BLO દ્વારા આજદિન સુધીમાં ૭.૮૦ લાખથી વધુ ધરોની મુલાકાત :  ૧૮ વર્ષ પૂર્ણ કરનાર ૧૯૪૪૩ યુવાનો પ્રથમવાર મતદાન કરશે : ૩૯,૦૦૦થી વધુ નવા મતદારો નોધાયા

Spread the love

૧લી ઓકટોબરની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ

ગાંધીનગર

બુથ લેવલ ઓફિસર BLO દ્વારા ૨૨મી જુલાઇ સુધીમાં ૭.૮૦ લાખથી વધુ ધરોની હાઉસ ટુ હાઉસ મુલાકાત લઇ મતદારયાદીને લગતી કામગીરી હાથ ધરવામાં આવી H2H દરમ્યાન નોંધાયેલા અને ૧લી ઓકટોબરના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર ૧૯૪૪૩ યુવાનો પ્રથમવાર મતદાન કરશે ૩૯,૦૦૦થી વધુ નવા મતદારો નોધાયા હતા . ભારતના ચૂંટણી પંચ દ્વારા ૧લી ઓકટોબરની લાયકાતની તારીખને ધ્યાનમાં રાખીને ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.આ કાર્યક્રમ અન્વયે મતદાર યાદી સુધારણા પૂર્વેની પ્રિ- રિવિઝન એકટીવીટી હેઠળ બુથ લેવલ ઓફિસર (BLO)ને ફાળવવામાં આવેલા ભાગમાં સમાવિષ્ટ દરેક ઘરની (House to House) મુલાકાત લેવામાં આવી છે.આ માટે BLO દ્વારા તા.૨૨મી જુલાઇ, ૨૦૨૨ સુધીમાં પોતાને ફાળવવામાં આવેલ વિસ્તારમાં ઘરે ઘરે જઇને મતદારોની વિગતો એકત્રિત કરવામાં આવી હતી..આ કાર્યક્રમ હેઠળ તા.૨૨મી જુલાઇ સુધીમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં BO દ્વારા ૭,૮૦,૭૪૯ ધરોની મુલાકાત લઇને વિગતો એકત્ર કરવામાં આવી હતી.અમદાવાદમાં સૌથી વધુ ૮૯,૧૪૨ ઘરોની મુલાકાત લેવામાં આવી હતી.નવા મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ૩૯, ૪૦૪ જેટલા ફોર્મ નં.૬ મેળવવામાં આવ્યા હતા. જેમાં ૧૮ થી ૨૯ વર્ષની ઉંમરવાળા ૨૯, ૩૬૧ તથા ૨૯ વર્ષથી વધુ વય ધરાવતા ૯૮૭૯ જેટલા નવા મતદારોનો સમાવેશ થાય છે.સ્થળાંતરના કિસ્સામાં ૧૪,૬૦૦ તથા અવસાન થવાના કિસ્સામાં ૨૮,૦૫૬ જેટલા ફોર્મ નં.૭ મેળવવામાં આવ્યા હતા.મતદારયાદીમાં દર્શાવેલ વિગતોમાં સુધારા માટે ૨૩,૪૩૨ જેટલા ફોર્મ નં.૮ મેળવવામાં આવ્યા છે. તા.૧લી ઓકટોબર,૨૦૨૨ની લાયકાતની તારીખે ૧૮ વર્ષ પૂર્ણ કરી રહેલા નવા મતદારો ૧૯, ૪૪૩ નોંધાયા છે. તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરી શકશે.

BLO માટે ખાસ તૈયાર કરવામાં આવેલી GARUDA એપમાં પ્રાપ્ત થયેલી વિગતો અને લાગુ પડતા કિસ્સાઓમાં ફોર્મ નં.૬, ૬(ક), ૭, ૮, અને ૮(ક) મેળવી વિગતોનું ડિજિટીલાઇઝેશન કરવામાં આવશે.BLO દ્વારા ધરોની મુલાકાત દરમ્યાન નિયત નમૂનામાં ફોર્મમાં અરજીઓ મેળવવામાં આવશે ખાસ કરીને તા.૧લી જાન્યુઆરી,૨૦૨૨ની લાયકાતની તારીખે લાયક હોય અને મતદારયાદીમાં નોંધાયેલા ન હોય તેવા તમામ નાગરિકો પાસેથી ફોર્મ નં૬ ભરાવીને મેળવવામાં આવશે.મતદારોની વિગતો ચકાસીને જો મતદારો સુધારા સૂચવે તો તેવા મતદારો પાસેથી ફોર્મ નં.૮ મેળવવામાં આવશે,મતદારોની ખરાઇ દરમ્યાન એક કરતાં વધુ વખત નોંધાયેલા એટલે કે, પુનરાવર્તીત,એકથી વધુ વખત નામ દાખલ થયું હોય, કાયમી સ્થળાંતર કર્યું હોય કે અવસાન થયાના કિસ્સામાં ફોર્મ નં.૭ મેળવવામાં આવશે.તા.૧લી ઓકટોબર,૨૦૨૨ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા યુવાનોની વિગતો મેળવી યાદી તૈયાર કરવામાં આવશે. નવા અસ્તિત્વમાં આવેલા સોસાયટી/એપાર્ટમેન્ટ કે જેનો સમાવેશ મતદારયાદીમાં ન થયો હોય તો તેની યાદી તૈયાર કરીને BLO સુપરવાઇઝર દ્વારા તેની સ્થળ ઉપર જઇ મુલાકાત કરીને ખરાઇ કરવામાં આવશે. ત્યારબાદ મતદાર નોંધણી અધિકારી દ્વારા મંજૂરી મળ્યેથી BLO દ્વારા આ સોસાયટી/એપાર્ટમેન્ટના દરેક ધરની મુલાકાત કરીને લાગુ પડતા કિસ્સામાં ફોર્મ નં.૬ ફોર્મ નં.૮ મેળવવામાં આવશે.

BLO દ્વારા ફોર્મ નં. ફોર્મ નં.૬, ૬૬), ૭, ૮, ૮(ક) હેઠળ પ્રાપ્ત થયેલી વિગતો GARUDA એપમાં ડિજિટીલાઇઝ કરવામાં આવશે તથા તેની તા.૨૨મી જુલાઇ, ૨૦૨૨ સુધીમાં ડેટા એન્ટ્રી કરી દેવામાં આવશે.BLO સુપરવાઇઝર દ્વારા BLO પાસેથી મળેલી માહિતી મેળવીને પત્રક -૬ માં નિભાવવામાં આવશે અને સબંધીત EROને મોકલવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા ૧૭મી જૂન,૨૦૨૨ના કાયદો અને ન્યાય મંત્રાલયના જાહેરનામા અન્વયે જારી કરેલ અધિસૂચના અંતર્ગત ચૂંટણી નિયમોમાં સુધારા જાહેર કરવામાં આવ્યા છે.જેમાં કેટલાંક ફોર્મ્સ સુધારવામાં આવ્યા છે.જે ૧લી ઓગસ્ટ,૨૦૨૨થી લાગુ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com