GJ-18 સેક્ટર-૧૬ ખાતે પંચાયતની રાજ અભિયાન સમિતિની સોમવારે બેઠક મળી હતી, જેમાં સમિતિના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં ગુજરાત નાં પ્રમુખ તરીકે હેમરાજભાઈ પાડલીયા સહિત મહામંત્રી ચાર ઝોનના ઉપપ્રમુખ અને મંત્રીની વર્ણી કરાઈ છે પંચાયતી રાજ સમિતિના પ્રણેતા રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બળવંતરાય મહેતા હતા બિન રાજકીય એવા આસંગઠન દ્વારા વડાપ્રધાન મોદીના ગુજરાતના સપનાને સાકાર કરવા પંચાયતી રાજ સમિતિના નવા વરાયેલા હોદ્દેદારો એ સંકલ્પ કર્યો છે આગામી સમયમાં રાજ્યના ગામડે ગામડે હોદ્દેદારો નિમવામાં આવશે અને છેવાડાના લોકો સુધી મળતાં લાભો પોહચાડવામા આવશે. ભારત દેશ આઝાદ થયો અને ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે પ્રથમ મુખ્યમંત્રી બળવંતરાય મહેતા હતા બળવંતરાય મહેતાને પંચાયતી રાજના પ્રણેતા માનવામાં આવે છે ત્યારે રાજ્યની પંચાયતી રાજ સમિતિ તેમના નામથી ઓળખાય છે આ ઉપરાંત તેમના નામે રાજ્યનું વિધાનસભા ભવન પણ બનાવાયું છે ત્યારે રાજ્યના ૩૩ જિલ્લાના ૧૮૦૦૦ થી વધુ ગામડાઓમાં પંચાયતી રાજ સમિતિ મજબૂત બને તેવા આસયથી સોમવારે ગાંધીનગર ખાતે ૩૩ જિલ્લાના આગેવાનોની બેઠક બોલાવી હતી જેમાં પંચાયતી રાજ અભિયાન સમિતિના ગુજરાતના પ્રમુખ તરીકે હેમરાજભાઈ પાડલીયા ની વરણી કરવામાં આવી છે આ ઉપરાંત મહામંત્રી ચાર ઝોનના ના ઉપપ્રમુખ અને મહામંત્રી ની પણ વરણી કરાય છે આ તકે હેમરાજભાઈએ જણાવ્યું હતું કે રાજ્યના ગામડે ગામડે પંચાયતી રાજ અભિયાનને પહોંચાડી ગામડે ગામડે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવનાર છે આ ઉપરાંત તાલુકા અને જિલ્લા કક્ષાએ પણ હોદ્દેદારોની વરણી કરવામાં આવનાર છે જેમાં લોકોના પ્રશ્નો સાંભળી તેના નિકાલ કરવામાં આવશે છેવાડાના લોકોને પણ સુવિધા મળે તેવા વડાપ્રધાન મોદીના ગુજરાતના સપનાને સાકાર કરવા અમો કટિબંધ છીએ આ બેઠકમાં પંચાયતી રાજ સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી એસ એસ મિશ્રા કોષાધ્યક્ષ જયંતીભાઈ પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.