તસ્વીરમાં માંડી બસની રાહ સામાન નું પોટલું માંથે મૂકીને જાેઈ રહ્યા છે. આજના યુગમાં નવયુવાનો રાહ જુએ ખરા ? ત્યારે આજની પેઢી ટેન્શન મોટું લઈલે, અને બીજા કોઇપણ પ્રશ્ને ટેન્શન લેવા માંગતી નથી, ઘરેથી દીકરી તેના ઘેર અથવા નોકરી જાય તો પણ મા-બાપ કહે ફોન પહોંચી જાય એટલે કરી દેજે, ત્યારે ટેન્શના લેશો, આ શબ્દ ટેન્શન દરેક નાગરિક હવે કોમન થઇ ગયો હોય તેમ બોલી રહ્યો છે, ત્યારે માંડી કહે છે, કે ટેન્શનનો પોટલું માથા ઉપર રાખવાનું, મગજમાં નહીં લેવાનું, માથા ઉપર હોય એટલે પવન આવે ને ઊડી જાય, બાકી મગજમાં રાખીએ તો અનેક તકલીફો પડે, ત્યારે જીવન કેમ જીવવું તે પણ આપણા ઘરડાઓ પાસે શીખવા જેવું છે, ખિસ્સામાં પાંચ હજાર હોય અને બ્રાન્ડેડ કપડાં પહેર્યા કરતા ૫૦૦ રૂપિયા નું કપડું પહેરીને ખિસ્સામાં ૪૫૦૦ રાખીએ તો પાવર કેવો હોય ? ત્યારે આજના યુગમાં નવજાત પણ બ્રાન્ડેડ બની ગઈ છે,જૂતા,કપડાં,ગાડી મોંઘીદાટ લઈને ફરે, પણ પેટ્રોલ માટે અન્ય ના ખિસ્સા ફંફોળતા હોય, ત્યારે તસ્વીરમાં માંડી જે પોટલું લઈ ને માથે ઉભા છે, ટેન્શન નું નથી, ટેન્શન, દુઃખ, દર્દ, આવા તો કેટલાય આવીને ગયા, તેમાં જિંદગી જીવી લેવી જાેઈએ, ત્યારે આજના યુગમાં સૌથી વધારે સુસાઇડ ના બનાવો યુવાનોમાં બની રહ્યા છે, જે ખરેખર ગંભીર બાબત છે. ત્યારે માડી કઇ રહ્યા છે, કે ટેન્શન નું પોટલું નાખવાનું માળીયે અથવા માથે હવા આવી જાય અને ઉડી જાય, પણ મગજમાં નહીં લેવાનું, ત્યારે આવા પોટલા વાળા માંથે મુકેલા બા આવનારા વર્ષોમાં લુપ્ત થઈ જશે, ધોતિયાવાળા ,ટોપીવાળા કાકા, આ પેઢી હવે લુપ્ત થવાના આરે છે, આપણો જે વારસો છે, તે હવે ફેશનેબલ અને જીન્સના પેન્ટ ઉપર આવી ગયો છે.