ચોરી કરનાર બે મહિલાઓ રાજેશ્વરી અને સોનલ
પેસેન્જરોની નજર ચુકવી બંને મહિલાઓએ રોકડ અને દાગીના સહિત કુલ કિ.રૂ.૧,૫૪,૪૦૦ની ચોરી કરી હતી : બંને મહિલાઓએ આ સિવાય અન્ય આવા પ્રકારના ગુનાઓ આચરેલ છે કે કેમ ? તે બાબતે પોલિસ દ્વારા સઘન પુછપરછ અને તપાસ ચાલુ છે.
અમદાવાદ
અમદાવાદ વિસ્તારમાં એ.એમ.ટી.એસ.બી.આર.ટી.એસ./એસ.ટી.બસની ભીડમાં પેસેન્જરોની નજર ચુકવી રોકડ રકમ, દર દાગીના તથા કિમતી સર સામાનની ચોરીના બનતાં ગુન્હાઓના ભેદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો હતો.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમવીર સિંહ તથા નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય આર. મંડલીકની સુચના તથા માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી.સીસારાના સ્કર્વાડના પો.સ.ઇ. પી.બી.ચૌધરી, પો.સ.ઈ. એમ.એમ.ગઢવી તથા પો.સ.ઈ. એન.વી.દેસાઈ મિલકત સંબંધી ગુન્હાઓ શોધતા દરમિયાન આજ રોજ સ્ટાફના હે.કો. ઈમ્તીયાઝઅલી ઉમરાવઅલી તથા પો.કો.દર્શનસિંહ પ્રવિણસિંહને બાતમી મળી હતી કે ગોળલીમડા BRTS બસ સ્ટેશન સામે રોડ ઉપરથી બે મહિલાઓ રાજેશ્વરી અને સોનલને પકડી પાડી તેઓ પાસેથી સોનાની વીંટી-૨ , મંગળસુત્ર-૧, સોનાની બુટ્ટી જોડ-૧ , રોકડ રકમ રૂ.૫૦૦૦૦ મળી કુલ કિ.રૂ.૧,૫૪,૪૦૦/- ની મત્તાનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. છળકપટથી ચોરી કરેલ મેળવેલ હોવાનું જણાઈ આવતાં આ મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે લઇ આ બંને મહિલાઓને તા.૨૦/૦૭/૨૦૨૨ ના રોજ સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ મહિલાઓની પુછપરછ તપાસ દરમ્યાન છ દિવસ અગાઉ સાંજના સમયે શીવરંજની બી.આર.ટી.એસ. બસ સ્ટોપ બસ નં.૧૨ માં બેસેલ તેમજ એક બહેનના પર્સની ચેઈન ખોલી તેમાંથી રોકડા રૂપિયા ૫૦ હજારની ચોરી અને વીસેક દિવસ અગાઉ બપોરના કાલુપુર રેલ્વે સ્ટેશનથી બી.આર.ટી.એસ. બસ નં.૮ માં બેઠેલ તેમજ પેસેન્જરોની ભીડમાં એક બહેનના પર્સમાંથી સોનાનું મંગળસુત્ર, બે વીંટી, બે બુટ્ટી તથા એક ચાવી તથા રોકડા રૂ.૨૫૦૦ ના ગુન્હાઓ આચરેલ હોવાની કબુલાત કરી હતી.જે બાબતે એલીસબ્રીજ પો.સ્ટેમાં ઈપીકો કલમ ૩૭૯ નો ગુનો નોંધ્યો છે. બંને મહિલાઓએ આ સિવાય અન્ય આવા પ્રકારના ગુનાઓ આચરેલ છે કે કેમ ? તે બાબતે તેઓની સઘન પુછપરછ અને તપાસ ચાલુ છે.