રાજ્યના કેબિનેટ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી પોતાની આગવી કાર્યશૈલીથી હંમેશા લોકોમાં ચર્ચામાં રહ્યા છે ,ત્યારે પ્રવેશોત્સવના કાર્યક્રમ ના બીજા દિવસે કેબિનેટ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી એ વડોદરાની વોર્ડ નંબર ૧૫ કવિ પ્રેમાનંદ સ્કૂલ ની મુલાકાત લીધેલ. આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા તેમનું ખંજરી અને બેન્ડના તાલે ભાવભીનું સ્વાગત કરવામાં આવેલ. ત્યાં આગળ સ્કુલે જઈ ને શાળાના પ્રિન્સિપાલ પાસેથી કેબિનેટ મંત્રી એ શાળામાં હાજર ગેરહાજર વિદ્યાર્થીઓ ની માહિતી મેળવતા શાળામાં તન્વી વાઘેલા નામની એક બાળકી ગેરહાજર હોવાનું માલૂમ પડેલ.ત્યારબાદ એ બાળકી ક્યાં રહે છે તે જાણીને આ બાળકીની ભવિષ્યની ચિંતા કરીને પોતે પગપાળા બાળક ના ઘેર તેડવા જાય છે.કોઈ કેબિનેટ મંત્રી આ રીતે કોઈ ગેરહાજર બાળકના શિક્ષણ ની ચિંતા કરીને તેમના ઘરે પગપાળા જતા હોય એવો પ્રથમ કિસ્સો છે.જ્યારે આ બાબતે તેઓને પૂછવામાં આવ્યું ત્યારે હંમેશા જનતાની સેવા કરતા એવા કેબિનેટ મંત્રીએ જણાવ્યું કે બાળક એ ભારતનું ભવિષ્ય છે અને દેશની ચિંતા કરવી એ મારી ફરજ છે અને મારી ફરજના ભાગરૂપે મે કરેલ છે, તેમાં કશું જ આશ્ચર્ય જેવું નથી. આશ્ચર્યની બાબત એ છે કે પોતે પગપાળા ચાલી ને દીકરી ને લેવા માટે જાય છે અને દીકરી માટે શાળાએ જવા માટે સ્પેશિયલ ગાડી મંગાવી, આ પરથી કન્યાઓ માટે નો તેમાં અનહદ આદર અને દીકરીઓ ના અભ્યાસની ચિંતા દેખાઈ આવે છે. તેમના જણાવ્યા મુજબ બેટી બચાવો, સ્ત્રી સશક્તિકરણ જેવી યોજનાઓ દ્વારા આ શક્ય બન્યું છે.એક સમય એવો હતો જ્યારે બાળકો શાળાએ જતા ત્યારે રડતાં જ્યારે આજે બાળકો ખુશખુશાલ શાળાઓમાં નજરે પડે છે. કવિ શ્રી પ્રેમાનંદ શાળા માં ૫૯૭ બાળકો અભ્યાસ કરે છે અને ૮૬-૮૭ નવા બાળકોનું નામાંકન થયું હતું.ત્યારે એક દીકરી શાળાને શાળામાં આવવામાં મોડું થતાં તેમનું હૃદય કકળી ઉઠ્યું હતું. તેમના કહેવા મુજબ શાળામાં મોડું ન થવું જાેઈએ. શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સમયસર શાળામાં આવવું જાેઈએ.શિક્ષણ વગરનું જીવન અંધકારમય છે. દરેકને નિ ઃશુલ્ક શિક્ષણ મળવું જાેઈએ અને આ માટે સરકારે હજારો શિક્ષકોની ભરતી કરી છે. તેમજ હાલ સ્કૂલમાં ડ્રોપ આઉટ રેશિયો ૧.૩ જેટલો સામાન્ય ગણી શકાય.