દેશમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારે મહિલાઓ માટે આરક્ષણ આપ્યું હોય તેમ લોકસભા, વિધાનસભા, નગરપાલિકાથી લઈને ગ્રામપંચાયત સુધી આરક્ષણ આપ્યું છે. પણ આજે ૭૦ ટકા મહિલાઓએ ઓફિસ કે કાર્યાલય ચૂંટાયા બાદ મીટીંગ અગાયજા હોય ત્યારે જ જોયું છે, ત્યારે બધા મોટા ભાગના લેવડ-દેવડના વહીવટી પતીયોજ કરતા હોય છે, ત્યારે આ સ્થિતિ મોટાભાગની નગરપાલિકાઓમાં છે. ત્યારે આવો જ કિસ્સો સુરતમાં નગરસેવકના પતિ 50 હજારની લાંચમાં આબાદ રીતે સકેજામા આવીગયા છે. સુરત કોર્પોરેશનમાં લાંચ આપી કામ કઢાવવાની બાબત સામાન્ય બની ગઈ છે. ઘણી વાર આવા કિસ્સા સામે આવ્યા છે. હાલ બાબત એવી સામે આવી છે કે સુરતના કોર્પેરેટર તો ઠીક પણ પોતાના પતિને પણ પોતાની સાથે આ ધંધામાં જોડી દીધો હતો. કોર્પોરેટર અને તેના પતિ બંને જોકે હવે એસીબીના હાથમાં છે. તેમણે એક બાંધકામને તોડી ન નાખવાની કામગીરી માટે રૂપિયા 1 લાખની લાંચ માગી હતી પરંતુ 50 હજારમાં પતાવટ થઈ હતી. આખરે બંનેની આ કાળી કરતુતો લોકોને સામે આવી ગઈ હતી.
બાબત એવી બની કે આ ઘટનામાં એસીબીમાં ફરિયાદ કરનાર વ્યક્તિને વેચાણ દસ્તાવેજ થી પ્લોટ નં. 29 અને 32 ખરીદ્યા હતા જેમાં પરવાનગી લઈને બાંધાકામ કર્યું હતું. આ બાંધકામ ગેરકાયદે હોવાની આક્ષેપ વાળી અરજી કોર્પોરેટરે (કપિલાબેન પલ્કેશભાઇ પટેલ, ઉધના-ભાઠેના વોર્ડ નં. ૧૮ ના કોર્પોરેટર એસ.એમ.સી. ) કરીને સુરત મ્યૂનિ. કમિશનરને કરી હતી. જેથી બાંધકામ ન તોડવાની આગળની કાર્યવાહી ન કરવા માટે કોર્પોરેટર અને તેના પતિએ રૂ. 1 લાખની લાંચ માગી હતી. જોકે ભારે રકઝક કર્યા પછી 50,000માં મામલો રફેદફે કરવાની વાત પહોંચી. આખરે તેમણે એસીબીને આ બાબત જણાવતા સુરતમાં આજે છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં લાંચ લેતા તેનો પતિ પલ્કેશ પટેલ એસીબીમાં રંગેહાથે પકડાયા હતા. આ ઉપરાંત આ કેસમાં હિતેશભાઇ મનુભાઇ પટેલ, (ખાનગી વ્યક્તિ) રહે. સી/૪, શાલીગ્રામ હાઇટસ્, અલથાણના એક શખ્સની પણ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે લાંચની રકમ પણ પુરી રીકવર કરી હતી.