કૉંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમરે ગુરુપૂર્ણિમા નિમિત્તે મહંત શ્રી ઘનશ્યામદાસબાપુના આશીર્વાદ લીધા

Spread the love

તાપડીયા આશ્રમમાં ગૌશાળામાં શેડ બનાવવા માટે રૂ.પાંચ લાખની ગ્રાન્ટ ફાળવી

અમરેલી

કાઁગ્રેસના લાઠી બાબરાના ધારાસભ્ય વિરજી ઠુંમર દ્વારા આજે ગુરુપૂર્ણિમાના પાવનઅવસર પર તાપડીયા આશ્રમના મહંત પૂજ્ય શ્રી ઘનશ્યામદાસબાપુનું પૂજન અર્ચન કરી ગુરુવંદના કરી આશીર્વાદ મેળવ્યા હતા તેઓ દ્વારા ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે તાપડીયા આશ્રમમાં ગૌશાળામાં શેડ બનાવવા માટે રૂ પાંચ લાખ ની ગ્રાન્ટ ફાળવી હતી .

આજે બાબરામાં તાપડીયા આશ્રમમાં ગુરુપૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી . મોટી સંખ્યામાં ભાવિકો તેમજ સેવકગણ દ્વારા તાપડીયા આશ્રમના મહંત શ્રી પૂજ્ય ઘનશ્યામદાસબાપુ નું પૂજન અર્ચન કરી ગુરુવંદના કરી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી હતી..અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ધારાસભ્ય ઠુંમરે તાપડીયા આશ્રમમાં બ્લોગ રોડ માટે રૂ ૩ લાખ ની ગ્રાન્ટ ફાળવી હતી .

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે તાપડીયા આશ્રમમાં વિકાસના કામો જરૂરી સહકાર અને ગ્રાન્ટ ફાળવતા પૂજ્ય મહંત શ્રી ઘનશ્યામદાસ બાપુએ રાજીપો વ્યક્ત કરી આશીર્વાદ પાઠવ્યા હતા આ તકે જિલ્લા પંચાયતના સભ્ય પ્રભાતભાઈ કોઠીવાળ,તેમજ હિતેનભાઈ જસાણી સહિત તાપડીયા આશ્રમના સેવકગણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com