કમિશનર દ્વારા કડક વલણ છતાં ગુડાના અધિકારી એસ્ટેટ શાખાના કર્મચારીને બચાવવા મેદાને કેમ ?
મીની મીનીના શિકાર ઢાંકવા જેવી વાત, છુટા કરવામાં આવે અને ગુડાનો ભ્રષ્ટાચાર બહાર ન આવે તે માટે નો વચ્ચેનો રસ્તો, તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ
આ ત્રણ રાશિના શંકાના દાયરામાં હોવાની ચર્ચા,વૃષભ,મીન,વૃષીક,
GJ-18 એટલે ગુજરાતનું પાટનગર કહેવાય, ત્યારે અહીંયા થી નિયમો, કાયદાઓ, પરિપત્રો, કરાવો બધું જ અહીંથી પસાર થાય છે, ત્યારે નિયમો કી ઐસી કી તૈસી અને કાયદાની છટકબારી ભ્રષ્ટાચાર કેવી રીતે આદરવો, તે પ્રથમ ચરણ બન્યું હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે ગુડા દ્વારા EWS આવાસના ડ્રોના આગલા દિવસથી જ ગુડા તંત્રની ટ્રાયલ રન વાળી યાદી ફરતી થઈ ગઈ હતી. જે અંગે ગુડાના ચેરમેન ડો. ધવલ પટેલ દ્વારા તપાસના આદેશો આપ્યા હતા. પરંતુ આટલા દિવસ પછી ગુડા ના અધિકારીઓ દ્વારા કશું જ તપાસમા ઉકાળી શક્યા નથી, અને તપાસ અવળી દિશામાં લઈ જઈ ને તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ કરવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે.
ગુડા દ્વારા જે ડ્રો કરવામાં આવ્યો તેમાં અરજદારો પાસેથી ગુડાના સ્ટાફના માણસોએ જે આઉટસોર્સિંગમાં ફરજ બજાવે છે, તેમાંથી ૨૫ થી ૩૦ હજાર રૂપિયા ડ્રો ના ૭ દિવસ પહેલાથી ઉઘરાણા શરૂ કર્યા હોવાની ચર્ચા સંભળાઇ છે, ત્યારે ડ્રો માં ઘાલમેલ થઈ હોવાની પણ વાત જાણવા મળી છે.ગુડાના એસ્ટેસ શાખાના ત્રણ કર્મચારી મુખ્ય રડારમાં છે. ત્યારે એક કર્મચારીની પીનથી તપાસની દિશા બદલાઇ ગઇ છે, ત્યારે એક કર્મચારીની પીનથી ગુડાના ડ્રો માં પણ દિશા બદલાઇ ગઇ છે, ત્યારે ભલભલાને નયનરમ્યકરી દીધા છે. ત્યારે ગુડાના ત્રણ કર્મચારી ઉપર જે શંકા સેવાઇ રહી છે તેમાં ગુડાના એક અધિકારીને ચેરમેન શ્રી દ્વારા તપાસ માં કડક આદેશ અને એસ્ટેટ બ્રાન્ચ માંથી ઘણા જે પાણીચું પકડાવી દેવાની સુચના મળી હોવાનું પણ સૂત્રો દ્વારા માહિતી મળેલ છે. ત્યારે આઉટસોર્સિંગ કર્મચારીઓ નો દબદબો બરકરાર છે, કોઈ છૂટા કરી શકે તેમ નથી, ત્યારે આ તપાસમાં ત્રણ વ્યક્તિના નામ લોકમુખે ચર્ચાઈ રહ્યા છે, તેમાં ત્રણ આ રાશિ છે, તેમાં મુખ્ય સૂત્રધાર તરીકે વૃષભ રાશિનો છે, ત્યારે વૃષભ રાશી નો બાગડ બિલ્લો અનેક ફરિયાદો તેની ઉપર થયેલી છે, પણ સેટિંગ કોમમાં પાવરધો અને ગુડાનો કમાઉ દીકરો હોય તેમ અધિકારીને કમાઈ આપતો હોય જેથી તેનું નામ પ્રથમ બજારમાં આ ચર્ચાનો વિષય બનવા છતાં એક અધિકારી તેને કેમ બચાવવા મેદાને ઉતાર્યા છે, તે સમજાતું નથી, ત્યારે બીજા કર્મચારી મીન રાશિ છે, તેની ઉપર શંકાની સોય છે, અને તેમાં તેની પણ સંડોવણી વૃષભ રાશી મુખ્ય સૂત્રધાર હોવાથી અને કામગીરીમાં સાથે હોવાથી મિલીભગત હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે ત્રીજી રાશિ વૃષિક છે,તેમા બહારના બકરાઓ જેમને મકાન જેમને મકાન લાગવા માટે ગ્રાહકો પાસેથી ઉઘરાણી કરી હોવાનું અને આ ત્રણેય મીન,વૃષભ,વૃશ્ચિક, રાશિ એ ભેગા મળીને કાંડ કર્યા હોવાની ચર્ચા જગાવી છે.ગુડા દ્વારા હજુ સુધી જે લીસ્ટ એક દિવસ પહેલાં ફરતું થયું હતું તેમાં ટ્રાયલ લિસ્ટ બહાર આવ્યું ક્યાંથી ? તે શોધી શકાયું નથી, ત્યારે પોલીસ ફરિયાદ, સાયબર ક્રાઇમમાં પણ ફરિયાદ કરવાનું હજુ સુધી મુનાસિબ માન્યું નથી, ત્યારે ગુડા ઉપર આઉટસોર્સિંગ કર્મચારીઓ નો કબજાે એવો જમાવી દીધો છે,જાણે ગુડા તેમની જાગીર અને ગુડાને અમારા વગર પાંદડું પણ હલે નહીં તેવા મ્હાલમાં હાલતા આ કર્મચારીઓની જવાબદારી હોવા છતાં કોઇ જ પગલાં લેવામાં આવ્યા નથી. ગુડા ના ત્રણ કર્મચારી તેમાં ત્રણ રાશિના છે, જેમાં બજારમાં શંકાની શોય અને ચર્ચાનો વિષય આ ત્રણ રાશિ વૃષભ,મીન,વૃશ્ચિક રાશિ હોવાની માહિતી લોકો દ્વારા ચર્ચામાં જાણવા મળી છે. ત્યારે ૨૫થી ૩૦ હજાર રૂપિયા એક અરજદાર પાસેથી ઉઘરાવ્યા હોવાની અને ન લાગે તો પૈસા પાછા ના ખેલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ગુડાના ત્રણ રાશિના વૃષભ,મીન,વૃશ્ચિક રાશીના હોવાની ચર્ચા,ડ્રો માં થયેલા ગફલાબાજીના આ ત્રણ મરકટ હોવાની ચર્ચા,
ગુડા પર આઉટ સોર્સિંગ કર્મચારીઓ નો કબજાે, ત્રણથી ચાર કર્મચારીએ ઉધઈની જેમ ગુડા ને ખાઈ રહ્યા છે, ગુડાના અધિકારી તપાસમાં આ ત્રણ કર્મચારીને બચાવવા ભારે હવાતિયા,
ગુડા દ્વારા દસ દિવસથી ચાલતી તપાસ બાદ કશું જ ઉકાળી ન શકતા, આખરે પોલીસ ફરિયાદ, સાયબર ક્રાઇમને કેમ ફરિયાદ કરવામાં નથી આવતી અને ગુડાના શંકાસ્પદ કર્મચારીઓના ડ્રો પહેલા ૨૦ દિવસના ફોન ની કોલ ડિટેલ્સ ચકાસવામાં આવે તો ગુડાના બાગડ બિલ્લા ના વહીવટના ઘણાં જ પાસાઓ બહાર આવે તેવી શક્યતા લોકમુખે ચર્ચાઈ રહી છે.