અબોલ જીવનું મૃત્યુ, માનવજીવ માટે જાેખમ
GJ-18 મનપા દ્વારા પાણી ,ગટરોની લાઈનો લખવાનું કામ ચાલુ છે ત્યારે ગટરો વાળો જય ત્યાં ટેલીફોન વાળો આવે, ટેલીફોન બાદ રોડ- રસ્તા પછી લાઈટના થાંભલાઓ વાળા આવે ત્યારે સુત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર આડેધડ ખોદકામ ના કારણે વીજળીના વાયરથી વરસાદને કારણે કરંટ લાગતાં સ્થળ પર બે ગાયો ના મૃત્યુ થયા છે, અને હાલ એક ગાય જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે, પ્રાપ્ત વિગતો અનુસાર સેક્ટર ૩૦ ખાતે આડેધડ ખોદકામ બાદ સુવ્યવસ્થિત પુરાણ ન થતા અબોલ જીવ એ જીવ ખોવો પડ્યો છે ,ત્યારે મનપા દ્વારા પણ આડેધડ ખોદકામ પૂરાં ન થતા અનેક નાગરિકો પરેશાન થઈ ગયા છે, ત્યારે સેક્ટર -૩૦ ખાતે આડેધડ ખોદકામ ને કારણે વીજળીના થાંભલાના વાયરથી વરસાદ ને કારણે કરંટ લાગવાથી મોટો અકસ્માત થતા ત્રણ ગાયોને કરંટ લાગવાથી બે ગાયોનાં મોત થયા છે. એક ગાય જીવનમરણ વચ્ચે ઝોલા ખાઇ રહી હતી. વીજળીના થાંભલાના નજીક ટોરેંન્ટ કંપની એજન્સી દ્વારા આડેધડ ખોદકામ તેમજ પુરાણની લાપરવાહીને કારણે વીજળીના વાયર છુટા રહી જવાથી વરસાદને કારણે જમીનમાં પાણી ઉતરવાથી સેકટર-૩૦ સુવિધા કેન્દ્ર ઈન્કવાયરી બાજુમાં શોટૅશરકેટ થવાથી ગાયોને કરંટ લાગવાથી બે ગાયો સ્થળ પર મરી ગઇ હતી. એક ગાય જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી હતી. આ સમગ્ર બાબત સેકટર-૩૦ વસાહત મંડળના પ્રમુખ હરિસિંહ રાઠોડ એ જણાવેલ છે અને જવાબદાર સામે કાર્યવાહી કરવા જણાવેલ છે.
GJ-18 મનપા દ્વારા આડેધડ ખોદેલા ખાડા ઓ બંધ ટોરેન્ટ કંપની દ્વારા ખોદકામ બાદ પુરાણ ન થતા કરંટ આવતા વરસાદમાં ગાયો મૃત્યુ પામી હતી,