અમદાવાદ
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ-મેલેરીયા વિભાગ દ્વારા ચાલુ ચોમાસાની ઋતુ દરમ્યાન તાજેતરમાં શહેરમાં થયેલ ભારે વરસાદના કારણે મચ્છરજન્ય રોગોના અટકાયતી પગલાંની તમામ કામગીરી ધનિષ્ઠ બનાવવામાં આવેલ છે, જેના ભાગરૂપે શહેરમાં આવેલ વિવિધ એકમો, સંસ્થાઓની સધન ઝુંબેશરૂપે મચ્છરના બ્રિડીંગ અંગેની ચેકીંગ કામગીરી કરવામાં આવી હતી..
જે અનુસંધાન તા.૨૧/૦૭/૨૦૨૨ તથા તા.૨૨/૦૭/૨૦૨૨ના રોજ દરેક ઝોનની મેલેરીયા વિભાગની ટીમો દ્વારા શહેરમાં આવેલ કોમર્શિયલ એકમો તથા કન્સ્ટ્રક્શન સાઇટ્સના પ્રિમાઇસીસની ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ, સદર ચેકીંગ દરમ્યાન કુલ ૬૬૪ એકમો ચેક કરી, ૪૦૨ એકમોને નોટીસ બજાવવામાં આવેલ તેમજ કુલ રૂા.૧૪,૩૧,૫૦૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરેલ અને કુલ ૬ બાંધકામ એકમો સીલ કરવામાં આવેલ છે. જેની વિગતવાર માહીતી નીચે મુજબ છે.
વહીવટી ચાર્જ ભરવા માટે દરખાસ્ત કરવામાં આવેલ છે.
ચેક કરેલ કોમર્શિયલ તથા કન્સ્ટ્રક્શન સાઇટ્સના એકમોમાં નીચે જણાવેલ જગ્યાએથી બ્રિડીંગ મળી આવેલ છે.
૧.ટેરેસ પર,ટેરેસ પર રાખેલ ભંગારમાં (પાણી ભરાઇ રહેતાં) ૨.ફુલ,છોડના કુંડામાં ૩.ઓવરહેડ,અંડરગ્રાઉન્ડ ટાંકી ૪.ફ્રિજની ટ્રે માં ૫.લીફટના ખાડાઓમાં ૬.સ્ક્રેપ મટીરીયલ્સમાં, કંપાઉડમાં પડેલ બકેટ, પક્ષીચાટ,ટાયરો, ભંગારમાં
૭.ખુલ્લી ટાંકી ૮.ભોંયરામાં ૯.કુલર વગેરે …
AMC દ્વારા સૂચન કરવામા આવ્યું હતું કે જો કોઇ એકમ મચ્છરનો ઉપદ્રવ અટકાવવા માટે ફોગીંગ, જંતુનાશક દવાના છંટકાવની કામગીરી, મચ્છરના પોરા ચેકીંગ અને નાશ કરવાની કામગીરી માટે આ પ્રકારની કામગીરી કરતી એજન્સી પાસેથી કામ કરાવી શકે છે. શહેરની જાહેર જનતાને જણાવવાનું કે આપના રહેણાંક કે ધંધાકીય વિસ્તારમાં વરસાદી અન્ય રીતે પાણી ભરાઇ રહેતુ હોય તેવા પાત્રોને અઠવાડીયામાં એક વખત ખાલી કરી ડ્રાય કરવા, શક્ય હોય તો તેવા પાત્રોનો નાશ કરશો.