પાટિલે ખેસ પેહરાવ્યો અને નિતીન પટેલે હાર્દિકને કેસરીયા ટોપી પહેરાવી
ભાજપ કમલમ જતા પેહલા પાટીદાર આગેવાન હાર્દિક પટેલે પોતાના નિવાસસ્થાને દુર્ગાપાઠ કરીને પૂજન કર્યું હતું. હાર્દિક પોતાની પત્નિ સાથે પૂજામાં બેઠો હતો.
કોબાથી કમલમ સુધી હાર્દિક પટેલના રોડ શોમાં ભારે જનમેદની ઊમટી
કોંગ્રેસનાં પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટને ભાજપ-પ્રમુખ સી.આર. પાટીલે કેસરિયો ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું
હાર્દિકે SGVP ગુરુકુળમાં ગૌપૂજા કરી
અમદાવાદ
પાટીદાર અનામત આંદોલનથી પાટીદારનો ચહેરો બનેલા હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામું આપીને હવે આજે ભાજપના અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે ભાજપનો કેસરિયો ખેસ અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ના હાથે કેસરીયા ટોપી પહેરી કમલમ ખાતે પહેરી હતી . હાર્દિકે સવારે એસપીજી ગુરુકુળ ખાતે રામ, શ્યામ અને ઘનશ્યામનાં દર્શન કરીને સાધુ-સંતોની હાજરીમાં ગાયની પૂજા કરી હતી. હવે કોબાથી કમલમ સુધી તેમનો રોડ શોમાં ભારે ભીડ જોવા મળી હતી. બીજી ત૨ફ કોંગ્રેસનાં પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટને ભાજપ-પ્રમુખ સી.આર. પાટીલે કેસરિયો ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું. પૂર્વ ધારાસભ્ય પ્રાગજીભાઈ પટેલ અને તેજશ્રી બેન તથા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને સ્ટેજ પર બેસાડવામાં આવ્યાં હતા પરંતુ cm ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યા નહોતા.હાર્દિક પટેલે ઘરેથી દુર્ગાપાઠ કરીને SGVP ગુરુકુળમાં ગૌપૂજા કરી, શ્વેતા બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે રાજકીય લાઈફ મારી રીતે પસંદ કરી છે. હું એજ્યુકેટેડ છું અને એક્ટિવ પોલિટિક્સમાં કામ કરવા માગું છું. મેં કોઈ કમિટમેન્ટ નથી આપ્યું અને લીધું પણ નથી. કોંગ્રેસમાંથી રાજીનામું આપવા પાછળ અનેક કારણો છે. આ એક એવી બોટ છે, જેના પાંચ અલગ અલગ ચાલકો છે. ત્યાં મેનેજમેન્ટની કમી છે. દરેક કાર્યકરને સમાન ગણવામાં આવતા નથી એ કોંગ્રેસની સૌથી મોટી કમી છે.ભારતના સફળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રની સેવાના કાર્યમાં હું નાના સૈનિક તરીકે કામ કરીશ.એવુ કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક પટેલ આગામી વિધાનસભા ચૂંટણી લડવા માટે તૈયાર છે. હાર્દિક સૌરાષ્ટ્રની મોરબી અથવા અમદાવાદ જિલ્લાના તેના મૂળ ગામ વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. તેમણે ભાજપમાંથી ચૂંટણી લડવાનો સંકેત પણ આપ્યો હતો.ભગવો ધ્વજ હાથમાં લેતા પહેલા હાર્દિક પટેલે ટ્વીટ કરીને કહ્યું હતું કે, રાષ્ટ્રહિત, રાજય હિત, જનહિત અને સામાજિક હિતની લાગણી સાથે હું આજથી એક નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યો છું.હાર્દિક પટેલના પ્રવેશને લો પ્રોફાઇલ રાખવાનો ભાજપનો પ્રયાસ સામે આવ્યો છે. તથા અખબારી યાદીમાં ભાજપે હાર્દિકના નામનો ઉલ્લેખ કર્યો નથી. તેમજ સુત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઇ છે કે હાર્દિક પટેલને શક્તિપ્રદર્શનની સ્પષ્ટ ના કહી છે.