રાજકોટમાં ભારત અને દક્ષિણ આફિકાની શુક્રવારે ટી-20 મેચમાં અલકાયદાની ધમકીને પગલે પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત 

Spread the love

પોલિસ બંદોબસ્તમાં 1 એસપી, 5 ડીવાયએસપી,10 પીઆઈ, 40 પીએસઆઈ સહિત કુલ 400 જવાનો સતત ખડેપગે રહેશે

રાજકોટ

ખંઢેરી સ્ટેડીયમ ખાતે તા.17-6-2022નાં રોજ ભારત તેમજ દક્ષિણ આફિકાની આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ યોજાનાર છે. જેમાં અલકાયદાની ધમકીને પગલે રાજકોટ રૂરલ પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. જિલ્લા પોલીસ વડાનાં જણાવ્યા મુજબ, મેચના બંદોબસ્તમાં 1 એસપી, 5 ડીવાયએસપી,10 પીઆઈ, 40 પીએસઆઈ , એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સહિત 232 જવાનો તૈનાત રહેશે. તેમજ 46 ટ્રાફિક પોલીસના જવાનો, 64 મહિલા પોલીસનો સ્ટાફ, અને બોમ્બ સ્કવોડની 2 ટીમ સહિત કુલ 400 જવાનો સતત ખડેપગે રહેશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ સિવાય સીસીટીવી કેમેરા સાથે કંટ્રોલરૂમ સતત કાર્યરત રહેશે. 2 ફાયર ફાયટરની ટીમો પણ સતત ખડેપગે રહેશે. જ્યારે કોઈ મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા એમ્બ્યુલન્સ વાન સાથે 2 ટીમ હાજર રહેશે. સ્ટેડીયમના પ્રવેશ દ્વારા પર કુલ 18 મેટર ડિરેકટર મુકાયા છે. ઉપરાંત હેન્ડ ડિટેકટર સાથે 35 જવાનો હશે. આ સાથે 30 જવાનો પાસે વોકીટોકીની સુવિધા છે. જેથી કોઈપણ સ્થિતિમાં મેસેજની આપ-લે થઈ શકે. સાથે જ 1 વાયરકોસ સેટ પણ છે. તેમજ બગેજ સ્કેનર માટે બે મશીનો કાર્યરત કરવામાં આવ્યા હોવાનું પણ તેમણે કહ્યું હતું.રાજકોટ રૂરલ પોલીસ દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટને લઈ ખાસ સુચનાઓ અપાઈ છે. જે મુજબ તમારા વાહનો રોડની ડાબી તરફ રાખેલ સ્થળે પાર્ક કરવાના રહેશે. ટ્રાફીક નિયમનું ઉલ્લધન,રોગ સાઈડ, અનિયમિત ડ્રાયવિંગ કરતા મળી આવશે તેના વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. વાહનો ફકત નિયત પાર્કિગ સ્થળે જ પાર્ક કરવા આડેધક પાર્ક કરેલા વાહનો ટોઈંગ કરી લેવામાં આવશે. વાહન બરાબર લોક હોવાની અંગે ખાતરી કરી વાહનોમાં કોઈ અસુરક્ષિત ચીજ ન રાખીને જિલ્લા કલેકટરના જાહેરનામું પાલન કરવા જણાવાયું છે.મેચ દરમિયાન શંકાસ્પદ હિલચાલ, શંકાસ્પદ વ્યકિત ઉપર પોલીસ બાજ નજર રાખશે. દરમિયાન કોઈપણ શંકાસ્પદ વસ્તુ નજરે પડે તો તેને અડવું નહી તાત્કાલીક નજીકના પોલીસ ઓફીસરોને જાણ કરવી. ટેમ્પરરી સ્ટેડીયમ પોલીસ ચોકી પણ ખોલવામાં આવી હોવાથી જો કોઈ સમસ્યા હોય તો ગભરાયા વિના ત્યાં ફરજ પરનાં પોલીસ ઓફીસરને જણાવી શકાશે. જો કોઈ વ્યકિત સ્ટેડીયમમાંથી ગ્રાઉન્ડમાં કોઈ પદાર્થ ફેંકતા પકડાશે તો તેના વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ક્રિકેટ મેચ જોવા આવતા દર્શકોને સ્ટેડીયમની અંદર બેગ, ટીફીન, ખાવાની વસ્તુ, પાણીની બોટલ, બીડી, માચીસ, લાઈટર કેમેરો વિડીયો કેમેરા, મોબાઈલ ફોન, લાકડી હથિયાર એવી કોઈપણ વસ્તુ અંદર લઈ જવાની મનાઈ છે. સ્ટેડીયમમાં પાસે બેસેલ પ્રેક્ષકો સાથે વિનમ્ર વ્યવહાર કરી પોલીસ ઓફીસરોની સુચનાનું પાલન કરવું, ફકત નિયત કરે દરવાજેથી જ પ્રવેશવું, નિયત સ્ટેન્ડમાં જ બેસવું તમારા સીટ નંબર ઉપર જ બેસવું, સ્ટેડીયમમાં એકવાર પ્રવેશ કર્યાબાદ બહાર નિકળશો તો ફરી પ્રવેશી શકાશે નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com