કોન્ટ્રાક્ટ બેઝ કે આઉટશોર્સમાં નોકરી કરતાં ‘‘મોસાળે જમણવાર અને માં પીરસનાર’’ જેવો ઘાટ, નિયમો કી ઐસી કી તૈસી,…..

Spread the love


ગુજરાતમાં રીટાયર્ડ બાદ નવયુવાોની નોકરી પર તરાપ મારીને સીનીયર સીટીઝનો એક યા બીજી રખે નવી ટેન્કીકલ પોસ્ટ ઉભી કરીને ઘુષ મારવા અનેક તરકીબો અજમાવતાં હોય છે, ત્યારે રીટાયર્ડ બાદ ઉચ્ચ અધિકારીઓ પાસે પગચંપી કરીને આખે આખો સ્ટાફ ગોઠવાઇ જાય છે. ત્યારે એક અધિકારી પોતે ઘૂષાડવામાં ભારે માહીર છે, ત્યારે કોન્ટ્રાક્ટ બેઝ પર હવે જે ભ્રષ્ટ્રાચારમાં પકડાય છે, તે મોટા ભાગના કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતાં હોય છે.
ગુ.પા.પુ.અને ગ.વ્ય.બોર્ડમાંથી નિવૃત થયેલ અધિકારી/કર્મચારીઓને રૂ.૨૦.૦૦ લાખની મહત્તમ મર્યાદામાં ગ્રેચ્યુઈટી તફાવત વિલંબથી ચુકવણું થતા ધી પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઈટી એકટ-૧૯૭૨ની કલમ-૭૮૩એ ની જાેગવાઈ અનુસાર ગુજરાતની વિવિધ નાયબ શ્રમ આયુકતની કચેરીમાં રજૂઆતો થતા ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ૧૦ % સાદા વ્યાજનો આદેશ થવાં છતાં બોર્ડ દ્વારા ચુકવણી નહિ કરતાં ઉપલી ઓથોરીટીને વ્યાજની રકમ જમા કરાવી એપેલેટ ઓથોરીટી દ્વારા ન્યાયિક પ્રકિયા પૂર્ણ થયા બાદ નાયબ શ્રમ આયુકતના આદેશો યથાવત રાખવા આદેશ થયેલ તેમ છતાં માતબર વકીલનો મોટી ફી તથા મુસાફરી ભથ્થા તથા અન્ય ખર્ચા કરી નામદાર હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં લીગલ શાખામાં વરસોથી કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતા હેડ ક્લાર્ક તેમજ બોર્ડ સેલમાં વરસોથી કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતા હેડ ક્લાર્ક તેમાલ અન્ય શાખામાં આઉટ સોર્સથી ફરજ બજાવતા અન્ય કર્મચારી કે જેઓએ રૂ.૨૦.૦૦ લાખની મહત્તમ મર્યાદાનો વ્યક્તિગત લાભ મેળવવા ખોટી દરખાસ્ત તૈયાર કરી પાછળથી ભારત સરકારના ધી પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઈટી એકટ-૧૯૭૨ એમોઈમેન્ટ તા.૨૯.૩.૨૦૧૮ નાયબ સચિવશ્રી નર્મદા જળ સંપતિ અને કલ્પસર વિભાગને તા.૧૮.૯.૨૦૧૮ ના પત્ર લખી દરખાસ્તની અનુમોદન આપવા વિનંતી કરેલ, જે સંદર્ભે નર્મદા જળ સંપતિ અને કલ્પસર વિભાગના ઠરાવ ક્રમાંક ઈએસટી /૨૧૦૨૧૮/૬૪૩/ખ તા.૧૭.૯.૨૦૧૯ થી ધી પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઈટી એકટ-૧૯૭૨ ના એક્ટમાં થયેલ સુધારા મુજબ મંજુરી આપવામાં આવેલ તેમ છતાં મુખ્ય વહીવટી અધિકારી સીનીયર મેનેજર (વહીવટ),લીગલ સેલ અને બોર્ડ સેલમાં હાલમાં વરસોથી કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા ઠરાવનું ખોટું અર્થઘટન કરી વ્યક્તિ લાભ મેળવવા માટે અંદાજે રૂ.૮.૦૦ થી ૧૦.૦૦ કરોડ જેટલી માતબર રકમનું સરકાર/બોર્ડને નુકશાન કરેલ છે.આ કૌભાંડને દબાવવા માટે વ્યાજના હુકમોનું ચુકવણું નહિ કરી વકીલો રોકી માતબર ફી,મુસાફરી ભથ્થા અને અન્ય ખર્ચ કરી નાણાકીય કૌભાંડો થઇ રહેલ હોવાની ફરીયાદ થવા પામેલ છે. ૨૦૧૭ બાદ નિવૃત થયેલ અધિકારી/કર્મચારીઓને કોન્ટ્રકટ બેઝ કે આઉટસોર્સથી સરકારશ્રીનાં નિયમો/ઠરવોનુસાર રાખી શકતા નથી.બીજું કે જે અધિકારી/કર્મચારીઓની ઉંમર ૬૦ કે તેથી વધુ હોય તેને કોન્ટ્રકટ બેઝ કે આઉટસોર્સથી નોકરીમાં રાખી શકાતા નથી.તેમ છતાં “મોસાળે જમણવાર અને માં પીરસનાર’’ તે કહેવત મુજબ પછી તો પાછુંવાળી જાેયા વગર અને મુથીયુવાળી મંડી પડી ભૂખ કરતા પણ વધારે જમણ (ભ્રષ્ટાચાર) કરવા સરકારશ્રીનાં નિયમો/ઠરવોની એસી કી તેસી કરી આ લોકો પોતાની મન પસંદ જગ્યા પર એટલે કે જ્યાં વધારે અને સહેલાઈથી ઘી કેળા મળી રહે તે જગ્યા પર વરસોથી ગોઠવાઈ પોતાની મનમાની કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જે અધિકારી/કર્મચારીઓ જે જગ્યા (નોકરીનું સ્થળ) પરથી નિવૃત થયેલ હોય તેને તે જગ્યા પર નિવૃત થાય પછી કોન્ટ્રકટ બેઝ કે આઉટસોર્સથી નિમણુંક આપી શકાતી નથી.આ પાછળનો સરકારશ્રીનો એક ઉદ્દેશ એ છે કે જેમ બને તેમ ઓછો ભ્રષ્ટાચાર થાય અને બીજાે ઉદ્દેશ એ છે કે હાલમાં જે શિક્ષિત યુવાધન બેરોજગારીને કારણે બેકાર છે તેઓને તેમની લાયકાત મુજબ નોકરી મળવાથી તેઓ પગભર થઇ શકે. પરંતુ જે વરસોથી વહીવટમાં મહેર છે તેઓ આ શિક્ષિત બેરોજગાર યુવાધનના હક્ક અને હિસ્સા ઉપર વરસોથી અડીંગો જમાવીને બેસી ગયા છે.અને મન ફાવે તે રીતે વહીવટ(ભ્રષ્ટાચાર) કરી બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. આ લોકોની પહોંચ ઉપર સુધી હોય એટલે બેફામ બની ગયા છે. એ લોકોને કોઈપણ પ્રકારનો ભય નથી કારણ કે તેઓને નથી કોઈ રોકવાવાળું કે નથી કોઈ પૂછવાવાળું કે ટોકવાવાળું. તેઓ માટે તો બોર્ડ એટલે દલા તરવાડીની વાડી જેવું છે. બે ચાર રીંગણથી આ લોકો ધરાય તેમ નથી અને તેને કોઈ રોકવાવાળું કે પૂછવાવાળું નથી એટલે જેનાથી જેટલા રીંગણ ઉંચકી શકાય તેટલા ઊંચકીને કોઈપણ પ્રકારના ટેન્શન વગર આરામથી પોતાની ઇચ્છાનુસાર તેના ઉપરી અધિકારીઓની મીઠી નજર તળે ખુલે આમ વહીવટ(ભ્રષ્ટાચાર) કરી રહ્યા છે.
બોર્ડના સક્ષમ અધિકારીશ્રીઓએ ખરેખર એક ઊંડી ડૂબકી લગાવી અને તળિયા સુધી પહોંચી તળિયે કેટલો કાદવ કીચડ છે તેનો ક્યાસ કાઢવાની ખુબ જ આવશ્યકતા અને જરૂરિયાત જણાય રહી છે.સમગ્ર બોર્ડમાં આવા તો અનેક નિવૃત થયેલ અધિકારી/કર્મચારીઓ કે જેની ઉંમર ૬૦ કે તેથી વધુ હોય અને કોમ્પુટરનો “ક” પણ ન આવડતો હોય અને જે જગ્યા પર નિમણુંક આપવામાં આવેલ છે તે હોદ્દાને અનુરૂપ લાયકાત પણ ધરાવતા ન હોય તેમ છતાં વટથી કોન્ટ્રકટ બેઝ કે આઉટસોર્સથી નોકરી કરે છે.ઘણી કચેરીઓના વડા દ્વારા મીલ્લી ભગત કરી આ લોકો માટે બીજા જીલ્લામાંથી કે તેના કાર્યક્ષેત્ર તળેની અન્ય કચેરીઓમાંથી પોસ્ટ(જગ્યા) તબદીલ કરી જીલ્લાની મુખ્ય કચેરીમાં નિમણુક આપી સમાવેશ કરી આવા લોકોને બધી પ્રકારની સવલતો પૂરી પાડવામાં આવી રહેલ છે.આઉટ સોર્સની એજન્સી પણ ટેન્ડરની શરતો અને જાેગવાઈઓનો ખુલ્લે આમ ભંગ કરે છે.આવી એજન્સીઓ પાસેથી પણ આ અંગેની વિગતો માંગીને તપાસની માં ગ અરજદાર દ્વારા કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com