PM મોદી , કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને  RSS પ્રમુખ મોહન ભાગવત ગુજરાત આવશે

Spread the love

RSS પ્રમુખ મોહન ભાગવત 23,24 અને 25 જૂલાઇ , અમિત શાહ 23-24 જુલાઈ ,  મોદી 28 અને 29 જુલાઈના રોજ આવશે

અમદાવાદ

ગુજરાત વિધાનસભાની જેમ જેમ ચૂંટણી આવી રહી છે તેમ તેમ PM મોદી અને અમિત શાહ સતત ગુજરાત પ્રવાસ કરી લોકાર્પણ અને ખાતમુર્હુતના કાર્યક્રમો કરી લોકોની વચ્ચે જઈ રહ્યા છે.સંધ તરફથી મોહન ભાગવત પણ ગુજરાત ચૂંટણીને લઈ 23 જુલાઇએ પ્રવાસ ખેડી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીવાર ગુજરાત પ્રવાસે આવશે. તારીખ 28 અને 29 જુલાઈના રોજ PM મોદી ગિફ્ટ સિટી અને સાબર ડેરીના કાર્યક્રમમાં હાજરી આપશે. હિંમતનગરમાં આવેલી સાબર ડેરી ખાતે નિર્માણ પામેલા બે પ્લાન્ટનું લોકાર્પણ અને એક પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. અંદાજિત 200 કરોડ રૂપિયાથી વધારેના ખર્ચથી બનેલા પાવડર પ્લાન્ટનું તેઓ લોકાર્પણ કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 23-24 જુલાઈના રોજ ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવશે. તેઓ 23 જુલાઇએ સવારે અમદાવાદ પહોંચશે. જે બાદ સવારે 11 કલાકે NFSUમાં ગૃહ વિભાગના કાર્યક્રમમાં હાજરી આપી વિશ્વાસ પ્રોજેક્ટ અને E-FIR પ્રોજેકેટની શરૂઆત કરાવશે. બપોરે 3 વાગ્યા બાદ અમિત શાહ માણસાની મુલાકાત લેશે. જ્યાં અક્ષયપાત્ર રસોડા, માણસા પુસ્તકાલયનું નિરીક્ષણ કરશે. તે બાદ નગરપાલિકા હોલ, માણસા સિવિલ અને ચંદ્રસર તળાવની પણ મુલાકાત લેશે. અમિત શાહ પ્રવાસના 2જા દિવસે 24 જુલાઇએ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં હાજરી આપશે

RSS પ્રમુખ મોહન ભાગવત આવશે ગુજરાતના પ્રવાસે

RSS પ્રમુખ મોહન ભાગવતે પણ ગુજરાત પ્રવાસ ગોઠવ્યો છે.વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાગવતનો આ પ્રવાસ મહત્વનો ગણાઇ રહ્યો છે. તેઓ 23,24 અને 25 જૂલાઇએ ગુજરાત આવી સંઘના પદાધિકારીઓ સાથે બેઠક કરશે. આ મોટી બેઠકમાં વિધાનસભાની ચૂંટણીઓને લઈ ચર્ચા થશે અને ચૂંટણીમાં સંધની વ્યુહરચના ઘડાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com