શહેરમાં રહેતા એક પરિણીત વેપારી હનીટ્રેપનો શિકાર બન્યા છે. આ વેપારીને ફેસબુક થકી એક યુવતી સાથે મિત્રતા થઈ હતી. બાદમાં યુવતીએ તેઓને મળવા બોલાવ્યા હતા. તે સમયે યુવતીએ ગાડીમાં બેસી આ વેપારીને અડપલા તથા કિસ કરવાનું શરૂ કર્યું હતું. યુવતીએ વેપારીનો હાથ પકડી પોતાના જ શરીરે હાથ ફેરવવાનું શરૂ કર્યું હતું. વેપારી આ જાળમાં ફસાઈ ગયા બાદ યુવતીએ ૧૫૦૦૦ રૂપિયાના કપડા પણ વેપારી પાસેથી લીધા હતા અને બાદમાં ટુકડે ટુકડે ૫૦થી ૭૦ હજાર રૂપિયા લીધા હતા. અમુક સમય બાદ યુવતીએ પોતાની પાસે વીડિયો છે તેમ કહી વેપારીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું અને દસ લાખ રૂપિયાની માંગણી કરી હતી. વેપારીની પરિસ્થિતિ ન હોવાથી તેઓએ ૧૦ લાખ રૂપિયા આપવાનો ઇનકાર કરતા આખરે યુવતી સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.શહેરના નાના ચિલોડા ખાતે રહેતા એક વેપારી કપડાનો ધંધો કરે છે. વર્ષ ૨૦૨૦માં આ વેપારીએ તેમની પહેલી પત્નીથી છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ બીજા લગ્ન કરવાના હોવાથી તેઓ શાદી ડોટ કોમ એપ્લિકેશન ઉપર સર્ચ કરતા હતા. ત્યાં એક યુવતી સાથે તેઓએ વર્ષ ૨૦૨૧માં લગ્ન કર્યા હતા. તે વખતે આ વેપારી કટ્ઠષ્ઠીર્હ્ર્વા માં નીતા નામની ફેસબુક પ્રોફાઈલ ધરાવનાર વ્યક્તિ સાથે મિત્રતા કરી હતી. ત્યારબાદ આ વેપારીને અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો. જેણે પોતાનું નામ નીતા આહુજા જણાવ્યું હતું અને પોતે કુબેરનગર ખાતે રહેતી હોવાનું જણાવી ફોન તેમજ ુરટ્ઠંજટ્ઠॅॅ થી વાત કરતી હતી.બાદમાં એક મહિના પછી નીતા આહુજાએ સવારે આ વેપારીને ફોન કરી મળવાની વાત કરી હતી. જેથી વેપારી તેમના મિત્રની કાર લઈને આ યુવતીને મળવા ગયા હતા. બાદમાં બંને ગાડીમાં બેસી ગાંધીનગર તરફ જવાનું યુવતીએ કહેતા કોબા સર્કલ તરફ નીકળ્યા હતા. ત્યારે નીતાએ ગાડીમાં તેનું મોઢું દુપટ્ટાથી ઢાંકી દીધું હતું અને વાતચીત તથા મજાક મસ્તી અને કિસ કરવા લાગી હતી અને વેપારીને ઉત્તેજિત કરી શારીરિક અડપલાં કરી પોતાના શરીર પર યુવતીએ હાથ ફેરવવાનું શરૂ કર્યું હતું. બાદમાં વેપારી ધીમે ધીમે ગાડી ચલાવતા હોવાથી તેમનો હાથ પકડી યુવતીએ પોતાના શરીરને હાથ ફેરવવા લાગી હતી. બાદમાં વેપારી અને આ યુવતી હરીફરીને નાસ્તો કરીને છૂટા પડ્યા હતા અને ચારેક દિવસ પછી આ નીતા આહુજાનો ફોન આવ્યો હતો અને ગાંધીનગર કપડાં લેવા જવાનું કહી વેપારીને લઈ ગઈ હતી. વેપારીએ આ યુવતીને અલગ અલગ જગ્યાએથી ૧૫ હજારના કપડા પણ અપાવ્યા હતા. આમ અવારનવાર વેપારી અને નીતા આહુજા નામની આ યુવતી મળતા હતા અને જ્યારે જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે ત્યારે વેપારી આ યુવતીને પૈસા પણ આપતો હતો. આમ અવારનવાર યુવતીએ વેપારી પાસેથી આશરે કુલ ૫૦ થી ૭૦ હજાર રૂપિયા લીધા હતા.આજથી વીસેક દિવસ પહેલા આ વેપારીને નીતા આહુજાનો ફોન આવ્યો હતો અને નિકોલ ખાતે વકીલની ઓફિસે મળવા બોલાવ્યો હતો. જ્યાં તેઓને આ યુવતી અને રાજેશ સોલંકી નામનો વકીલ મળ્યા હતા. વકીલે જણાવ્યું કે, આ યુવતી પાસે તમારો વીડિયો છે અને પોલીસમાં ફરિયાદ કરવાનું જણાવે છે. ફરિયાદ નહીં કરવા સમાધાન કરવા વકીલે દબાણ કર્યું હતું. વેપારીએ વકીલ પાસે વીડિયો જાેવા માગતા પહેલીવાર જ્યારે વેપારી નીતા સાથે ફરવા ગયા હતા ત્યારે ગાડીમાં જે અશ્લીલ હરકતો કરી હતી તેનો વીડિયો હોવાનું સામે આવ્યું હતું.બાદમાં વકીલે બે ત્રણ દિવસનો સમય આપતા વેપારીની બહેનને આ નીતા એ ફોન કરી તેની પાસે તેના ભાઈનો વીડિયો છે. જે વાયરલ કરી પોલીસ કેસ કરી સમાજમાં બદનામ કરી દઈશ તેવી ધમકી આપી હતી. બાદમાં એક દિવસ વકીલે કોર્ટમાં આ વેપારીને મળવા બોલાવ્યા હતા અને આ બળાત્કારનો કેસ હોવાથી ત્રણ ચાર મહિના જેલમાં રહેવું પડશે અને ચાર-પાંચ લાખ રૂપિયા ખર્ચ થશે જેથી નીતા ૧૦ લાખ માંગે તો તેને દસ લાખ આપી છૂટો થઈ જા તેવું કહેતા વેપારીએ પોતે કંઈ કર્યું જ નથી તેના દસ લાખ રૂપિયા આપે તેમ વાત કરી હતી.બાદમાં વકીલે તારી કોઈ ફરિયાદ સાંભળશે નહીં અત્યારે સ્ત્રીનો જ કાયદો છે કહી વેપારીને ડરાવવા લાગ્યો હતો અને વેપારીને આ નીતા આહુજાએ ઘણા લોકો પાસેથી રૂપિયા ખંખેર્યા છે તું પણ તારી ઈજ્જત બગાડ્યા વગર પૈસા આપી છૂટો થઈ જા તેમ કહેતા નીતા પાંચ લાખ રૂપિયામાં માની ગઈ હતી. પરંતુ વેપારીએ ૫૦થી ૭૦ હજાર આપી શકે તેનાથી વધારે આપી શકીશ નહીં તેવું કહેતા નીતાએ આ વેપારીને વિડીયો આધારે બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. જેથી આ અંગે વેપારીએ નરોડા પોલીસ સ્ટેશનમાં અરજી આપતા પોલીસે આ અંગે યુવતી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.