અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સાબરમતી ડબલ મર્ડરના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને રાજસ્થાનથી  ઝડપ્યો

Spread the love

આરોપી ગોકુલસિંગ ઉર્ફે ગોકુલ

અમદાવાદ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સને ૨૦૦૯ માં સાબરમતી વિસ્તારમાં થયેલ ડબલ મર્ડરના ગુન્હામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાન ધોલપુર ખાતેથી ઝડપી પાડયો છે. બનાવની વિગત એવી છે કે ગઈ તા. ૨૨/૧૧/૨૦૦૯ ના રોજ રાત્રિના સમયે ફરિયાદી રામઅવતાર ગયાપ્રસાદ પ્રજાપતિ પોતાના ચાર સાળાઓ સાથે ઓટોરિક્ષામાં બેસી અમદાવાદ એરપોર્ટથી પોતાના ઘરે જતા હતા તે વખતે ૧૩૨ ફુટ રીંગ રોડ પ્રબોધ રાવળ બ્રિજના છેડા ઉપર આવતાં આરોપીઓએ અલગ-અલગ બે રિક્ષાઓમાં આવી ફરિયાદીની રિક્ષાને આંતરી ફરિયાદી તથા તેઓના સાળાઓ ઉપર જીવલેણ હુમલો કરી પિસ્તોલ વડે ફાયરીંગ કરેલ, તેમજ લોખંડની પાઈપ, હોકી વિગેરે હથિયારોથી માર મારી ગંભીર ઈજાઓ કરી નાસી ગયો હતો. આ બનાવમાં ઈજા પામનાર પૈકી બે સગા ભાઈઓ શ્રીકાંત પ્રજાપતિ ઉ.વ.૧૬ તથા મુકેશ પ્રજાપતિ ઉ.વ.૧૮ નાઓ સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યા હતા. જે બનાવ બાબતે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો. કલમ ૩૦૨,૩૦૭,૩૨૬,૧૪૩,૧૪૭, ૧૪૯, ૧૨૦(બી) તથા આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી) (એ) તથા બી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) મુજબનો ગુનો ગઈ તારીખ ૨૨/૧૧/૨૦૦૯ ના રોજ દાખલ થયો હતો.

આ ગુનાની તપાસ દરમ્યાન કુલ-૧૫ આરોપીઓની સંડોવણી જણાઈ આવી હતી . જે પૈકી પાંચ આરોપીઓ સંતોષ રામબાબુ ઉર્ફે ધોતીવાલા કુશવાહ , સુરજ ઉર્ફે સુખો રામબાબુ ઉર્ફે ધોતીવાલા કુશવાહ , ભુરાસીંગ ઉર્ફે ભુરો નારાયણસીંગ કુશવાહ , બબલુ બચ્ચાસિંગ કુશવાહ , સુંદરસિંગ ઉત્તમસિંગ કુશવાહ પકડાઈ ગયા હતા . જ્યારે બાકીના આરોપીઓ બાબતે તેઓના વતન ધોલપુર રાજસ્થાન ખાતે અવાર-નવાર તપાસ કરવા છતાં આજદિન સુધી નહી પકડાઇ પોલીસ પકડથી દુર રહેવા પામી હતી.

આ ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીઓ છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા હોય, તેમજ આજદિન સુધી પકડાયેલ ન હોય તેઓને પકડી પાડવા સારુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમ વીર સિંહ નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય આર. મંડલીકની સુચના તથા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી.સીસારા અને સ્કર્વાડના પો.સ.ઇ. વાય.જી.ગુર્જર, પો.સ.ઇ. પી.બી.ચૌધરી,પો.સ.ઈ. એન.વી. દેસાઇ તથા વાયરલેસ પો.સ.ઈ. એ.એસ.સલીયા તથા સ્કર્વાડના માણસો સાથે આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધતા હતા તે દરમ્યાન પોલીસ ઈન્સ્પેક્ટર એચ.વી.સીસારા તથા પો.સ.ઈ. એન.વી. દેસાઇને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, આ ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીઓ પૈકી આરોપી ગોકુલસિંગ ઉર્ફે ગોકુલ જગન્નાથસિંગ કુસ્વાહા રાજસ્થાન ધોલપુર જીલ્લાના છકતુકાપુરા ગામ ખાતે હોવાની બાતમી હકીકત મળેલ જે આધારે પો.સ.ઈ. એન.વી. દેસાઇ અને તેમની ટીમના માણસો સાથે રાજસ્થાન ધોલપુર ગયેલ, ત્યાં વોચ તેમજ ટેકનીકલ સર્વેલન્સ રાખી આ ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી ગોકુલસિંગ ઉર્ફે ગોકુલને ગઇકાલે ઝડપી પાડયો હતો . પકડાયેલ આરોપીની પુછપરછ કરતાં સને ૨૦૦૯ માં ભુરાસીંગ ઉર્ફે ભુરો નારાયણસીંગ કુશવાહ તથા તેનો ભાઈ મુન્નાસિંગ તથા તેઓના બે ભત્રીજા સંતોષ તથા સુરજ ઉર્ફે સુખો તેમજ તેનો ભાણીયો દિનેશ તથા પોતે તથા બીજા અગાઉથી જ અમદાવાદ એરપોર્ટ ઉપર ઉભા રહી “ચના ચોર ગરમ” નો ધંધો કરતા હતા. આ દરમ્યાન તેઓના જ ગામના મરણ જનાર શ્રીકાંત પ્રજાપતિ, મુકેશ પ્રજાપતિ, અશોક પ્રજાપતિ તથા સતીષ પ્રજાપતિ એમ ચાર ભાઈઓ તથા તેમના જીજાજી રામઅવતાર પ્રજાપતિ પણ એરપોર્ટ ઉપર આવી ચના ચોર ગરમનો ધંધો કરવા લાગેલ જેથી તેઓને ધંધાકીય હરીફાઈના કારણે ઝઘડા થવા લાગેલ તેમજ અવાર નવાર ઝઘડો મારામારી થયેલ હતી. જેથી તેની અદાવત રાખી આ આરોપીઓએ ફરિયાદી તથા સાહેદો ઉપર હુમલો કરી આ ગુનાને અંજામ આપ્યો તેવું જણાવ્યું હતું. આ કામે પકડાયેલ વોન્ટેડ આરોપીને સાબરમતી પોલીસ સ્ટેશનના ગુનાના કામે સોંપવા આગળની તજવીજ હાથ ધરી છે.

ઉપરોકત પકડાયેલ આરોપીઓએ આ સિવાય અન્ય આવા પ્રકારના કોઈ ગુનાઓને અંજામ આપેલ છે કે કેમ ? તેમજ તે આટલા સમયથી ક્યાં તથા કેવી રીતે છુપાયેલ હતા તે બાબતે તેઓની સઘન પુછપરછ તપાસ આદરી છે. સાબરમતી પોલીસ સ્ટેશન માં ઈ.પી.કો. કલમ ૩૦૨,૩૦૭,૩૨૬, ૧૪૩,૧૪૭,૧૪૯,૧૨૦(બી) તથા આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી) (એ) તથા બી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુન્હો દાખલ કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com