ગુજરાતમાં ૨૩ વર્ષથી એક હથ્થું શાસન ભાજપ કરી રહ્યું છે, ત્યારે વિકાસના કામો પણ એટલા જ છે, અને આજથી ૨૦ પહેલાનું ગુજરાત અને અત્યારનો ગુજરાતના રોડ રસ્તા થી લઈને જે વિકાસ થયો છે, તે ભાજપ ને આભારી છે, છેવાડાના માનવી સુધી વિકાસના પાયા નાખેલા ભાજપમાં હજારો નહીં પણ લાખો કાર્યકરોનો વિશ્વાસ છે ત્યારે ભાજપ દ્વારા ૨૦ વર્ષના કામની સુચી સાથે વંદે ગુજરાત રથ ગુજરાતના દરેક ખોળામાં ફરી રહ્યો છે, ત્યારે GJ-18 એવા મનપા વિસ્તારમાં વંદે ગુજરાત કાર્યક્રમ ૨૦ દિવસથી ચાલી રહ્યો છે, ત્યારે આ કાર્યક્રમનું ગઈકાલે છેલ્લો દિવસ હતો, ત્યારે એ ચેરમેન એવા જશુ પટેલ(જાેરદાર )ના મત વિસ્તાર એવા ખોરજ ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, ત્યારે આ કાર્યક્રમ જાેવા જઈએ તો જાેઈએ એવા સફળ રહેવા પામ્યો ન હતો, અમે ફિયાસ્કો હોય તેવું લાગતું હતું, ત્યારે આ કાર્યક્રમ મોટાભાગનો મહાનગર પાલિકાનો સ્ટાફ સંખ્યા ન થતા અહીંયા જાેતરી દેવામાં આવ્યો હતો, સાફ-સફાઈ કર્મી થી લઈને ઢોર પકડ પાર્ટી, સ્માર્ટ સિટીનો સ્ટાફ, ટેક્સ ખાતાનું સ્ટાફ, તમામને અહીંયા સંખ્યા ન થતા બોલાવી લેવામાં આવ્યા હતા ત્યારે ૫૦ ટકાથી વધારે સ્ટાફ ખોરજ ખાતે જતા પ્રજાના પ્રશ્નો મંગળવાર નો અડધો દિવસ ખોરજમાં જતો રહ્યો હતો.
શહેરમાં હાલ પાણી ભરાવાના, ગટરો ,રોડ-રસ્તા તૂટી ગયા હોઈ,ગંદકી,થી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે ત્યારે ખોરજ વંદે ગુજરાત ની યાત્રાના ફિયાસ્કો થયો હતો, તેમાં મનપાના ચૂંટાયેલા સભ્યો માંથી માંડ પાંચ હાજર હતા, તેમાં હોદ્દેદારોની સંખ્યા અને બાકી પાંચ નગરસેવક જેથી ઉચ્ચકક્ષાએ આપેલી સુચનાઓનો અમલ થતો નથી, તે સ્પષ્ટ છે, આ કાર્યક્રમમાં GJ-18 ના પ્રભારી એવા હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા, પણ તે હાજરી ન આપતા ઘણી જ વ્યક્તિઓએ ચાલતી પકડી લીધી હતી, ત્યારે આ કાર્યક્રમમાં આ વરસાદથી બચવા મોંઘાદાટ મંડળ થી લઈને દરેક સુવિધાઓ સાથે ખર્ચ કરવા છતાં જાેઈએ તેટલી પ્રજાનો ઉમળકો જાેવા મળ્યો ન હતો, હર્ષ સંઘવીને જાેવા લોકો આવ્યા હતા, પણ ગૃહ મંત્રી નહીં આવવાના સમાચારથી પણ લોકોમાં જે ઉત્સાહ હતો તે ઓસરી ગયો હતો, ત્યારે આ પ્રસંગે ભાજપના શહેર પ્રમુખ રુચિર ભટ્ટ, મેયર હિતેશ મકવાણા, ચેરમેન જશુ પટેલ, ઉર્ફે ( જાેરદાર) ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, મહામંત્રી ગૌરાંગ પટેલ, ડેપ્યુટી કમિશનર થી લઈને ધારાસભ્ય શંભુજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા.