અમદાવાદ
AMCના મેયર કિરીટ પરમાર, ડે. મેયર શ્રીમતી ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, ભાજપ નેતા ભાસ્કર ભટ્ટ તથા દંડક અરૂણસિંહ રાજપૂતે માહિતી આપતા જણાવ્યું કે, આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં સેન્ટ્રલ ઓફિસ, પબ્લિસિટી અને સી.એન.સી.ડી. ખાતાના કામો તેમજ વોટર સપ્લાય એન્ડ સુઅરેજ, હેલ્થ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને હોસ્પિટલ કમિટીના કામોને મંજૂરી આપી છે. પબ્લિસિટી ખાતા દ્વારા રજૂ કરવામાં આવેલ કામમાં તા.૧૧-૦૮-૨૦૨૨ થી તા. ૧૭-૦૮-૨૦૨૨ દરમ્યાન આયોજીત “હર ઘર તિરંગા” કાર્યક્રમ અન્વયે અ.મ્યુ. કોર્પો. ના તમામ વોર્ડોમાં આવેલ તમામ ઘરો, દુકાનો, ઉદ્યોગો અને વેપારીગૃહો, સરકારી અને ખાનગી કચેરીઓ તેમજ અન્ય સ્થળોએ રાષ્ટ્રધ્વજ લહેરાવવાના આયોજનના ભાગરૂપે જરૂરી સંખ્યામાં રાષ્ટ્રધ્વજની ખરીદી કરવા, રાષ્ટ્રધ્વજના વહેંચણી/વેચાણ માટેના સ્ટોલ લગાવવાની વ્યવસ્થા કરવા તથા મ્યુ. કોર્પો. વિસ્તારના તમામ લોકોને માહિતગાર કરવા જરૂરી પ્રચાર-પ્રસારની કામગીરી કરવા અંગે થનાર જરૂરી તમામ ખર્ચ તથા કાર્યવાહી કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે.
વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટી દ્વારા રજૂ થયેલ કામો પૈકી દક્ષિણ પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ, મધ્ય, પશ્ચિમ અને પૂર્વ ઝોનના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઈલેક્ટ્રીક તથા મીકેનીકલ અપગ્રેડેશન તથા ઓગમેન્ટેશન માટે SITCની કામગીરી, વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનના કમાન્ડ એરીયામાં ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક નાંખવાનું કામ, સ્ટ્રોમ વોટર લાઈન અપગ્રેડનું કામ, ડ્રેનેજ તથા સ્ટ્રોમ વોટર લાઈનને સી.સી.ટી.વી. કેમેરાથી ડીસીલ્ટીંગ કરવાનું કામ, ડ્રેનેજ લાઈન નવી નાખવી, મશીન હોલ ચેમ્બર બનાવવા તથા મેઇન્ટેનન્સ કરવાનું કામ, ૨૦૦ MLD રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે જરૂરી અપગ્રેડેશન / ઓગમેન્ટેશનની SITCની કામગીરી, પાણીની ડી.આઈ. લાઈન નાંખવાનું કામ, વોટર ઓપરેશન ખાતાના કુલ ૨૭ નંગ બોરવેલના સબમર્સિબલ પંપ સેટ અને તેને સંલગ્ન જરૂરી ઈલેક્ટ્રીક / મિકેનીકલ SITC અને કોમ્પ્રીહેન્સીવ રીપેરીંગ સહિતની કામગીરી જેવા વિવિધ કામો માટે કુલ રૂા. ૩૨.૬૦ કરોડથી વધુના કામોને મંજૂરી આપવામાં આવી.
હેલ્થ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી દ્વારા રજૂ થયેલ અર્બન પ્રાઈમરી હેલ્થ સેન્ટર ખાતે ૨ વર્ષ માટે આઉટ સોર્સથી જરૂરી મેનપાવર પૂરા પાડવાના કામને મંજૂરી આપવામાં આવી. ઉપરાંત, હોસ્પિટલ કમિટી દ્વારા રજૂ થયેલ શેઠ શ્રી લ.ગો. જનરલ હોસ્પિટલના એનેસ્થેસીયા વિભાગની જરૂરિયાત સારું રૂા. ૭૦ લાખના ખર્ચે કુલ ૨ નંગ એનેસ્થેસીયા વર્કસ્ટેશન ખરીદ કરવાના કામને મંજૂરી આપવામાં આવી હતી. તાકિદના કામ તરીકે રજૂ થયેલ નવાવાડજ વોર્ડમાં કલ્પતરૂ ફ્લેટની સામે આવેલ મ્યુ. ગાર્ડનને “સ્વ. ડૉ. અમૃતભાઈ કડીવાળા ઉદ્યાન” નામાભિધાન કરવાના કામને મંજૂરી આપવામાં આવી હતી .