145મી રથયાત્રામાં લોખંડી સુરક્ષા ગોઠવાશે :  જવાનો બોડીવોર્ન કેમેરાથી રથયાત્રાના રૂટ પર નજર રાખશે : DGP આશિષ ભાટિયા

Spread the love

DGP આશિષ ભાટિયા

અમદાવાદ

રથયાત્રાના બંદોબસ્ત મુદ્દે DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, 145મી રથયાત્રામાં લોખંડી સુરક્ષા ગોઠવાશે. જેમાં સ્થાનિક પોલીસ, SRP, હોમ ગાર્ડ, પેરા મિલિટરીની ફોર્સ તૈનાત રહેશે. આ ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર ખાસ વોચ રાખવામાં આવશે.19 કિમીની રથયાત્રામાં 3 રથ અને 101 ટ્રક જોડાશે. જેને લઈ RTO, મનપા, ST તમામનો સહકાર લેવામાં આવ્યો છે. ટ્રાફિક ડાયવર્ઝનની માહિતી પણ જાહેર કરવામાં આવી છે. રથયાત્રામાં જવાનો બોડીવોર્ન કેમેરાથી રથયાત્રાના રૂટ પર નજર રાખશે. સાયબર પોલીસનો સોશિયલ મીડિયા સેલ પણ એક્ટિવ હશે. રથયાત્રામાં સ્થાનિક પોલીસ, SRP, હોમ ગાર્ડ, પેરા મિલિટરી ફોર્સ તૈનાત રહેશે.

રથયાત્રાના સુરક્ષા બંદોબસ્તને આખરી ઓપ આપી દેવાયો છે. કોઇ પણ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ત્રણ સ્તરનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સેન્ટ્રલ સિક્યુરfટી ફોર્સે અત્યારથી જ શહેરના સંવેદનશીલ વિસ્તારનો મોરચો સંભાળી લીધો છે. જમીની સ્તરથી માંડી આકાશી સુરક્ષાની પણ તૈયારી કરી લેવામાં આવી છે. રાજ્ય પોલીસ વડાએ સુરક્ષાની સમિક્ષા બેઠક યોજી હતી. રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે તમામ વ્યવસ્થા ગોઠવાઇ ગઇ છે. આ વર્ષે સૌથી વધુ ટેકનોલોજીના ઉપયોગ કરવામાં આવ્યો છે. ડ્રોન સર્વેલન્સ પણ શરૂ કરાયું છે. હવાઈ સર્વેલન્સથી ઊંચી ઈમારત અને રથ પહોંચે તે તમામ વિસ્તારનું માઈક્રો ઓબ્ઝર્વેશન કરવામાં આવશે. સ્પેશિયલ ટીઝર ગનનો ઉપયોગ કરવામાં આવશે. અમદાવાદ સાથે રાજ્યભરમાં નીકળતી 180 રથયાત્રાના બંદોબસ્તની સુરક્ષા સમિક્ષા પણ કરી લેવામાં આવી છે.સાયબર ક્રાઈમ, સીઆઈડી ક્રાઈમનું સાયબર યુનિટ વગેરે ટીમો સોશિયલ મીડિયા પર સતત નજર રાખી રહી છે. જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં.

રથયાત્રાનો બંદોબસ્ત

1) IG/DIG – 9

2) SP/DCP – 36

3) ASP/ACP – 86

4) PI – 230

5) PSI – 650

6) ASI/HC/PC/LR – 11800

7) SRP – 19 કંપની (1330 પોલીસ જવાનો)

8) CAPF/RAF કંપની – 22 (1540 પોલીસજવાનો)

9) હોમગાર્ડ – 5725

10) BDDS ટીમ – 9

11) ડોગ સ્ક્વોડ – 13 ટિમો

12) ATS ટીમ 1

13) માઉન્ટેડ પોલીસ – 70

14) નેત્ર ડ્રોન કેમેરા – 4

15) ટ્રેસર ગન – 25

16) મોબાઈલ કમાન્ડ કંટ્રોલ વ્હિકલ કાર – 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com