ખોડલધામ સમિતિ દ્વારા 300 સ્વયં સેવકોનું સન્માન તિલક અને સાલ ઓઢાડી કરાયું
અમદાવાદ
ખોડલધામ સમિતિ અમદાવાદના કન્વીનર નરસિંહ કાનાણીએ જણાવ્યું હતું કે ગત શનિવારના રોજ સાજે કાલુપુર રેલ્વે સ્ટેશનના 2 નંબર ના પ્લેટફોમૅ પરથી સોમનાથ એક્સપ્રેસ અમદાવાદથી વેરાવળ જતાં બાપા સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 19 વર્ષે થી 300 સ્વયં સેવકો ભાઈઓ તથા બહેનો સોમનાથ મંદિર સાફસફાઈ સ્વચ્છતા અભિયાનનુ કામ કરવા જઈ રહ્યા છે ત્યારે શ્રી ખોડલધામ સમિતિ દ્વારા આ 300 સ્વયં સેવકો તથા બાપા સીતારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ હરેશભાઇ સોની , મુકેશ પાચાણીનું સન્માન શ્રી ખોડલધામ સમિતિના અમદાવાદના કન્વીનર નરસિંહ પટેલે ફુલહાર ,તિલક , શાલ ઓઢાડી શ્રીફળ સાથે કર્યું હતું.
મહિલા કન્વીનર સોનલબહેન પટેલે સાકરના પેકેટ તમામ મહિલાઓને આપ્યા અને ભાઈઓને ચાદલા કરી અને મીઠું મોઢું કરાવીને વિદાય આપતા આનંદનુ વાતાવરણ સર્જાયું હતું. સોમનાથ દાદા , બજંરગદાસ બાપા, ખોડિયાર માંની જય બોલાવી હતી . આ સ્વયં સેવકોએ રવિવાર અને સોમવાર એમ બે દિવસ સ્વચ્છતા અભિયાનમાં સોમનાથ મંદિર ટ્રસ્ટમાં અને આજુબાજુ મંદિરમા પણ સાફસફાઈ કરી હતી આ સેવા ટ્રસ્ટ સ્વયંભૂ પોતાના ખર્ચે , કોઈની પણ મદદ લીધા વગર પોતાનું જમવાનું રસોડું સાથે તેમજ સાફસફાઈ ની તમામ સામગ્રી સાથે રાખે છે . 19 વર્ષેથી ગુજરાતમાં તમામ મંદિરો માં સાફસફાઈ કરી આવા પ્રકારની મફત સેવા આપી રહ્યા છે . આ સેવાકીય પ્રવૃત્તિઓ માટે તમામ 300 કાર્યકર્તાનો જુસ્સો વધે અને તેમની સેવાને બિરદાવતા શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સમિતિના ટ્રસ્ટી શ્રી દિનેશ કુભાણીએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.