રાહુલ ગાંધી વિરૂદ્ધ ઈડી કેસ : કોંગ્રેસના દિલ્હીના હેડક્વાટર્સ પર AICCનો દરવાજો તોડી કાર્યકરો તેમજ નેતાગણો ઉપર પોલીસ દ્વારા અમાનુષિય અત્યાચાર 

Spread the love

કોંગ્રેસ વર્તમાન સરકારના અમાનુષિય બદલો લેવાની ભાવનાવાળા પગલાના વિરોધમાં કાલે રાજ્યપાલને આવેદનપત્ર બપોરે ૨-૦૦ કલાકે તેમજ તા. ૧૭-૬-૨૦૨૨ ના રોજ જિલ્લા કક્ષાએ ધરણાં પ્રદર્શન કરશે

કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર , અર્જુનભાઈ મોઢવાડિયા , સિદ્ધાર્થ પટેલ , શૈલેષ પરમાર, અમિત ચાવડા , જીતુ પટેલ પત્રકાર પરિષદમાં રાજીવગાંધી ભવન ખાતે હાજર રહ્યા

અમદાવાદ

કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ઉપર કેન્દ્ર સરકારના ઈશારે પોલીસ દમન સામે આક્રોશ વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, પેટ્રોલ, ડીઝલ, ગેસ, વગેરે જેવા મુદ્દાઓ દેશમાં વર્તમાન પરિસ્થિતિમાં ગરીબી – બેકારી – ભ્રષ્ટાચાર – ખેડૂતોના પ્રશ્નોને બેરોજગાર યુવાનોને તેમના પ્રશ્નોને વગેરે જેવા તમામ મુદ્દાઓનો કોંગ્રેસ પક્ષ વર્તમાન સરકારનો વિરોધ કરી રહી છે ત્યારે આ બધા મુદ્દાઓ પરથી દેશની જનતાનું ધ્યાન ભટકાવવા માટે વર્તમાન સરકાર છેલ્લા ત્રણ દિવસથી કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતાશ્રી રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધી વિરૂદ્ધ ઈડીના સમન્સનો ઉપયોગ કરીને તેઓને હેરાન કરવાની, ડરાવવાની રાજનીતિ કરી રહી છે. છેલ્લા ત્રણ દિવસોથી સમગ્ર દેશમાં નેતાગણો પર અમાનુષિય અત્યાચારો થઈ રહ્યાં છે. રાહુલ ગાંધી બેરોજગાર યુવાનો, ખેડૂતો, ગૃહિણીઓ વગેરેને લગતા તમામ પ્રશ્નો સાથે તેઓનો જનઅવાજ બની રહ્યાં છે ત્યારે બદલો લેવાની ભાવના રાખી વર્તમાન સરકાર તેમનો અવાજ ડરાવવાની રાજનીતિ કરી રહી છે. છેલ્લા બે દિવસમાં પોલીસો દ્વારા કાર્યકરો – નેતાગણ પર અમાનુષિય અત્યાચારો કરી રહ્યાં છે. દેશના રાજ્યના મુખ્યમંત્રીઓ પર વધુ બળપ્રયોગ કરી પોલીસો દ્વારા તેમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. ગઈ કાલે નેતાગણો ટીંગાટોળી કરી તેમના ઉપર લાઠી ચાર્જ અને અન્ય સાધનો દ્વારા અમાનુષિય અત્યાચાર કરીને કેટલાંક કાર્યકરો તથા નેતાગણના હાથપગ ઉપર ગંભિર ઈજાઓ પહોંચાડી છે. તો કેટલાકને પાંસળી પણ ભાંગી જાય એ રીતે બરહેમ માર મારવામાં આવી રહ્યો છે તો ક્યાંક ચહેરા પર માર મારવાને લીધે થઈને ગંભિર ઈજાઓ પહોંચાડી છે. પોલીસ દ્વારા કોંગ્રેસના દિલ્હીના હેડક્વાટર્સ ઉપર એ.આઈ.સી.સી.નો દરવાજો તોડી બહોળી સંખ્યામાં પોલીસ ઘુસી આવીને કાર્યકરો તેમજ નેતાગણો ઉપર અમાનુષિય અત્યાચાર પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. જે એક અસંવિધાનીક પગલું છે. શ્રી રાહુલ ગાંધીજી ઉપર નોન ઈસ્યુનો મુદ્દો આગળ ધરીને સમન્સ જેવા હથીયારનો ઉપયોગ કરીને જે કેસ કર્યો છે. તેના વિરૂદ્ધમાં કાર્યકરો તેમજ નેતાગણો નિહથ્થે વિરોધ કરી રહ્યાં છે તેના પર પોલીસો દ્વારા લાઠીચાર્જ – ધરપકડ વગેરે જેવા હથકંડા અપનાવીને ડરાવવાની – ધમકાવવાની રાજનીતિ આ વર્તમાન સરકારનો મનસ્વી પણાનો ચહેરો સ્પષ્ટ થાય છે. આજે પણ અમારા મહિલા કાર્યકર તેમજ મહિલા નેતાગણ પર અમાનુષિય અત્યાચાર એ.આઈ.સી.સી. અને જાહેર સ્થળોમાં કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પક્ષ વર્તમાન સરકારના અમાનુષિય બદલો લેવાની ભાવનાવાળા આ કાર્યના વિરોધમાં તા. ૧૬-૬-૨૦૨૨ રાજ્યપાલને આવેદનપત્ર બપોરે ૨-૦૦ કલાકે તમામ નેતાગણ રૂબરૂ મળશે તેમજ કેન્દ્રની મોદી સરકારના કિન્નાખોરી – બદલાની ભાવનાવાળા કૃત્ય સામે તા. ૧૭-૬-૨૦૨૨ ના રોજ જિલ્લા કક્ષાએ ધરણા-પ્રદર્શનના કાર્યક્રમ યોજશે .

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, નેશનલ હેરાલ્ડની શરૂઆત પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, શ્રી પુરુષોતમ ટંડન, આચાર્ય નરેન્દ્ર દેવ, શ્રી રફી મહંમદ કિડવાઈ તેમજ અન્ય વ્યક્તિઓ દ્વારા ૧૯૩૭ માં, એસોસીએટેડ જર્નલ્સ લિ. નામની કંપની હેઠળ વર્તમાનપત્ર દ્વારા દેશમાં સ્વાતંત્ર્યની લડતને વેગ આપવા માટે કરવામાં આવી હતી. વર્તમાનપત્રની સંપાદકીય ઉત્કૃષ્ટતા છતાં નેશનલ હેરાલ્ડ નાણાંકીય તંગી અનુભવી રહ્યું હતું અને તેની ખોટ રૂ. ૯૦ કરોડે પહોંચી. નેશનલ હેરાલ્ડની આ નાણાંકીય કટોકટીમાંથી ઉગારવામાં મદદરૂપ થવા કોંગ્રેસ પક્ષે ૨૦૦૨ થી ૨૦૧૧ દરમ્યાન લગભગ ૧૦૦ હપ્તે ૧૦ વર્ષના સમયગાળામાં રૂ. ૯૦ કરોડની લોન આપી. અત્યંત મહત્વની બાબત એ છે કે આ રૂ. ૯૦ કરોડ પૈકી રૂ. ૬૭ કરોડ જેટલી રકમનો તો નેશનલ હેરાલ્ડ દ્વારા કર્મચારીઓના પગાર અને સ્વૈચ્છિક નિવૃત્તિ પેટેની રકમોની ચુકવણી માટે જ કરવામાં આવ્યો હતો. બાકીની રકમનો ઉપયોગ વીજળી બીલ, વેરો વગેરે જેવા સરકારી લેણા ચુકવવા માટે કરવામાં આવ્યો હતો. ભાજપ અને તેના મળતિયાઓ નેશનલ હેરાલ્ડને આ રૂ. ૯૦ કરોડની લોન આપવાની બાબતને ગુન્હો ગણાવે છે. આ તદ્દન વાહિયાત અને બદઈરાદાપૂર્ણ છે. રાજકીય પક્ષ દ્વારા લોન આપવાની બાબત ભારતમાં કોઈપણ કાયદા હેઠળ ગુન્હારૂપ બાબત નથી. તો પછી, કોંગ્રેસ પક્ષ દ્વારા વખતો વખત એસોસીએટેડ જર્નલ્સ લીમીટેડ (કોંગ્રેસ પક્ષ સાથે ૧૯૩૭ થી નજીકથી જોડાયેલી અને કોંગ્રેસની વિચારસરણીને સમર્થન આપતી કંપની)ને રૂ. ૯૦ કરોડની લોન આપવાની બાબત ફોજદારી ગુન્હો કેવી રીતે ગણી શકાય? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ ઇક્વિટી શેરની માલિકી ધારણ કરી શકતી ન હોવાથી, ઇક્વિટી શેર સેક્શન-૨૫ હેઠળ ‘નોટ ફોર પ્રોફિટ’ કંપની ‘યંગ ઇન્ડિયા’ને ફાળવવામાં આવ્યા હતા. શ્રીમતી સોનિયા ગાંધી, શ્રી રાહુલ ગાંધી અને અમારા નેતૃત્વનો આશય સ્પષ્ટ છે, નેશનલ હેરાલ્ડ જેનું જતન કરે છે તેવી કોંગ્રેસ પક્ષની વિરાસતને સુનિશ્ચિત કરવાનો છે. પક્ષના મૂલ્યોનો તે પ્રસાર કરે છે અને નેશનલ હેરાલ્ડ અમારા આદર્શો અને સિદ્ધાંતોને વાચા આપવાનું કામ કરે છે. આ સત્ય માટેની લડાઈ છે. સત્યનો હંમેશા વિજય થાય છે અને આ વખતે પણ થશે. રાહુલ ગાંધી અને કોંગ્રેસનું નેતૃત્વ આ અગ્નિપરીક્ષામાંથી વધારે ઉજ્જવળ બનીને બહાર આવશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થ પટેલે પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, દેશમાં આજે જ્યારે રૂપિયો તળીયે છે, બેંકનું ખાનગીકરણ થઈ રહ્યું છે, એલ.આઈ.સી. જેવી સંસ્થાઓ વેચાઈ જવાને આરે છે તે ઉપરાતે દેશમાં ઈધણ, ગેસ તેમજ અન્ય કુદરતી પેદાશો પર ઈન્સ્યોરન્સ લેવા તૈયાર થતી નથી. દેશમાં હાલ તમામ ક્ષેત્રને મિલકતો વેચવા પેટ્રોલ એલઆઈસી ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મોટા પાયાના ઉદ્યોગોને લગતા કાર્યોને પોતાના માનિતા લોકોને ખુબ જ સસ્તા ભાવે આપી દેવાનું કામ આ ભ્રષ્ટાચારી વર્તમાન સરકાર કરી રહી છે. અર્થતંત્રને ખતમ કરનારી છે. દેશમાં હાલ ૬૦ લાખ ગૃહઉદ્યોગો બંધ થયા છે. જેની અસરથી કરોડો લોકો બેરોજગાર થયા છે. સરકારની માનસિકતા એવી છે કે કોઈએ સરકાર સામે અવાજ ઉઠાવવો નહીં, કોઈએ જોરથી બોલવાનું નહીં અને જો કોઈ અવાજ ઉઠાવે કે જોરથી બોલે તો તેમને રાષ્ટ્ર વિરોધી ગણી તેઓનો અવાજ દબાવવાનું કામ આ વર્તમાન સરકાર કરી રહ્યાં છે. ભાજપની સરકારે સત્તાનો દુરુપયોગની તમામ મર્યાદાઓ તોડી નાખી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, અંગ્રેજો જેવુ અભિમાન, જોર, જુલમ જેવુ વર્તન દેશના લોકોના અધિકારોનું હનન કરતી આ વર્તમાન સરકાર કરી રહી છે. ગાંધીજીએ અહિંસક આંદોલન કરી અંગ્રેજોથી દેશને આઝાદ કર્યા હતા, આજ અંગ્રેજોની નીતિ વર્તમાન સરકાર અપનાવી રહી છે. દેશમાં માત્ર કોંગ્રેસ દ્વારા જ વર્તમાન અંગ્રેજો દ્વારા અત્યાચારી સરકાર સામે આર.એસ.એસ.ની વિચારધારા સામે, સરકાર સામે રાષ્ટ્રિય નેતાશ્રી રાહુલ ગાંધી મક્કમ અવાજે વિરોધ કરી રહ્યાં છે ત્યારે વર્તમાન સરકાર દ્વારા જે રીતે ઈડી તથા સમન્સનો ઉપયોગ કરીને ડરાવવાની, ધમકાવવાની નીતિ અપનાવે છે પણ રાહુલજી ડરવાના નથી. ગમે તેવી ધમકીઓ તેમને ડરાવી શકતી નથી. ગુજરાતમાં પણ વર્તમાન અંગ્રેજો દ્વારા સામાન્ય જનતાનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારે ગુજરાતમાં હાલ બેરોજગારી, ડ્રગ્સ, ભ્રષ્ટાચાર, પેપરફુટવાના પ્રશ્નો વગેરે જેવા કેટલાય પ્રશ્નો ઉપસ્થિત છે. ગુજરાતમાં કેટલાક અધિકારીઓને હાથ્થો બનાવી વર્તમાન સરકાર આમ જનતા ઉપર જે રીતે બદલો લેવાની ભાવના સાથે તેમના પર અત્યાચારો કે યેનકેન પ્રકારે હેરાનગતિ કરી રહી છે ત્યારે વર્તમાન સરકારના એ અધિકારીઓને હું કહેવા માંગુ છું કે, તમારે પણ દર પાંચ વર્ષે જનતાની અદાલતમાં જવુ જ પડશે અને આમ જનતા આ જનતાની અદાલતમાં તમને બરોબર નિર્ણય આપશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડૉ. જીતુભાઈ પટેલે પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, જ્યારે આઝાદી મળી ત્યારે જવાહરલાલ નહેરુની ૨૦૦ કરોડ રૂપિયાની એ જમાનામાં મિલકત હતી એમાંથી ૯૬ ટકા મિલકત એમણે દેશને આપી દીધી. ૪ કરોડ રૂપિયામાં આનંદ ભવન રાખ્યું હતું. જેની આજે માર્કેટ વેલ્યુ ગણીએ તો એની કિંમત ૨ લાખ કરોડ રૂપિયા થાય. અત્યારે બેઠેલા તાનાશાહોમાંથી એકપણ રૂપિયો ખરચ્યો હોય તો હિસાબ આપે. મોતીલાલ નહેરુની માસિક આવક અમદાવાદના ક્ષેત્રફળના ચોથા ભાગનું ક્ષેત્રફળ ખરીદી શકે તેવા સંપત્તિવાન વ્યક્તિનો પુત્ર આઝાદીની લડાઈમાં બધું છોડી અંગ્રેજોની કઠીન જેલમાં રહ્યા હોય અને અત્યારના આ તાનાશાહોના વડવાઓ કેટલા વર્ષ જેલમાં રહ્યા એનો હિસાબ આપે. આજના તાનાશાહો આક્ષેપ કરે છે કે જવાહરલાલ નહેરુના કપડા લંડન ધોવા જતા હતા. આજના આ સત્તાધીસો દિવસમાં ૪ વાર મોંઘા કપડા પહેરે છે તે તેમના ક્યા પરમ પૂજ્ય પિતાશ્રીની પેઢીમાંથી વારસાઈ તરીકે મળ્યા છે. નેશનલ હેરાલ્ડમાં આક્ષેપ કરનાર આ તાનાશાહો એનો હિસાબ આપે કે ૭૦ સાથી માંડી ૧.૫૦ રૂપિયા સુધી ગૌચરો વેચી જમીનની દલાલી કરી ઉદ્યોગપતિઓને હવાલે કરી કેટલા કરોડો-અબજો રૂપિયાનું કૌભાંડ કરી ગૌવંશનો નાશ કરી કતલખાને મોકલવાનું કામ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com