એમ્બ્યુલન્સની ફાળવણીનું લોકાર્પણ આજે ચમારડી આરોગ્ય કેન્દ્ર પર ધારાસભ્ય વિરજી ઠુંમર દ્વારા કરાયું
અમરેલી
બાબરા તાલુકામાં ચમારડી તેમજ કોટડાપીઠા પી એસ સી સેન્ટરમાં કાઁગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમર દ્વારા બંન્ને આરોગ્ય સેન્ટરમાં બે એમ્બ્યુલન્સની ફાળવણી કરતા આસપાસના ૩૦ ગામોને આરોગ્યની સેવાઓનો સીધો લાભ મળશે. બાબરા તાલુકામાં ચમારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રૂ ૧૫ લાખની એક એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે તેમજ કોટડાપીઠા આરોગ્ય કેન્દ્રમાં પણ રૂ ૧૫ લાખની એક એમ્બ્યુલન્સ ની ફાળવણી કરવામાંમાં આવી છે આમ બને આરોગ્ય સેન્ટરમાં કુલ રૂ ૩૦ લાખની એમ્બ્યુલન્સની ફાળવણી કરી તેનું લોકાર્પણ આજે ચમારડી આરોગ્ય કેન્દ્ર પર ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા કરવામાં આવ્યું હતું. તાલુકામાં મહત્વના આરોગ્ય સેન્ટરમાં એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવતા ઇમરજન્સી ના સમયે આજુબાજુના ૩૦ ગામના લોકોને સીધી આરોગ્ય સેવાઓનો લાભ મળશે .આ તકે બ્લોગ હેલ્થ ઓફિસર ડો અક્ષય ટાંક,સહિતના સ્થાનિક ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા પ્રભાતભાઇ કોઠીવાળ તાલુકા કોંગ્રેસના પ્રમુખ જસમતભાઈ ચોવટીયા તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા દિલીપ સનુરા તાલુકા પંચાયત સભ્ય કુલદીપ બસિયા બચુભાઈ અસલાલીયા ચમારડી ગામ સરપંચ અરવિંદભાઈ મેઘમક્યા કોટડા પીઠા ગામના સરપંચ ગોરધનભાઈ પંચક પૂર્વ પ્રમુખ ધીરુભાઈ વહાણી વાવડા સરપંચ બાબુભાઈ વાવડા અગ્રણી મનસુખભાઈ કોટડાપીઠા ક્ષત્રિય અગ્રણી અમરૂભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.