ગુજરાતમાં વિકાસના કામો કેમ અટક્યા છે નીતિન પટેલે આપ્યું આ કારણ

Spread the love

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે ગૃહમાં જણાવ્યું હતું કે, અમારી સરકાર ગતિશીલ છે અને ગતિશીલ રહેવાની જ છે. રાજ્યના વિકાસ કામોમાં સ્થગિતતા છે તે લોકસભા ચૂંટણીની આચારસંહિતા, ચોમાસુ તથા કમોસમી વરસાદને લીધે હતી તે કામો હવે યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે જે કામો માર્ચ સુધીમાં પૂર્ણ કરવાનું અમારૂ આયોજન છે.

આજે વિધાનસભા ખાતે લીલીયા અને સાવરકુંડલા તાલુકાના રસ્તાના કામના પ્રશ્નના પ્રત્યુત્તરમાં નાયબ મુખ્યમંત્રીએ ઉમર્યું કે, માર્ગ-મકાન વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લા, તાલુકા, ગામડાં અને નેશનલ હાઇવે, ગરનાળા, મોટા ઓવરબ્રીજ, ફલાય ઓવરબ્રીજનાં કામો હાથ ધરાઇ રહ્યા છે. વિકાસ કામોમાં ટેકનોલોજીના ઉપયોગને કારણે ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાય છે અને ભાવો ઓછા આવે છે. જે પારદર્શિતાને લીધે હરીફાઇ વધી છે અને ગુણવત્તાલક્ષી કામો હાથ ધરાયા છે. માર્ગ મકાન વિભાગમાં પૂરતું માનવબળ મળી રહે એ માટે સેકશન ઓફિસર અને નાયબ સેકશન ઓફસરની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ છે. તેમના દસ્તાવેજ ચકાસણી કામગીરી ચાલી રહી છે જેની માર્ચ-2020 સુધી નિમણૂકો પણ આપી દેવાશે એ જ રીતે 285 મદદનીશ ઇજનેર, 85 ડેપ્યટી એન્જિનિયરની નિમણૂકો માટેની પ્રક્રિયા પણ હાથ ધરાઇ છે જે સત્વરે પૂર્ણ કરીને નિમણૂકો અપાશે.

તેમણે ઉમેર્યુ કે, ગ્રામ્યસ્તરે છેવાડાના માનવીને માર્ગ સુવિધા પૂરી પાડવા માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના કાર્યાન્વિત કરી છે જેના પરિણામે ખેડૂતોની જમીનના ભાવો ઊંચા આવ્યા છે તથા ઉત્પાદન થયલા પાકોના બજારભાવ પણ ઊંચા આવ્યા છે. અમરેલી જિલ્લામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.189 કરોડના ખર્ચે 177 કામો હાથ ધરાયાં છે, તે પકી 60 કામો પૂર્ણ કરાયા છે, 45 કામો પ્રગતિમાં છે, 72 કામો સત્વરે હાથ ધરીને પૂર્ણ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com