અમદાવાદ
આજે અમદાવાદના જગન્નાથજી મંદિરમાં સંધ્યાએ વિધાનસભાના સ્પીકર ડૉ. નીમાબેન આચાર્ય, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ , ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત વરિષ્ઠ આગેવાનોની સહઉપસ્થિતિમાં રણછોડરાયજીની મહાઆરતી કરીને રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારી અને સલામતી માટે પ્રાર્થના કરી.
ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાની પૂર્વ સંધ્યાએ અમદાવાદ જગન્નાથ મંદિરમાં મહા આરતી કરવામાં આવી હતી. આ આરતી સમયે બેહનોએ માથા પર ઘડામાં દીવ રાખી ગરબો ગાઈ ભાગ લીધો હતો. પ્રથા પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રી દર વર્ષે આરતી કરતા હોય છે, પરંતુ રાજ્યના મુખ્યમંત્રી કોરોના સંક્રમિત હોવાના કારણે તેમના પ્રતિનિધિત્વ તરીકે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મહાઆરતી કરી હતી. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ મહાઆરતીનો લાભ લીધો હતો. આ શુભ પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ વાઘેલા , ધર્મેન્દ્ર શાહ,ભારત બારોટ, સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમયે પોલીસ ઓફિસરોમાં પ્રેમવીર સિંહ , મયંકસિંહ ચાવડા, રાજેન્દ્ર અંસારી સહિત અન્ય ઓફિસરો હાજર રહ્યા હતા.
મંદીરના પ્રાંગણમાં ભાવિકભક્તોએ દર્શન અને પ્રસાદ નો લાભ લીધો હતો. અને મંદિરની બહાર હાથીઓને શણગારવામાં આવ્યા હતા. મંદિરને પણ ઝગમગ રોશની થી સુશોભિત કરવામાં આવ્યું હતું. આવતીકાલે વહેલી સવારે ચાર વાગ્યે અમિત શાહ મંગળા આરતીમાં ભાગ લેશે. પહિંદવિધિ બાદ રથયાત્રા 07.05 વાગ્યે નીજ મંદિરેથી નીકળીને Amc દ્વારા સ્વાગતવિધી પૂર્ણ કરીને રાત્રે 8.30 વાગ્યે નીજ મંદિરે પરત ફરશે. લાખો ભાવિક ભક્તો આ રથયાત્રામાં જોડાશે, પરંતુ આકર્ષણનું કેન્દ્ર મુખ્ય રાજકીય અતિથિઓ અને સાધુસંતો રહેશે.