કર્ણાટક પેટાચૂંટણીમાં કોંગ્રેસને મળી બે બેઠક  ટોચના આ બે નેતાઓએ આપ્યું રાજીનામું

Spread the love

કર્ણાટકમાં કોંગ્રેસની હાર બાદ કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા સિદ્ધાંરમૈયાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. રાજીનામાની જાહેરાત કરતા સિદ્ધાંરમૈયાએ કહ્યું કે, ધારાસભ્ય દળના નેતા હોવાના નાતે મારી ફરજ છે કે હું લોકશાહીનું સમ્માન કરું. મેં સોનિયા ગાંધીને મારું રાજીનામું સોંપ્યું છે. સિદ્ધાંરમૈયા કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીના સિનિયર નેતા છે અને તેઓ પાંચ વર્ષ સુધી કર્ણાટરના મુખ્યમંત્રી તરીકે પણ રહ્યાં છે. નોંધનીય છે કે, કર્ણાટકમાં 15 વિધાનસભા સીટો પર થયેલી પેટા ચૂંટણીમાં ભાજપે મોટી જીત મેળવી છે. પાર્ટીને 10 સીટ જીતી છે અને બે પર  તેના ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છે. હવે 224 સીટોવાળી કર્ણાટકની વિધાનસભામાં ભાજપને હવે સ્પષ્ટ બહૂમતિ મળી ચૂકી છે.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *