વિપક્ષનાં નેતા શેહઝાદખાન પઠાણ
પ્રિમોનસુન પ્લાન નિષ્ફળ જવા બાબતે કોંગ્રેસ ગુરૂવારે અમદાવાદ મ્યુનિ કોર્પોરેશનનો ઘેરાવ કરશે
અમદાવાદ
અમદાવાદ મ્યુ. કોપો.વિરોધ વિપક્ષનાં નેતા શેહઝાદખાન પઠાણે એક યાદી માં જણાવ્યુ કે એક તરફ અમદાવાદ મ્યુનિ કોર્પોરેશનમા સત્તાધારી ભાજપ દ્વારા પ્રિમોનસુન એક્ટીવીટીના નામે મોટી મોટી જાહેરાતો કરવામા આવે છે . કરોડોના ખર્ચ ની વાતો કરવામા આવે છે પરંતુ વાસ્તવિક્તા ખુબ જ વિપરીત છે. અમદાવાદ શહેરમા સ્ટ્રોમ વોટ૨ તથા ડ્રેનેજની સમસ્યા નુ કોઇ નિરાકરણ આવતુ નથી. ખુબ જ સામન્ય વરસાદ મા આખુ અમદાવાદ શહે૨ જળબંબાકાર થઇ જાય છે. પ્રજાજનો ના ઘર તથા કોમશીયલ એકમો પાણી મા ગરકાવ થઇ જાય છે જેને કારણે પ્રજાજનો ને અનેક સમસ્યાઓનો સામનો ક૨વો પડે છે અને ખુબ જ મોટુ આર્થિક નુકશાન સહન કરવુ પડે છે. પ્રિમોનસુન પ્લાન નુ ખરેખર સારી રીતે અમલીકરણ કરાવવુ હોય તો ચોમાસાના ૨ મહિના પહેલા તમામ પ્રક્રિયા પૂર્ણ ક૨વી જોઇએ પરંતુ સત્તાધારી ભાજપ દ્વારા પાછલા એક મહીના મા પ્રિમોનસુન પ્લાન ની દરખાસ્તો લાવવામા આવે છે જે દર્શાવે છે કે આયોજન મા જ ખામી છે જેના કારણે પ્રજાજનો ને ગંભીર સમસ્યા નો સામનો કરવો પડે છે.
પાછલા ૨ મહિના મા અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન દ્વારા કેચપીટ તથા સ્ટ્રોમ વોટર લાઇન ની સાફ સફાઇ પાછળ રૂ. ૬ કરોડ ૬૧ લાખ નો ખર્ચ કર્યા બાદ હજુ પણ આવનારા ૨ મહિના મા આ ખર્ચ વધશે. તેમ છત્તા પ્રજાજનો ને પડતી સમસ્યા નુ કોઇ નિરાકરણ આવતુ નથી જે ખુબ જ ગંભીર બાબત છે.
કોંગ્રેસ પક્ષ તરફ થી હેલ્પ લાઇન નંબર ૬૩૫૩૦૩૩૦૨૬ જાહે૨ ક૨વામા આવ્યો છે
પ્રજાજનો ને વરસાદી પાણી ને કારણે થતી સમસ્યાઓ મા સાથ સહકાર અને મદદ આપવા માટે આ નંબર જાહેર કરવામા આવ્યો છે અમદાવાદ શહેર ના તમામ વિસ્તારો ના રહેવાસી આકસ્મિક મદદ માટે આ હેલ્પ નંબર પર ફોન કરી મદદ મેળવી શકે છે તેમ જ કોંગ્રેસ પક્ષ દ્વારા માંગ કરવામા આવે છે કે સત્તાધારી ભાજપ ના આયોજન ના અભાવે શહેરી જનો ને નુકશાન થાય, આક્સમિક રીતે સંપત્તિ અથવા વાહનો અથવા જાનમાલ ને નુકશાન થાય તો આવા તમામ કિસ્સા મા અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વળતર આપવામા આવે. પ્રિમોનસુન પ્લાન નિષ્ફળ જવા બાબતે કોંગ્રેસ પક્ષ દ્વારા ગુરૂવારે અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન નો ઘેરાવ કરવામા આવશે.