
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મુબારકપુર ગામમાં ચોરીની એક ગંભીર ઘટના સામે આવી છે. ગામની ગ્રામ પંચાયતમાંથી અજાણ્યા તસ્કરો 59,600 રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા છે. ગામના કાર્યકારી સરપંચ જૈમીની રમેશચંદ્ર પટેલે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
તેમના જણાવ્યા મુજબ, ગ્રામ પંચાયતની જગ્યામાં આવેલા ટ્યુબવેલનો 20,700 રૂપિયાની કિંમતનો વીજ કેબલ ચોરાયો છે. આ ઉપરાંત બંધ પડેલા ટ્યુબવેલનો 12,600 રૂપિયાનો વીજ વાયર.તેમજ1,800 રૂપિયાની કિંમતનો પાણી છોડવાનો બટરવાલ અને 4,500 રૂપિયાની કિંમતનો સ્મશાનનો ઝાંપો આ ઉપરાંત 6 સોલર બેટરી કે જેની કિંમત 20,000 રૂપિયા સાથે કુલ રૂપિયા 59 600 રૂપિયાના મુદામાલ ચોરાયો છે.
ચોરી કરી ચોર ઇસમો ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ કલોલ તાલુકા પોલીસ સ્ટેશન નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓમાં વધારો નોંધાયો છે.