GJ-18 ખાતે ભૂંગળા નું કામ ચાલુ હોવાથી પ્રજાજનો પરેશાન થઈ ગયા છે ,પણ નગર સેવકો પણ સુખચેનથી સુઇ શકતા નથી ,ત્યારે આજરોજ ભુંગળા ફીટ કરવાનું કામ ચાલુ હોઇ ઘ-૬ ખાતે પાણીની પાઈપલાઈન તૂટી જતા ફુવારા રીતસરના ઉડયા હતા, ત્યારે ઘ-૬ થી ચ -૬સુધી પાણી ફરી વળ્યા હતા. ત્યારે ભાજપના વોર્ડ નંબર-૫ ના નગરસેવક પદમસિંહ પોતે આ સમાચાર મળતાં હાજર થઇ ગયા હતા. ત્યારે એક ૧૬ વર્ષનો યુવક ત્યાંથી વાહન લઇને નીકળતા ફસડાયો હતો, ત્યારે નગરસેવક પદમસિહે પોતાનો પગ લાંબો કરીને તે પગ પકડી લેવા જણાવતા યુવાનનો જીવ બચી ગયો હતો. પદમસિંહને બઢાયા કદમ તો ૧૬ વર્ષના યુવકની જાન બચી હતી, ત્યારે રીક્ષા સ્ટેન્ડ પાસે ટોળું એકઠું થઇ ગયું હતું અને નગરસેવકના કામની ચર્ચા ચગડોળે ચડી હતી.
વોડ નંબર -૫ ના નગરસેવક પદમસિંહ પોતે નવયુવાન હોય, ગમે ત્યારે રાત્રે પણ ફોન આવે તો પ્રજાના પ્રશ્નોને વાચા આપવા હંમેશાં તત્પર રહેતા હોય છે, ત્યારે ૧૬ વર્ષના યુવાનની જાન આજ રોજ બચી હતી.ડુબ ને વાલે કો તિનકે કા સહારા ચાહિયે, ત્યારે તિનકા બન્યા પદમ