ભ્રષ્ટાચાર હવે દેશ દુનિયામાં દિવસે ને દિવસે વધી રહ્યો છે. મોટાભાગના ભ્રષ્ટાચાર પાછળ નેતાઓ નો જ હાથ હોય છે. આપણા દેશમાં પણ કરોડોનું કૌભાંડ કરીને ખુલ્લેઆમ ફરતા રાજનેતાઓ આપણે જોયા જ છે ને? જેની પાસે એક સમયે બે ટંકના જમવાના પણ પૈસા ના હોય એવા લોકો રાજનીતિમાં આવીને કરોડોની સંપત્તિના વારસદાર પણ બની ગયા ના પુરાવા આપણા દેશમાંથી મળી આવે છે. ત્યારે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે. ચીન ના એક પૂર્વ મેયરના ઘરની અંદરથી એટલું સોનુ મળી આવ્યું જેટલું સોનુ આપણા ભારતના કોઈ મોટા શો રૂમની અંદર પણ તમને જોવા નહિ મળે. ચીનના ડનઝોઉ વિસ્તારના 57 વર્ષીય પૂર્વ મેયર ઝાંગ ક્યૂના ઘરમાં પોલીસે દરોડા પાડતા ખુબ જ મોટી માત્રામાં સોનુ મળી આવ્યું હતું. આ સોનાનું વજન 13.5 ટન એટલે કે 11793.4 કિલોગ્રામ જેટલું સોનુ મળી આવ્યું હતું. જેની કિંમત કરોડોમાં નહિ પણ અરબોમાં થાય છે. આ મેયરનું ઘર હજાર એકડ કરતા પણ વધુ વિસ્તારમાં ફેલાયેલું છે. તેમને આ સોનુ છેલ્લા ઘણા સમયથી પોતાના બેઝમેન્ટમાં છુપાવી રાખ્યું હતું. પોલીસે જયારે દરોડા પાડ્યા ત્યારે તેઓ આ સોનાની ઇંટોને જોઈને ચોંકી ગયા હતા. સોના ઉપરાંત પણ ઘરની અંદરથી મોટા પ્રમાણમાં રોકડ રકમ મળી આવી હતી. ચીનની અંદર ભ્રષ્ટાચાર વિરુદ્ધ ખુબ જ કડક કાયદો છે. ચીનમાં ભ્રષ્ટાચાર કરનાર વ્યક્તિને દેશ છોડીને ભાગી જવાનો અવસર પણ અપાતો નથી અને તરત જ કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે સોનુ મળી આવવાના આ કેશમાં મેયરને ફાંસી પણ થઇ શકવાની શક્યતા છે.