્દ્રીય ગૃહમંત્રી અથવા કોઈ મોટા નેતા આવવાના હોય તો શહેરના રોડ-રસ્તા, એરપોર્ટ થી લઈને GJ-18 સુધી કલીન થઈ જાય છે ,ક્યાય રોડ ,રસ્તા પર નીલગાય કે ગાયો, ઢોરો પણ દેખાતા નથી ,ત્યારે આવું કેમ ? કારણકે મહાનુભાવો આવવાના હોય એટલે તંત્ર દોડતું થઇ જાય છે, બાકી તંત્રની ધુળ કાઢી નાખે, ત્યારે ભારતના પી.એમ. નરેન્દ્ર મોદી પોતે ૨૮ મે ૨૦૨૨ ના રોજ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે જ્યાં પીએમ જશે, ત્યાં રોડ, રસ્તા પ્રજા ના અનેક પ્રશ્નોનું સોલ્યુશન આવી ગયું હશે, ત્યારે પી.એમ.સાહેબ દરેક પ્રજાનુ ભાવભર્યુ આમંત્રણ છે કે મહિનામાં એકાદ આટો આવી જવો અને ન અવાય તો અમિતભાઈ ને મોકલી દેવા એટલે સાફ-સફાઈ, ટ્રાફિક વ્યવસ્થા, રોડ, રસ્તા પર કલરકામ આ બધું ટના ટન થઈ જાય છે.
રજા ટેક્સ ભરે છે, તેનો લાભ પ્રજાને મળતો નથી, પ્રજાની બુમ તંત્રને સંભળાતી નથી, પણ હા ,રાજકીય મોટા નેતાઓ આવે એટલે સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત બની જાય છે, ત્યારે પી. એમ.,કેન્દ્રીય ગૃહમંત્રી મહિનામાં એકાદ બે આંટો મારી જાય તેવી પ્રજાની લાગણી છે, જેથી તંત્ર દોડતું રહે અને પ્રજાનો જે પ્રશ્ન હોય તેનું સોલ્યુશન પણ ઝડપથી આવી જાય છે.