વર્ગ-૨ના અધિકારી, બપોરીયા બાજ યુવતી સાથે બપોરીયું કરતા હતા, ત્યાં પત્નીએ, પોલીસ સાથે ભડકો કર્યો,…

Spread the love


ઘરમાં બાયડી હોવા છતાં કનૈયો બનીને અનેક લોકોની બાંયડીયોથી લઇને નોકરીયાત કરતી યુવતીઓ ઉપર મોં મારતા એક ૩૮ વર્ષનો કનૈયો યુવતી સાથે ફ્લેટમાં ઝબ્બે થયો હતો, ત્યારે કહેવત છે, કે પત્નીને પોતાના પતિને પગ બીજા કુંડાળામાં પડ્યો હોય એટલે ગંધ આવી જાય, ત્યારે ગંધ તીવ્ર બન્યા બાદ પત્નીએ પતિ પાછળ લાગી ગઇ હતી, ત્યારે ૩૮ વર્ષીય કનૈયો એક ક્લાસ ટુ અધિકારીએ પોતાનો અડાલજ પાસેનો ફ્લેટ રંગરેલીયાં મનાવવાનો અડ્ડો બનાવી દીધો હતો. છેલ્લા ઘણા સમયથી પતિની કરતૂતો જાણી ગયેલી પત્નીએ બહુ વખત પીછો કર્યો હતો. પણ પતિ રંગેહાથ ઝડપાતો ન હતો. આખરે લોકેશન ટ્રેક કરીને અચાનક જ ફ્લેટ ઉપર રેડ પાડી પ્રેમિકા સાથે પતિને રંગેહાથ ઝડપી લઈ કલાસ ટુ અધિકારીની કરતૂતનો ભાંડો ફોડી નાખવામાં આવ્યો છે. જેનાં પગલે પરિવારની હાજરીમાં પતિ પત્ની વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે.ગુજરાત સરકારમાં ફરજ બજાવતા રંગીન મિજાજી કલાસ ટુ અધિકારીનાં ૧૩ વર્ષ અગાઉ સામાજિક રીતરિવાજાે મુજબ લગ્ન થયા છે. ક્લાસ ટુ અધિકારી હોવાના નાતે અમદાવાદ ગાંધીનગરમાં હોદ્દાને અનુરૂપ પ્રોપર્ટી પણ વસાવી છે. લગ્નનાં વર્ષો પછી પણ દંપતીને સંતાન સુખ પ્રાપ્ત થયું નથી. શરૂઆતમાં કલાસ ટુ અધિકારી પત્નીની ખૂબ કાળજી રાખી અનહદ પ્રેમ વરસાવતા હતા. એટલે પત્નીને એમ હતું કે સાહેબ (ક્લાસ ટુ અધિકારી) તો તેને જ બહુ પ્રેમ કરે છે.
પત્નીને ક્યાં ખબર હતી કે, અધિકારી પતિ આખો દિવસ પ્રેમિકાઓને પ્રેમ કરતા કરતાં ઘરે આવીને પત્નીવ્રતા બની જાય છે. આમને આમ સમય વીતતો ગયો અને લગ્નના દસ વર્ષ પણ સુખેથી પસાર થઈ ગયા હતા. જાેકે, હવે સાહેબ મોડા આવવા લાગ્યા, સતત ફોન વ્યસ્ત આવે એટલે પત્ની અનેક સવાલો કરવા લાગી હતી અને દર વખતે ઓફિસમાં બહુ કામ હોય છે કહીને વાતને ટાળી દેવામાં આવતી હતી.
પત્નીને કઇક ગરબડ હોવાનો અંદાજાે આવી ગયો હતો. જેથી પતિ ઉપર નજર રાખવાની શરૂઆત કરી ત્યારે જઈને માલુમ પડ્યું કે, સાહેબને ચાર પાંચ યુવતીઓ સાથે લફરાં ચાલી રહ્યા છે. જે અંગે પરિવારમાં પણ પત્નીએ સાહેબની કરતૂતોની વાત જાહેર કરી દીધી હતી. તો ઊલટાનું સાહેબે તો પરિવારને કહી દીધું કે, પત્નીની માનસિક સ્થિતિ સારી નથી એટલે આવાં ખોટા આક્ષેપ કરી રહી છે.પરિવારે પણ સાહેબની કહાની પર વિશ્વાસ મૂકી દીધો હતો. પરંતુ પત્નીને કોઈપણ ભોગે પતિને રંગેહાથ ઝડપી પાડવો હતો. જેથી કરીને પતિની પાછળ પાછળ જવા લાગી પણ કોઈ મેળ પડતો ન હતો. આખરે ટેકનોલોજીનો ઉપયોગ કરી લોકેશન ટ્રેક કર્યું તો માલુમ પડ્યું કે સાહેબ ગાંધીનગર અડાલજ પાસેના ફ્લેટમાં છે. આથી પરિવારજનોને પહેલા બોલાવી લીધા.પતિ કલાસ ટુ અધિકારી હોવાથી કોઈને કોઈ રીતે છટકી જશે એવું લાગતાં પત્નીએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈનમાં ફોન કરીને ટીમને અડાલજ પાસે બોલાવી લીધી હતી. બાદમાં ૧૮૧ની ટીમને પોતાની સઘળી કથની વર્ણવી હતી. જે પછીથી પત્નીએ મહિલા ટીમ સાથે ફ્લેટ ઉપર રેડ પાડતાં સાહેબ ઓફિસની યુવતી સાથે જ ઈલું ઈલું કરતાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા. તેમ છતાં સાહેબ રંગલેરીયાંની વાત સ્વીકારવા તૈયાર ન હતા અને ખુલાસો કરવા લાગ્યા કે સહકર્મીને ફ્લેટ બતાવવા લઈ આવ્યા છે.ચાર વર્ષથી પતિની કરતૂતો જાણી ગયેલી પત્નીએ રણચંડીનું રૂમ ધારણ કરીને સહકર્મી યુવતીની કડકાઈથી પૂછતાંછ કરતાં તેણે કબુલાત કરી હતી કે, સાહેબ સાથે ત્રણેક મહિનાથી પ્રેમ સંબંધો હોવાનું સ્વીકારી ફ્લેટમાં રહેવા માટે આવ્યા હોવાની કબૂલાત કરી હતી. જેનાં કારણે સાહેબ પણ બધાની વચ્ચે ભોંઠા પડી ગયા હતા. આ મામલે ૧૮૧ અભયમની ટીમે દંપતીનું કાઉન્સિલિંગ કર્યું હતું. જાેકે, આગામી દિવસોમાં સાહેબને કાયદાનો સામનો કરવો પડે તો નવાઈ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com