ગુજરાત સરકાર દ્વારા અન્નપૂર્ણા યોજના હેઠળ શ્રમિકોને દરેક જગ્યાએ જ્યાં કડીયાનાકા હોય ત્યાં ફક્ત દસ રૂપિયામાં ભોજન પીરસાતું હતું. ત્યારે આનો પ્રતિસાદ પણ મોટો મળ્યો હતો. કોરોના કાળમાં આ શ્રમિકો માટે નો રથ બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે ફરીથી ૧૭ જૂનથી શ્રમીકો માટે દસ રૂપિયા નું ભોજન હવે પાંચ રૂપિયામાં આપવામાં આવશે. ત્યારે શ્રમિકોની હાજરી ચકાસવામાં આવે તો મજુરની ૪૦૦ રૂપિયા લેખે મહિને ૧૨ હજાર આવક, પ્લમ્બર ની ૮૦૦ લેકે ૨૪ હજાર, ચણતર- કડિયા, પ્લાસ્ટર ની ૯૦૦ લેકે ૨૭ હજાર, ટાઈલ્સ ફિટિંગ કારીગરીની હજાર લેખે મહિનાના ૩૦ હજારની આવક ધરાવતા હોય જેમની હવે ૧૦ રૂપિયામાં થી પાંચ રૂપિયામાં ભોજન આપવા રાજ્ય સરકાર તત્પર બની છે, ત્યારે રાજ્ય સરકારમાં હોમગાર્ડ ની હાજરી માંડ ૪૦૦ રૂપિયા પણ નથી, રોજ કામ મળતું નથી, અને હાજરી પુરાતી નથી, તથા આઉટ સોર્સિંગ કર્મચારીઓ જે રાજ્ય સરકારના બોર્ડ નિગમો, સચિવાલય, મહાનગર પાલિકામાં ફરજ બજાવે છે, તેમને ફક્ત ૬ હજારથી લઈને ૯ હજાર સુધીનું વેતન આપવામાં આવે છે, રજા નો પગાર કપાઈ જાય, તો પછી શ્રમિકો કરતાં ઓછી આવક ધરાવતા આઉટશોર્શિગ ફિક્સ પગાર ધારકોને આનો લાભ કેમ ન મળે ? તેમને ભોજન શ્રમીકોને જે પાંચ રૂપિયામાં મળી રહ્યું છે, તો તેમની અઢી રૂપિયા માં આવવું જાેઈએ કે કેમ ? તેઓ પ્રશ્ન એક નાગરીકે ઉઠાવ્યો છે.
આઉટસોર્સિંગ કર્મચારીઓ, ફિક્સ પગારધારકોના કરતાં પણ વધુ આવક મેળવતા શ્રમિકોને પાંચ રૂપિયામાં ભોજન અને હોમગાર્ડઝ થી લઈને આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે કોઈ જ યોજના નહીં, આ કેવું ? ૨૦૧૭ ની સાલમાં શરૂ કરાયેલી અન્નપૂર્ણા યોજના કોરોના કાળમાં બંધ થઈ ગઈ હતી, ત્યારે સુધારો-વધારો સાથે દસ રૂપિયાના બદલે હવે પાંચ રૂપિયામાં ભોજન આપવાનું છે, રોટલી,કઠોળ,શાક,ગોળ, અથાણું,ખીચડી,રહીશ, વાનગી અપાશે,પણ આના પાસે જે સુધારો કરવો જાેઈએ તે આઉટસોર્સિંગના કર્મચારીઓ, હોમગાર્ડઝના જવાનો, નાના લારી-ગલ્લા ધારકો આ યોજના હેઠળ આવરી લેવા જાેઈએ, ખરેખર તો આવકની દ્રષ્ટિએ જાેવામાં આવે તો સૌથી નીચી આવક શ્રમિકો કરતાં પણ આઉટસોર્સિંગ કર્મચારીઓ ની છે, ક્યારે આ પ્રશ્ને રાજ્ય સરકારે ગંભીરતાથી વિચારવાની જરૂર હોવાનું પણ આઉટસોર્સિંગ કર્મચારીઓ એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું.