સરકારે અગ્નિપથ યોજના દ્વારા સેના જેવી ગૌરવબંધી નોકરીનું દુષ્કૃત્ય કર્યું છે : વિશ્વનાથસિંહ વાઘેલા
અમદાવાદ
અખિલ ભારતીય યુવક કૉંગ્રેસના મીડિયા ડિપાર્ટમેન્ટ નાં ચેરમેન રાહુલ રાવે જણાવ્યું હતું કે તાજેતરમાં સરકારે અગ્નિપથ યોજના લોન્ચ કરી હતી.જેને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. ત્યારે તેના વિરોધમાં કોંગ્રેસ પણ ઉતરી છે. કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે અખિલ ભારતીય યુવક કોંગ્રેસે અગ્નિપથ યોજનાને લઇ સરકારને આડે હાથ લીધી હતી. કોંગ્રેસ અગ્નિપથને લઈ આંદોલન કરશે.રસ્તા પર ઉતરી આંદોલન કરવામાં આવશે. ઉપરાંત વડાપ્રધાન મોદીના ૧૭ સપ્ટેમ્બર જન્મદિને 1 લાખ બેરોજગાર પોસ્ટકાર્ડ લખીને મોકલશે.
અગ્નિપથ યોજનાએ દેશના સૈનિકોના સ્વાભિમાન ને ચોટ પહોંચાડી છે.આ યોજનામાં સેનામાં ભરતી ચાર વર્ષે થશે.પ્રતામ વર્ષે અલગ અને ચોથા વર્ષે અલગ પગાર થશે.ઉપરાંત સ્વાસ્થય સંબંધિત સેવા, પેન્શન નહિ મળે અને કેન ટીન સ્ટોર ડિપાર્ટમેન્ટ ( CSD) સસ્તું અનાજ, દાળ, ચોખા ની સુવિધા પણ મળશે નહિ. સડકથી લઈ સંસદ સુધી આ યોજનાનો વિરોધ કરીશું.
આ અગ્નિપથ યોજના પાછી લેવા કૉંગ્રેસની માંગ છે. રાવે વધુમાં જણાવ્યું હતું કે ભાજપના વાયદા મુજબ દર વર્ષે ૨ કરોડ રોજગાર સામે લોકો બેરોજગાર બન્યા છે.ગુજરાતમાં બેરોજગારી ચરમ સીમા પર છે.ગુજરાત માંગે રોજગાર આંદોલન નો અવાજ ૧૭ જિલ્લાઓમાં કૉંગ્રેસ કરી ચૂકી છે.
ગુજરાત યુથ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે વર્ષ ૨ કરોડ રોજગારીના ભાજના વાયદા સામે એટલે કે અત્યારે ૮ વર્ષમાં ૧૬ કરોડ રોજગારી આપવાની સામે પોઇન્ટ ૧ ટકો રોજગારી પણ મળી નથી.હવે ગુજરાતના યુવાનો પૂછે છે રોજગાર ક્યાં છે ? ગુજરાત માંગે રોજગાર અભિયાન ને લઇ કૉંગ્રેસ શ્રમ અને રોજગાર નાં લગભગ ૧૭ જિલ્લામાં વિભાગ ને પૂછ્યું કે રોજગાર કેટલો ? કંપનીઓ કેટલી ? સ્થાનિક રોજગાર કેટલો ? જેના આંકડા સરકાર સાચા આપતી નથી.સેના જેવી ગૌરવબંધી નોકરીનું સરકારે આ યોજના દ્વારા દુષ્કૃત્ય કર્યું છે.જેની સામે કૉંગ્રેસને વાંધો છે જ્યાં સુધી આ અગ્નિપથ યોજના પાછી નહિ લેવાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે.
સરકારની કોન્ટ્રાક્ટ પર ભરતી કરીને રોજગારીનાં અધિકાર પર તરાપ : મનિષ દોશી
અધ્યાપકોની ભરતી કોન્ટ્રાક્ટ પર કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા મનીષ દોશીએ કહ્યું હતું કે ભાજપ સરકાર કોન્ટ્રાક્ટ પર ભરતી કરીને રોજગારીનાં અધિકાર પર તરાપ મારી રહી છે. યુનિવર્સિટી, કોલેજોમાં લેકચરરની નિમણૂંક કોન્ટ્રાક્ટ પર કરવા જઈ રહી છે. દસ-પંદર વર્ષથી જગ્યા ખાલી છે જે કોન્ટ્રાક્ટ પર ભરવામાં આવશે. નર્મદા યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેકચરરની કોન્ટ્રાક્ટ પર ભરતી કરવામાં આવી છે.