દેશમાં ભલે અનેક કાયદાઓ, નિયમો, પરીપત્રો બહાર પડે પણ તેની છટકબારી અને તેને ધોળીને કઇ રીતે પી જવા, તે ઉચ્ચ અધિકારી બાબુઓ પાસેથી શીખવા જેવું છે, GJ-18 ત્યારે ખાતેના પૂર્વ કલેક્ટર મામલતદારની નોટીસ સામે. રિટાયર્ડASIને જવાબના ફાંફાં, ગણોતધારા હેઠળ કેસ, સરકારે સુરત મ્યુ. કોર્પો.માંથી તગેડી મૂક્યા પછી માતરના વિરોજા ગામે જમીન ખરીદી
ખેડા જિલ્લાના માતર તાલુકામાં બોગસ ખેડૂતકાંડમા પ્રમોટિવASI એસ.કે.લાંગાનુ નામ ઉમેરાયુ છે. ગાંધીનગરના કલેક્ટર રહી ચૂકેલા લાંગાએ માતરના વિરોજા ગામે છેલ્લા છ- આઠ મહિનામા ખેતીની જમીન ખરીદી હતી.
જેમા ખેડૂત તરીકેના દરજ્જાની તપાસમા તેઓ ખોટી રીતે ખાતેદાર થયાનુ બહાર આવતા મહિના અગાઉ મામલતદારે નોટિસ ફ્ટકારી હતી. જેનો તેમણે જવાબ આપ્યો નથી. આથી, આ રિટાયર્ડASI સામે મહેસૂલ વિભાગે ગણોતધારાની કલમ- ૮૪ ક હેઠળ કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છેASI તરીકે પ્રમોશન મળ્યા બાદ એસ.કે.લાંગા છ જેટલા જિલ્લાઓમા ASI અને કલેક્ટર તરીકે રહી ચૂક્યા છે. પંચમહાલના ગોધરામા ખાનગી વ્યક્તિઓને જમીનનો લાભ આપ્યાની પોલીસ ફ્રિયાદમા તપાસ ચાલી રહી છે ત્યારે હવે તે પોતે જ તે જ રસ્તે ખોટી રીતે ખેડૂતનો દરજ્જાે મેળવ્યાનુ બહાર આવ્યુ છે. ગાંધીનગરમા કલેક્ટર તરીકે રિટાયર્ડ થયા પછી સરકારે તેમને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરાર આધારીત ખાસ ફ્રંજ પરના અધિકારી તરીકે નિયુક્ત કર્યા હતા. કૌભાંડો- ભષ્ટ્રાચારની ફ્રિયાદોને પગલે સુરતથી હકાલપટ્ટી થયા બાદ એસ.કે.લાંગાએ માતરના વિરોજા ગામે ૪ હેક્ટર ૨૨ ૪૪ ગુંઠા ખેતીની જમીન પોતાના નામે કરાવી હતી. મૂળ સૌરાષ્ટ્રના અને અમદાવાદમા રહેતા લાંગા એ છેક માતરના વિરોજા ગામે સર્વે નંબર ૨૮૦ ખરીદતા શરૂઆતથી સ્થાનિક વહિવટીતંત્રમા ચણભણાટ હતો.
દરમિયાનવિરોજા સહિત માતર તાલુકામા મોટાપાયે બોગસ ખેડૂતો બનાવવામા આવ્યાનુ મહેસૂલ વિભાગની તપાસમાં આવતા મે મહિનામા લાંગાએ ખરીદેલી જમીનના દસ્તાવેજાેની પણ તપાસના આદેશ અપાયા હતા. જેમા આ રિટાયર્ડ ASI પણ ખોટી રીતે ખેડૂતનો દરજ્જાે ધારણ કર્યાંનુ ખુલ્યુ હતુ. આ સંદર્ભે ખુલાસો કરવા અપાયેલી નોટિસનો જવાબ ન આપતા મામલતદાર પી.સી.ભગતે હવે ગણોતધારા હેઠળ કેસ ચલાવવાનુ નક્કી કર્યાંનુ જાણવા મળ્યુ છે.