ગુજરાતનું કહેવાતું પાટનગરમાં ઝટકા ઝાઝા, વેશ ઝાઝા જેવો ઘાટ સર્જાયો છે. ત્યારે GJ-18 ખાતે ભુંગળાની કામગીરી ચાલી રહી છે, ત્યારે દરેક જગ્યાએ યોગ્ય પુરાણ ન થતાં વરસાદી માહોલમાં કપરી સ્થિતિ સર્જાય તેવા સંજાેગો બન્યા છે, ઘ-૬ ખાતે તો આજે સવારે બંબુડા છુડ્યા હતાં. કામકાજ દરમ્યાન પાઇપ ઉપર ફટકો વાગી જતાં હજારો ગેલન પાણી ઘ-૬ સર્કલથી ચ-૬ સર્કલ સુધી પહોંચ્યુ હતું. ત્યારે પ્રથમ નગરસેવક પદમસિંહ પોતે સવારે પહોંચીને તંત્રને ફોન કરી રહ્યા હતા. મેયર, ડે.મેયર, ચેરમેન શ્રી સાથે હમણાં GJ-18 જિલ્લાના પ્રભારી એવા હર્ષ સંઘવીએ બેઠક કરીને તંત્રને આડે હાથે લઇને પ્રી-મોન્સુનની કામગીરી ઝડપથી કરવા અને પબ્લીકના પ્રશ્નો ઉભા ન થાય તે માટે તાકીદ કરી હતી, પણ હજુ વરસાદ આવ્યો નતી, ત્યારે વરસાદ પહેલાં ભુંગળા લીકનો વરસાદથી પ્રજા ત્રાહીમામ થઇ ગઇ છે. વાતોના વડા, વરસાદમાં ખાઇશું દાલવડા જેથી ચર્ચા કરીને મોન્સુન કી ઐસી કી તૈસી, વિચારનારા ધ્યાન રાખે જેથી ૧૦ ઇંચ વરસાદ પડ્યો એટલે ભુક્કા નીકળી જશે, હજુ સમય છે, ચેતી જાવ, બાકી GJ-18 ની કફોડી સ્થિતિ સર્જાશે તેમાં બે મત નથી.
જયારે ચોમાસુ નજીક આવે ત્યારે તંત્ર પ્રિમોન્સુન પ્લાનના નામે માત્ર ખોદકામ કરી મૂકી દે છે. જેની સામે જનતાને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. GJ-18 ખાડાવાદ બનતા વાર નહિ લાગે કારણ કે ઠેર ઠેર ખોદકામ કરીને બેઠેલું તંત્ર જાહેર ચેતવણીના બોર્ડ લગાવીને સંતોષ માની રહ્યું છે. GJ-18 નાં ૧૨થી વધુ રસ્તાઓની હાલત વણસી છે. જયારે ચોમાસુ નજીક આવે ત્યારે તંત્ર પ્રિમોન્સુન પ્લાનના નામે માત્ર ખોદકામ કરી મૂકી દે છે. જેની સામે જનતાને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે તંત્ર માત્ર દિલાસો આપી જનતાને મૂર્ખ બનાવે છે. GJ-18 ની પ્રિ મોન્સૂન ની કામગીરીને લઈને શહેરીજનોમાં પણ રોષ જાેવા મળી રહ્યો છે. સ્થાનિકોમાં કહેવા અનુસાર ઘણા રોડ છેલ્લા ૨ મહિનાથી વધારે સમય થઈ ગયો છે અને આ રોડ આ પરિસ્થિતિમાં જ છે. અહીંથી પસાર થઈએ ત્યારે મુશ્કેલી પડે છે ધૂળની ડમરીઓ જ ઊડતી મળે છે. જેના કારણે વાહન ચાલકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો બીજી બાજુ ચોમાસાને લઈને તંત્ર સજ્જ હોવાના બણગાં ફૂંકવા માં આવે છે પણ પ્રિમોન્સૂન કામગીરી પૂર્ણ ન કરી શકનાર GJ-18 બેરિકેટ કરીને લોકોને ચેતવણી રહ્યું છે. જાે કે શહેરના ૧૨ રોડ બેસી જાય તેવી સ્થિતિ છે.
ઘણી જ જગ્યાએ રોડ બંધ કરી દીધો છે, આખે આખો રોડ ચારેય બાજુ થી કોર્ડન કરીને સાવધાન બોર્ડ લગાવી દીધા છે. ખોદકામ વાળા રોડ પર બેરિકેટિંગ કરીને શહેરીજનોને ચેતવણી આપવામાં આવી છે. ભારે વરસાદને લીધે જાે પાણી ભરાયા તો રોડ બેસી જાય તેવી સ્થિતિ છે. શહેરમાં અનેક જગ્યાઓ પર એક પ્રિમોન્સૂનના નામે ખોદકામ કરવામાં આવ્યુ હતું અને હવે તે જ જગ્યાઓ પર જાહેર ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા છે. વધુમાં અનેક સેક્ટરોમાં પ્રિ-મોન્સુનની કામગીરીમાં જ્યાં ખોદકામ થયું છે, ત્યાં પુરાણ કરવામાં ધબડકા જ વાળ્યા છે, ત્યારે આવનારા દિવસોમાં મનપાના માથે ગંદકી, કિચ્ચડનું ઠીકરૂ ફૂટવાનું જ છે, તેમાં બેમત નથી, ચેતી જાવ, અત્યારે પાણીની, ગટરની જે લાઇનો નાંખવામાં આવીરહી છે, તેમાં સે-૨૮,૨૯ માં ૮ ફૂટ નીચે અને મુખ્ય ખટર ૧૦ ફૂટ જેથી પાણી જશે કેવી રીતે? પાણી બેક મારશે, અનએ થોડા દિવસો બાદ ફરીથી કોદકામ શરૂ કરાવવું પડશે, ત્યારે આડેધડ મનપા દ્વારા ચાલતી કામગીરીથી નગરજનો પણ પરેશાન થઇ ગયા છે. ત્યારે મેયર, ડે.મેયર, ચેરમેનશ્રી જાગો ભાઇ જાગો, પ્રજાના પ્રશ્નોને ભગાવો…
ગાંધીનગરનું સેક્ટર ૩૦ પહેલા વરસાદમાં કીચડનગર બન્યું. ઠેર ઠેર ગંદકી અને કાદવ જાેવા મળ્યો. વાહન ચાલકો અને તેમાં પણ ખાસ કરીને દ્વિ ચક્રી વાહન ચલાવવું સેક્ટર ૩૦ માં એક મુસીબત ભરી બાબત બની ગઈ છે. સેક્ટર ૩૦ માં ઠેર ઠેર પાણી ભરાયા છે. અને કાદવના કારણે દ્વિ ચક્રી વાહન સ્લીપ થઈ જવાનો સતત ડર રહે છે. સેક્ટર ૩૦નો હાલ કોઈ પણ રસ્તો એવો નથી કે જ્યાં કાદવના ભોરિંગ ન હોય. રાહદારીઓ માટે પણ રસ્તો રહ્યો નથી સડક પર ચાલનારા લોકોના કપડાં પર પણ કાદવ ચોંટે છે. જે લોકો ઘરમાં છે તે લોકો ઘરની બહાર નીકળી શકતાં નથી અને જે લોકો સેક્ટર ૩૦ની બહાર છે તે લોકો સેક્ટર ૩૦માં પ્રવેશી શકતાં નથી. હવામાન ખાતાએ પહેલેથી જ આગાહી કરી દીધી હતી તો પછી કોર્પોરેશને વરસાદના પાંચ દિવસ પહેલા આટલાં મોટા સ્તર પર સેક્ટર ૩૦ માં ખોદકામ કેવી રીતે કરાવ્યું. કોર્પોરેશન અને કોન્ટ્રાકટરોની કામગીરી પર અનેક સવાલો ઉભા થાય છે.