અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે નેશનલ ગેમ્સના આયોજનની તૈયારી : વોટર સ્પોર્ટ્સનું પણ આયોજન

Spread the love

ગુજરાતમાં વોટર સ્પોર્ટ્સની સૌથી સારી તથા આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધા છે : લગભગ 60 થી 70 દેશનાં 1000 થી વધુ ખેલાડીઓ ભાગ લેશે :ગુજરાત સરકાર જો આ રમત માટે ના સાધનો ની વ્યવસ્થા કરશે તો આ જ સ્થળ ઉપર આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા તથા વર્લ્ડ ચેમ્પિયનશિપ નુ પણ આયોજન કરી શકાય તેમ છે :  ભારતીય કાયકિંગના અધ્યક્ષ પ્રશાંત કુશ્વાહા

અમદાવાદ

આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં રોઈન્ગ તથા કાયરિંગ એન્ડ કેનોઇગ ના આયોજનની ચર્ચા કરવામાં આવી હતી .પદાધિકારીઓએ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે નેશનલ ગેમ્સના આયોજન ની તૈયારી માટે મુલાકાત લીધી હતી.

ભારતીય કાયકિંગના અધ્યક્ષ પ્રશાંત કુશ્વાહા

ભારતીય કાયકિંગના અધ્યક્ષ પ્રશાંત કુશ્વાહાએ જણાવ્યું હતું કે ગુજરાત ના અમદાવાદના રિવર ફ્રન્ટ માં અંતરરાષ્ટ્રીય સ્તર કરતા વધુ સારી સવલતો ઉપલબ્ધ છે. સરકાર ધ્વારા જો આ રમત માટે સાધનો ફાળવવામાં આવે તો આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા પણ ફેડરેશન અહીં કરાવી શકે તેમ છે. જેમાં લગભગ 60 થી 70 દેશ નાં 1000 થી વધુ ખેલાડીઓ ભાગ લેશે જેનાથી ફક્ત ખેલ નો વિકાસ નહી પણ બહાર થી આવનાર વ્યક્તિ ધ્વારા આર્થિક વિકાસ પણ થઇ શકે એમ છે.આ વોટર સ્પર્ધામાં 2 કી. મી.નો કોર્સ બનાવવામાં આવશે. જેના માટે સીધી જગ્યા જોઈએ જે રિવરફ્રન્ટ પર આમ તો શક્ય છે.પાણીની અંદર આઠ લાઈન ની ટ્રેક બનશે. જેમાં આઠ બોટ દોડશે. નેશનલ ગેમ્સ ના આયોજન નો ઉદ્દેશ્ય ગુજરાત માં આ બન્ને રમત નો વિકાસ તથા રમત ની ગતિવિધિઓ વર્ષ દરમ્યાન ચાલુ રાખવાનો છે.કુલ ૪૨ ગેમ્સ છે. તેમણે જણાવ્યું કે ગુજરાત સરકાર જો આ રમત માટે ના સાધનો ની વ્યવસ્થા કરશે તો આ જ સ્થળ ઉપર આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા તથા વર્લ્ડ ચેમ્પિયનશિપ નુ પણ આયોજન કરી શકાય તેમ છે. આજે અમે સાધનો માટે સરકારમાં દરખાસ્ત મુકેલી છે.એક થી ૨૦ સીટ સુધીની બોટ આવે છે . એક બોટની આશરે ૫ થી ૧૭ લાખ સુધી ની કિંમત છે.એટલે લગભગ પાંચ કરોડ રૂપિયા સુધીના સાધનોની જરૂર છે.

ડૉ. ભગવતસિંહ વનાર

ડૉ. ભગવતસિંહ વનારે જણાવ્યું હતું કે આગામી સપ્ટેમ્બર ,ઓક્ટોમ્બર 2022 માં યોજાવાની છે.જે બે ભાગમાં યોજાશે.જેમાં અમદાવાદ ,બરોડા , રાજકોટ,સુરત અને ભાવનગરથી ભાગ લેશે.અમદાવાદમાં રિવરફ્રન્ટ સિવાય ૫૦ થી વધારે સ્વિમિંગ પૂલ છે. વોટર પોલોની જેમ કેનોપોલો ગેમ ભારતમાં રમાય છે . પરંતુ દિવાળી બાદ કેનોપોલો ની સ્પર્ધા અમદાવાદમાં ત્રણ દિવસ પછી બરોડા અને સુરતમાં નવી જનરેશન ને એક નવી તાકાત આપવા માટે આ યોજવાનો પ્રયાસ છે. સાધનો માટે સહકાર મળશે તો ગુજરાત માં ભારતીય ટીમ ના કેમ્પ નુ પણ આયોજન કરી શકાય તેમ છે. તથા ગુજરાત ના ખેલાડીઓ ને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી લઇ જઈ શકાય તેમ છે.

આંતરરાષ્ટ્રીય ખેલાડી મિસ. મીર બિલકિશ

આંતરરાષ્ટ્રીય ખેલાડી મિસ. મીર બિલકિશ કે જેઓ 20 થી વધુ દેશો માં રમત તથા મેનેજમેન્ટ ના ભાગ રૂપે જઈ ચુક્યા છે, એમના કેહવા પ્રમાણે રિવર ફ્રન્ટ જેવી સ્પર્ધા માટેની સુવિધા વિદેશ માં પણ નથી. ગુજરાત સરકાર તથા ભારત સરકાર આસોસિએશન ના સહકાર ની સાથે આ રમત ના સાધનો ની વ્યવસ્થા કરે તો ગુજરાત ના યુવાનો ને સરકારી નોકરી તથા આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર રમતનુ સારુ પ્રદર્શન કરી શકે એમ છે.આપણે એશિયા અને વર્લ્ડ ઓલિમ્પિક જેવા પ્રોગ્રામ યોજી શકીએ છીએ . ફેડરેશન અને લોકલ એસોસિયેશન મળીને વર્લ્ડ મેપ પર લાવવાની અમારી કોશિશ છે.

આઈ. કે. સી. એ. અધ્યક્ષ પ્રશાંત કુશ્વાહા , ભારતીય કાયરિંગ અને કેનોઇંગના મિસ મીર બિલકીશ , જમ્મુ એન્ડ કાશ્મીર તથા ચેરમેન ઇન્ડિયન કેનોઈ સલાલમ શ્રી ઇસ્માઇલ બેગ , આંતરાષ્ટ્રીય રોઈન્ગ કોચ તથા શ્રીમતી રાધિકા શ્રીમાળ- સાંઈ, તથા ડૉ. ભગવતસિંહ વનાર ઉપસ્થિતિ રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com