ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને કાલે યોજાનાર ‘યુવા મોડેલ એસેમ્બલી’ કાર્યક્રમનું ઉદઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે

Spread the love

આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે

ગાંધીનગર

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને આવતીકાલ તા. ૨૧ જુલાઈ, ૨૦૨૨ને ગુરૂવારના રોજ સવારે ૦૯.૦૦ કલાકે, વિધાનસભા ગૃહ, ગાંધીનગર ખાતે ‘ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો’ તથા ‘ધી સ્કુલ પોસ્ટ’ના સંયુક્ત ઉપક્રમે ‘યુવા મોડેલ એસેમ્બલી’નું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે આ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવશે. ગુજરાત વિધાનસભા તરફથી આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે કાર્યક્રમ પૂર્ણ થયેથી પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.

અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યએ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે, લોકસભા સચિવાલય દ્વારા તા.૧૫મી સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ વર્ચ્યુઅલ મોડમાં યોજાયેલ ૮૧મી અખિલ ભારતીય વિધાનમંડળોના પ્રમુખ અધિકારીઓની પરિષદમાં લેવાયેલ નિર્ણય મુજબ ‘‘અખિલ ભારતીય પ્રમુખ અધિકારીઓની પરિષદના ૧૦૦ વર્ષ અને ભારતની સ્વતંત્રતાના હિરક જયંતી વર્ષની ઉજવણી’’ના ભાગરૂપે દેશની જુદી જુદી વિધાનસભાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાનું નક્કી કરાયું હતું. આ સંબંધમાં કેટલાક કાર્યક્રમોનું આયોજન ભારતની સંસદના નેજા હેઠળ અને કેટલાક કાર્યક્રમોનું આયોજન રાજ્યના વિધાનમંડળો દ્વારા કરવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગુજરાત વિધાનસભા ખાતે સંસદીય કાર્યરીતિ અને પ્રણાલીઓ વિશે જાણકારી આપવા માટે યુવા સંસદ/યુવા વિધાનસભા વિષય પર કાર્યક્રમનું આયોજન કરવા અધ્યશ્રશ્રીએ ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો, ગુજરાત વિધાનસભાને જણાવ્યું હતું. આ સંદર્ભે ધી સ્કુલ પોસ્ટ મેગેઝીન નામની શૈક્ષણિક સંસ્થાના સંચાલકોએ યુવા મોડેલ એસેમ્બલીનું આયોજન ગુજરાત વિધાનસભા ખાતે કરવા અધ્યક્ષશ્રીને રૂબરૂ મળી આયોજન કરવા પરવાનગી માંગતા ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો, ગુજરાત વિધાનસભા અને સ્કુલ પોસ્ટ મેગેઝીનના સંયુક્ત ઉપક્રમે તા.૨૧મી જુલાઇ, ૨૦૨૨ના રોજ યુવા મોડેલ એસેમ્બલીનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.અધ્યક્ષશ્રીએ ઉમેર્યું કે, યુવા મોડેલ એસેમ્બલી એ એક એવું અનોખું પ્લેટફોર્મ છે, જે વિચાર-વિનિમય, શિક્ષણ, ગતિવિધિઓ અને તેની અસર દ્વારા યુવા વિદ્યાર્થીઓને સંસદીય કાર્યપદ્ધતિ અને પ્રણાલીઓ સાથે સંપર્કમાં આવવાની સુવર્ણ તક પૂરી પાડે છે. યુવા મોડેલ એસેમ્બલીના આયોજનનો હેતુ વિદ્યાર્થીઓ માં નેતૃત્વના ગુણ વિકસે, વિદ્યાર્થીઓ સામાન્ય માણસના દૃષ્ટિકોણને સમજે, અભિવ્યક્ત કરે અને જન સુખાકારી માટેની યોજનાઓ થી વાકેફ થાય તથા સંસદીય પ્રણાલીઓના હાર્દસમા અંદાજપત્ર, કાયદા બનાવવાની પ્રક્રિયા તેમજ વિવિધ વિકાસ કામો કરવાની પ્રક્રિયાથી વાકેફ કરવાનો છે. દેશ અત્યારે વિશ્વગુરુ બનવા જઇ રહ્યો છે ત્યારે, સમાજના વિભિન્ન સમુદાયના પ્રાણપ્રશ્નોનું ઝડપી નિરાકરણ થાય, પ્રજાની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પૂરી કરી શકાય તે હેતુથી લોકતંત્રને વધુ મજબૂત કરવા માટે સંસદીય કાર્યપ્રણાલીને સમજવી જરૂરી છે. યુવાનોની દેશના વિકાસની પ્રક્રિયામાં ભાગીદારી વધે અને ભવિષ્યમાં સુશાસન પુરૂ પાડે તેવું યુવાધન આ દેશને મળે તે માટે ઘડતરરૂપ ‘‘યુવા મોડેલ એસેમ્બલી’’ જેવા કાર્યક્રમોનું આયોજન કરી તેમને રાજકીય ક્ષેત્રથી પ્રશિક્ષિત કરવા જરૂરી છે. વધુમાં આ યુવા મોડેલ એસેમ્બલી વિદ્યાર્થીઓને ભવિષ્યના સારા નેતા બનવાની પ્રેરણા પૂરી પાડવા માટે એક અનોખું માધ્યમ સાબિત થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. યુવા મોડેલ એસેમ્બલીના કાર્યક્રમને મૂર્તિમંત બનાવવા માટે તેમાં પ્રશ્નોત્તરી, સરકારી વિધેયક, બજેટ અને સંકલ્પો જેવી સંસદીય કાર્યરીતિના ભાગરૂપ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાના અધિકારીઓ દ્વારા ગાંધીનગરની સરકારી કોલેજના વિદ્યાર્થીઓનો તથા રાજ્યની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓની પસંદગી સ્કુલ પોસ્ટ સંસ્થા દ્વારા ઇન્ટરવ્યુ લઇને કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના અધિકારીઓ દ્વારા પસંદગી પામેલા વિદ્યાર્થીઓને આ કાર્યક્રમના વિષયોને અનુલક્ષીને સંસદીય કાર્યરીતિની તાલીમ ગુગલ મીટ જેવા ઓનલાઇન માધ્યમથી અને રૂબરૂ બોલાવીને આપવામાં આવી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આ કાર્યક્રમમાં ભાગ લેવા આવનાર પસંદગી પામેલા વિદ્યાર્થીઓની રહેવા-જમવાની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ, સંસદીય બાબતોના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા, માનનીય રાજ્યકક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને સરકારના મુખ્ય દંડક પંકજ દેસાઇ છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે ગુજરાત વિધાનસભાના તમામ મંત્રીઓ સહિતના તમામ સભ્યશ્રીઓ અને લોકસભા-રાજ્યસભાના ગુજરાતના સંસદ સભ્યશ્રીઓને આમંત્રણ અપાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com