નરોડા સ્મશાનગૃહથી વિંઝોલ વહેળા સુધીની ખારીકટ કેનાલનું ૧૨૦૦ કરોડના ખર્ચે બે વર્ષમાં નવીનીકરણ થશે

Spread the love

 

૧૫મી ઓગસ્ટ પછી ભૂમિપૂજન કરવામાં આવશે.અલગ અલગ પાંચ કોન્ટ્રાકટરોને ટેન્ડર દ્વારા કોન્ટ્રાક્ટ આપવામા આવશે : ૧૨૦૦ કરોડમાંથી ખર્ચનાં ૫૦% પૈકી રૂા.૬૦૦ કરોડ ગુજરાત સરકારનાં સિંચાઇ ખાતા દ્વારા ફાળવવાની થાય છે. ૪૫૫ કરોડ વલ્ડબેંકની ગ્રાંટમાંથી અને બાકી રહેતી રકમ અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા અન્ય ગ્રાન્ટમાંથી કરવાની થશે.

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર કિરીટ પરમાર, ડે.મેયર ગીતાબેન પટેલ , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ , અને ધર્મેન્દ્ર શાહની અદ્યક્ષતામાં મળેલી પત્રકાર પરિષદમાં વોટર સુઅરેજનાં ચેરમેન જતીન પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલ દક્ષિણ, પુર્વ તેમજ ઉતર ઝોનનાં વિસ્તારોને સાંકળતી ખારીકટ કેનાલ પસાર થાય છે.નરોડા સ્મશાનગૃહ થી વિંઝલ વહેળા સુધીની ખારીકટ કેનાલનું પ્રથમ વખત ૧૨૦૦ કરોડના ખર્ચે બે વર્ષમાં નવીનીકરણ થશે.૧૫મી ઓગસ્ટ પછી ભૂમિપૂજન કરવામાં આવશે.અલગ અલગ પાંચ કોન્ટ્રાકટરોને ટેન્ડર દ્વારા કોન્ટ્રાક્ટ આપવામા આવશે.ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટ માટે અંદાજીત ખર્ચ રૂા.૧૨૦૦ કરોડ આંકવામાં આવેલ છે અને તે ખર્ચનાં ૫૦% પૈકી રૂા.૬૦૦ કરોડ ગુજરાત સરકારનાં સિંચાઇ ખાતા દ્વારા ફાળવવાની થાય છે. ૪૫૫ કરોડ વલ્ડબેંકની ગ્રાંટમાંથી અને બાકી રહેતી રકમ અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા અન્ય ગ્રાન્ટમાંથી કરવાની થશે.જુલાઈના અંત સુધીમાં ટેન્ડર પ્રક્રિયા પૂરી કરાશે.

વધુ માહિતી આપતા પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નરોડા સ્મશાન ગૃહ થી વિંઝોલ વહેળા સુધીની આશરે ૧૨૭૯૦ મીટર લાંબી કેનાલને વિકાસ કરી પ્રિકાસ્ટ બોક્ષ (૨ નંગ ૨.૬૦ મી. X ૨.૬૦ મી ) કેનાલ અને આર.સી.સી. સ્ટ્રોમ વોટર બોક્ષ (૨ નંગ ૬.૦૦ મી. X ૩.૩૦ મી ) તેમજ ડ્રેનેજનાં પાણીનાં નિકાલ માટે પાઈપ લાઈન નાંખવા તેમજ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વધારવા કેનાલ ઉપર રોડ અને સ્ટ્રીટ લાઇટ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.

કેનાલની જગ્યાએ શહેરને ખાસ જરૂરી એવી અન્ડરગ્રાઉન્ડ સ્ટોર્મ વોટર લાઇનની તેમજ ડ્રેનેજ લાઇનની કનેક્ટીવીટી કરી શકાય તેમ છે તેમજ કેનાલની આજુબાજુની જમીનને લેવલે લાવી રોડ નેટવર્ક પણ ઉભું કરી શકાશે. કેનાલની આજુબાજુની સોસાયટીઓ કેનાલથી નિચાણમાં હોવાથી સદર નીચાણવાળી સોસાયટીમાં ભરાતા વરસાદી પાણીનો ઝડપથી નિકાલ કરી શકાશે. અને જો કોઈ ગેરકાયદેસર પાણી ની લાઈન હશે તો પૈસા ભરાવી કાયદેસર કરાશે. કેનાલ નરોડા, નોબલનગર, ઓઢવ, નિકોલ, ક્રિશ્નાનગર, ઠક્કરબાપાનગર, વિરાટનગર, અર્બુદાનગર, ઈન્ચ્યુરી જેવા વોર્ડમાંથી પસાર થાય છે. જેથી સદર વોર્ડમાં કેનાલની આસપાસની સોસાયટીઓ નીચાણમાં હોવાથી હયાત ડ્રેનેજ લાઇનનાં લેવલની આપેલમાં જોડાણ કરી શકાતું નથી. જેથી ડ્રેનેજ ઓવરફ્લો ની સમસ્યા વધુ રહે છે. જેનો મહદ્ અંશે નિકાલ કરી શકાશે સુચિત દરખાસ્તને કારણે કેનાલની મોટી જગ્યાનો ઉપયોગ સીવેજ લાઇન, સ્ટોર્મ વોટર લાઇન અને રોડ નેટવર્ક નાંખી કેનાલની આજુબાજુના રહેણાંકોને નડતા સીવેજલો ઉભરાવાના, કેનાલમાં થતી ગંદકીના તેમજ વરસાદી પાણીના નિકાલમાં થતાં વિલંબના પ્રશ્નો હલ કરી શકાશે . ગીચ વિસ્તારમાં રોડ નેટવર્ક ઉભું કરી શકાશે. રોડ બનાવવાથી કેનાલની બંને બાજુની ટ્રાન્સપોર્ટ કનેક્ટીવીટી વધશે.

ખારીકટ કેનાલ નવીનીકરણ નીચે મુજબનાં મુખ્ય ભાગોમાં કરવામાં આવશે.

(૧) સિંચાઇ માટે પ્રીકાસ્ટ બોક્ષની કેનાલ, વરસાદી પાણીનાં વહન માટે આર.સી.સી.સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બોલ બનાવવાનું કામ ગુજરાત સરકારનાં સિંચાઇ વિભાગનાં માપદંડ મુજબ ૭૩.૬૩ ક્યુબીક મીટર પ્રતિ સેકન્ડ પાણી વહન કરી શકે તેવી નરોડા સ્મશાનથી વિંઝોલ સુધીની પ્રિકાસ્ટ બોક્ષની કેનાલ અને કેનાલના બંને બાજુ આર.સી.સી. સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બોક્ષ નાંખવામાં આવશે.

(૨) સ્ટ્રીટ લાઇટ નાખવાનું કામ રાત્રી દરમીયાન જરુરી પ્રકાશ મળી રહે તેવી રીતે કેનાલનાં રસ્તા પર સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવશે.

(૩) પાણીની લાઇન નાંખવાનું કામ કેનાલને બંને કાંઠે જરુરીયાત મુજબની પાણીની પાઇપ લાઇન નાંખવામાં આવશે.

(૪)ડ્રેનેજ લાઈન નાંખવાનું કામ કેનાલને બંને કાંઠે જરુરીયાત મુજબની વહન ક્ષમતાવાળી ડ્રેનેજની લાઇન નાંખવામાં આવશે.

(૫) વરસાદી પાણીનાં વહન માટે સ્ટ્રોમ વોટર ની તથા યુટીલીટી ક્રોસીંગ પાઈપ એક્ષટેન્સન કરવામાં આવશે

(૬) મેગા લાઇનનું શીફ્ટીંગ કરવું કેનાલની અંદર આવતી જી.આઇ.ડી.સી. મેગા લાઇનને શીફ્ટીંગ કરી પાઇપ લાઈન નાખવામાં આવશે.

(૭) હયાત યુટીલીટી શીફ્ટીંગ કરવામાં આવશે. (૮) રોડ બનાવવાનું કામ કેનાલની બંને બાજુની ટ્રાન્સપોર્ટ કનેક્ટીવીટી વધારવા કેનાલની ઉપર ૩૦ મીટરનો ડામર રોડ બનાવવામાં આવશે જેથી કેનાલની આજુબાજુમાં રહેતાં રહેવાસીઓને રોડની સુવિધા મળશે અને મુખ્ય રોડ ઉપર ટ્રાફીકનું ભારણ ઘટશે.

બાંધકામની પધ્ધતિ

હાલની ખારીકટ કેનાલનો ઉપયોગ ખરીફ અને રવિ પાક માટે થાય છે. તેથી કેનાલને બંધ કરવાનો સમયગાળો ૩(ત્રણ) માસ જેટલો મળશે. સદર કામગીરી કરવા માટે લાંબો સમયગાળો જરુરી છે. આથી તબક્કાવાર કામગીરી કરવામાં આવશે.

• જી.આઇ.ડી.સી. મેગા લાઇન જેવી લાઇનોનું શીફટીંગ પ્રથમ કરવામાં આવશે.

• ડાઉન સ્ટ્રીમથી અપ સ્ટ્રીમ તરફ કેનાલ વિભાગ અને વરસાદી પાણીનું કામ કરવા માટે જેમજેમ કામ કરવાનો સમયગાળો ઉપલબ્ધ થશે તેમતેમ કરવામાં આવશે.

• કેનાલ વિભાગ અને વરસાદી પાણીનું કામ પૂર્ણ થયાબાદ બીજી યુટીલીટી અને રોડની કામગીરી તથા સ્ટ્રીટ લાઇટ નાખવાનું કામ પૂર્ણ કરવામાં આવશે.

પાંચ પેકેજમાં વિભાજત કરી ટેન્ડર બનાવવામાં આવેલ છે જે નીચે મુજબ છે.

૧) પેકેજ-૧, ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટ, નરોડા સ્મશાન ગૃહ થી(ચેઇનેજ ૦ – ચેઇનેજ ૨૫૦૦) ૨કમ

રૂ.૨૩૫ કરોડ

૨) પેકેજ-૨, ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટ (ચેઇનેજ ૨૫૦૦- ચેઇનેજ ૫૦૦૦) ૨કમ રૂા. ૨૩૦ કરોડ .

૩) પેકેજ-૩, ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટ (ચેઇનેજ ૫૦૦૦- ચેઇનેજ ૭૬૦૦) ૨કમ રૂા.૨૪૧ કરોડ.

૪) પેકેજ-૪, ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટ (ચેઇનેજ ૭૬૦૦- ચેઇનેજ ૧૦૦૫૦) ૨કમ રૂા.૨૩૨ કરોડ.

૫) પેકેજ-૫, ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટ (ચેઇનેજ ૧૦૦૫૦ – ચેઇનેજ ૧૨૭૫૦) ૨કમ રૂા.૨૫૪ કરોડ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com