દેશમાં અનેક દિવ્યાંગો છે, ત્યારે જેને મહેનત કરવી જ છે, અને કામ કરવું જ છે, તેના માટે પર્વતો ઉપર જવાની પણ નેમ રાખતા હોય છે, ત્યારે તસવીરમાં દિવ્યાંગ પોતે gj-18 ખાતે આવેલા નાયરા પેટ્રોલ પંપ ઉપર હવા ભરી આપે છે, કામ નાનું મોટું કોઈ જ ખોટું નથી, ભારે શ્રમ આવા કામોમાં વધુ હોય છે, ત્યારે બંને પગ ન હોવા છતાં કામ કરવાની હિંમત ને સત્ સત્ પ્રણામ, ત્યારે જે દિવ્યાંગ નથી અને કુદરતે સુમેળ ભર્યું શરીર આપ્યું છે, તે પણ કામ કરવામાં આળસ અનુભવતા હોય છે, આજે મોંઘવારીમાં પેટનો ખાડો પુરવા કાંઈક તો કરવું પડે ને, ત્યારે દિવ્યાંગ હિંમત અને કામગીરીને જે લોકો પેટ્રોલ પુરાવા આવતા હતા, તે તમામની દ્રષ્ટિ આ વ્યક્તિ ઉપર પડતી હતી, ત્યારે દરેક પેટ્રોલ પંપો ઉપર પાણી, શૌચાલય અને હવા પૂરવાની વિનામૂલ્યે સુવિધા હોય છે, ત્યારે વધારે નહીં તો આવી વ્યક્તિ ને હવા પૂર આવ્યા બાદ જે યુદ્ધ યથાશક્તિ ૫ થી ૧૦ રૂપિયા આપીશું તો ખજાનો કોઈનો ખાલી નહીં થઈ જાય, હોટલમાં વેઇટર ની ટીપ્સ નહીં આપીએ તો ચાલશે, મંદિરમાં પૈસા નહીં નાખીએ તો ચાલશે, પણ અહીંયા કાંઈક કરીશું તો ઈશ્વર જરૂર નજર રાખશે,હા, કોઈ મોટી મદદ ના થાય પણ જે પરચૂરણ સિક્કા આપીશું હવા પૂરવામાં આવ્યા બાદ તો તેની ગાડી દોડશે ને, કામમાં જેણે રાખી શરમ, એના ફૂટ્યા કરમ, ક્યારે પરિવાર માટે જે દિવ્યાંગ ઘર ચલાવવા ઝઝૂમી રહ્યો છે, તેમાં જે આપણાથી મદદ થાય તે પેટ્રોલપુરી આપ્યા બાદ હવા પુરાવીને ચેક કરાવીને યથાશક્તિ આપશો તો આશીર્વાદ મળશે જ, ત્યારે પેટ્રોલ પંપના માલિક દિવ્યાંગને નોકરી પર રાખવામાં જે હિંમત કરી તેને પણ સત સત વંદન છે, ઘણીવાર આ પ્રશ્ન જ ઉભો થાય કે, કામ કરી શકશે કે કેમ ? ત્યારે હિંમત કરીને કામ આપવું અને કામ કરવું જ છે, તેવી હિંમત કરનાર આ દિવ્યાંગ અનેક લોકો માટે એક નજરાણું જ કહેવાય…