
GJ-18 મનપા દ્વારા સે-૧૧ ખાતે પાર્કીગ પે બનાવવામાં આવ્યા છે, ત્યારે આ પાર્કીગ પે માં કોઇજ વાહનો ન મૂકતાં અને જે રોડ, રસ્તા પહોળા થયા ત્યાં આડેધડ પાર્કીગ કરાતા વાહન-ચાલકો આવન-જાવન કરતાં હોય ત્યારે ગાડી પાછળ તરફ જવા દે અને અથડાઇ જવાના પણ બનાવો બનવા પામેલ છે, ત્યારે ટ્રાફીક શાખાએ સે-૧૧ ખાતેના હોટલ હવેલીની પાસે આવેલા મોટા જે રોડ ડબલ પહોળા કરેલા છે, ત્યાં મુલાકાત લેવા જેવી છે,
પ્રાપ્ત વિગતોનુસાર સે-૧૧ ખાતે હોટલ હવેલીથી ક્રોમા સુધી જે રોડ પહોળા કરવામાં આવ્યા છે, તેની સામે ૨ પાર્કીંગ મનપા દ્વારા આપવામાં આવ્યા છે, ત્યારે વાહનચાલકો ગમે ત્યાં આડેધડ પાર્કીગ કરતાં જે રોડ, રસ્તો પહોળા કરવામાં આવ્યા હતા. તેનો ઉપયોગ રોડ, રસ્તા કરતાં પાર્કીગ તરીકેનો થઇ ગયો હોય તેવું લાગે છે, ત્યારે ટ્રાફીક શાખાએ જરા હટ કે એક બે આંટા મારવાની જરૂર છે, કારણ કે કોમર્શીયલ વિસ્તાર અને GJ-18 નો હબ ગણાતો સે-૧૧ વિસ્તારમાં રોડ, રસ્તા પહોળા કર્યા બાદ આડેધડ પાર્કીગનો પ્રશ્ન ખેચીદો બન્યો છે, ત્યારે સવારથી સાંજ સુધી વાહનોની કતારો લાગી જાય છે, ત્યારે તંત્ર દ્વારા પણ હવે પાર્કીગના પ્રશ્ને જે લાખો નહીં કરોડોા નાણાં ખર્ચ કર્યા છે, તેનો સદ્ઉપયોગ થાય તે જરૂરી છે.