હિમાની ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્ર ચૌહાણને સાલ ઓઢાડતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર
ઇકબાલ પટેલ અને બાબુભાઈ જે મુસ્લિમ જાતિના હોવા છતાં પણ ગરીબ વિદ્યાર્થીઓને સ્કૂલની ફી થી લઇ દરેક પ્રકારની આર્થિક મદદ કરી છે જે અમારા હિમાની ચેરીટેબલ ટ્રસ્ટ માટે ગૌરવ ની બાબત છે : પ્રમુખ નરેન્દ્ર ચૌહાણ
અમદાવાદ
હિમાની ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્ર ચૌહાણ દ્વારા
આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને વિના મુલ્યે પાઠ્યપુસ્તકો, નોટબુકો વિતરણનો તેમજ શૈક્ષણિક ક્ષેત્રે ઉજજવળ સિધ્ધી પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનો અઢારમો જાહે૨ સન્માન સમારોહ ગઈકાલે એક્તા મેદાન રોડ વેજલપુર ખાતે સાંજે સાત વાગે યોજાયો હતો . જેમાં પ્રમુખ સ્થાન તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર , મુખ્ય મહેમાન ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા ઉપનેતા શૈલેષ પરમાર ,ધારાસભ્ય હિંમતસિંહ પટેલ, ઘાાસભ્ય રઘુ દેસાઈ તેમજ અમદાવાદ મ્યુ. કોર્પોરેશન વિરોધ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણ, કોર્પોરેટર હાજી મિર્ઝા, મદનલાલ જયસ્વાલ અને રાજુભાઈ બ્રહ્મભટ્ટ હાજર રહ્યા હતા.
કોમ્યુનલ હાર્મની એટલે કે હિન્દુ મુસ્લિમ જાતિના કોઈપણ ભેદભાવ વગર યોજાયેલ આ કાર્યક્રમમાં ટ્રસ્ટી નરેન્દ્ર ચૌહાણ એ જણાવ્યું હતું કે છેલ્લા અઢાર વર્ષ થી આ કાર્યક્રમ યોજવામાં આવે છે જેમાં હિન્દુ મુસ્લિમ એક્તા જોવા મળે છે.ઇકબાલ પટેલ અને બાબુભાઈ જે મુસ્લિમ જાતિના હોવા છતાં પણ દરેક વિદ્યાર્થીઓને કોઈ પણ મુશ્કેલી હોય તેમાં ખડેપગે ઉભા રહીને આર્થિક મદદ કરી છે જે સરાહનીય છે.જેઓએ વિદ્યાર્થીઓની ફી ભરવામાં પણ સહયોગ કર્યો છે.તેઓએ ગરીબ વિદ્યાર્થીઓને સ્કૂલની ફી થી લઇ દરેક પ્રકારની આર્થિક મદદ કરી છે જે અમારા હિમાની ચેરીટેબલ ટ્રસ્ટ માટે ગૌરવ ની બાબત છે. આ કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ગરીબ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ વિના મૂલ્યે કરવામાં આવ્યું હતું .અને ૧૮ એનજીઓ દ્વારા દર વર્ષે મને તેજસ્વી વિદ્યાર્થીઓની માહિતી પ્રાપ્ત થાય છે જેના લીધે હું વિનામૂલ્યે નોટબુક વિતરણ કરી શકું છું જેનો હું આભારી છું.
હિમાની ચેરીટેબલ ટ્રસ્ટીઓમાં સતીષભાઈ સોલંકી (મંત્રીશ્રી) , ઈશ્વરભાઈ જાદવ , શ્રીમતી તોરલબેન ચૌહાણ , શ્રીમતી પુનિતાબેન પરમાર , મદનલાલ જાયસવાલ , મોહનસિંહ રાજપુત (ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ) છે.