દેશમાં મોંઘવારી મોં ફાડીને ઉભી છે, ત્યારે રોજબરોજ જીવન-જીરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવ બેફામ વધી રહ્યા છે, બેરોજગારોની સંખ્યામાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. ત્યારે આપ પાર્ટી દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં મોંઘવારીના પ્રશ્ને આંદોલન ચલાવી રહી છે, ત્યારે ય્ત્ન-૧૮ ખાતેના પેથાપુર ખાતે ડોર ટુ ડોર મહિલાઓ પ્રચાર સાથે મોંઘવારીના પ્રશ્ને પ્રજામાં કરંટ સ્થાન લઇ રહી છે, ત્યારે કુદકેને ભુસકે વધતી મોંઘવારી સામે મહિલાઓ ભારે વિરોધ કરી રહી છે, પેટ્રોલ, ડિઝલ, અને સીએનજી ગેસનાં ભાવવધારાની સાથે રાંધણ ગેસમાં પણ ૫૦ રૂપિયાનો ભાવ વધારો થતાં ગૃહિણીઓનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે. ત્યારે સતત વધી રહેલી મોંઘવારીની સાથે જીવન જરૂરિયાત રાંધણ ગેસનાં ભાવો પણ આસમાને પહોંચી જવાના વિરોધમાં આજે ગાંધીનગરના પેથાપુર ખાતે આમ આદમી પાર્ટીની મહિલાઓએ છાજીયાં લઈ હાય હાયનાં નારા લગાવી અનોખો વિરોધ દર્શાવી ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરવામાં આવી છે.દેશમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માં નોંધપાત્ર ભાવ વધારો થવાથી ગરીબ મધ્યમ વર્ગનું મહિનાનું બજેટ ખોરવાઈ ગયું છે. સતત વધી રહેલા પેટ્રોલ ડિઝલના ભાવ વધારાની સાથે સીએનજી ગેસનાં ભાવો પણ આસમાને પહોંચી જતા ટ્રાન્સપોર્ટેશન નો ખર્ચ વધી ગયો છે. જેની સીધી અસર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ વધારા પર પડી રહી છે. એમાંય તાજેતરમાં રાંધણ ગેસનાં ભાવમાં ૫૦ રૂપિયા જેટલો ભાવ વધારો કરીને સરકાર દ્વારા વધુ એક ઝટકો આપવામાં આવ્યો છે. જેનાં કારણે કૂદકે ને ભૂસકે મોંઘવારી ચરમસીમાએ પહોંચી ગઈ છે.કોંગ્રેસ દ્વારા પણ મોંઘવારીનાં વિરોધમાં ઉગ્ર અવાજ ઉઠાવવામાં નહીં આવતાં આમ આદમી પાર્ટીએ મોંઘવારીનો વિરોધ કરવાનું બીડું ઉપાડવામાં આવ્યું છે. જેનાં ભાગરૂપે આજે ગાંધીનગરના પેથાપુર ખાતે આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકરો બહેનોએ અનોખો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીની મહિલાઓએ ભાવ વધારાનો વિરોધ કરી છાજીયાં લઈ હાય હાયનાં નારા લગાવી રાંધણ ગેસનો ભાવ વધારો પરત ખેંચવાની માંગ પણ કરવામાં આવી હતી.
આ અંગે આમ આદમી પાર્ટીની મહિલાઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં માત્ર ત્રણસો ચારસો રૂપિયા રાંધણ ગેસનો ભાવ હતો ત્યારે દેશ વ્યાપી કાર્યક્રમો યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવતાં હતાં. ગુજરાતમાં ભાજપ ઉપરાંત કોંગ્રેસ પાર્ટી પણ જૂની છે છતાં પણ તેઓ દ્વારા આ અંગે કોઈ વિરોધ કરવામાં આવતો નથી. આમ આદમી પાર્ટી દિલ્હી પંજાબ બાદ હવે ગુજરાતમાં પણ પોતાનું ઈમાનદાર નેતૃત્વ મજબૂત કરી રહી છે. ત્યારે અન્ય કોઈ પક્ષ દ્વારા અવાજ નહીં ઉઠાવવામાં આવતાં આમ આદમી પાર્ટી માટે ગેસના અસહ્ય ભાવ વધારાનો વિરોધ કરવો અનિવાર્ય બની ગયો છે. અમારી માંગ છે કે તાજેતરમાં કરવામાં આવેલો રાંધણ ગેસનો ભાવ વધારો પરત ખેંચીને નાગરિકોને મોંઘવારીના ખપ્પરમાં હોમાતાં બચાવી લેવામાં આવે.