બરવાળામાં ઝેરી લઠ્ઠાકાંડ ! : દેશી દારૂ પીતા 8નાં મોત, 5થી વધુની હાલત ગંભીર 

Spread the love

તમામ લોકોએ નભોઈ ગામેથી દેશી દારૂ પીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે : પોલીસની નિષ્ક્રિયતાથી લોકોએ ગુમાવ્યા જીવ ! ગાંધી સરદારનાં ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ ખુલ્લેઆમ વેચાય છે ! DYSPની અધ્યક્ષતામાં SITની રચના; દારૂ બનાવનાર-વેચનારની ધરપકડ

બોટાદ

બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 8થી વધુ મોત તેમજ 5થી વધુ લોકોની હાલત ગંભીર થઈ હોવાની ચકચારી ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ એક્શનમાં આવી છે. કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર

અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરાયા છે. આ ચકચારી બનાવને પગલે દારૂ બનાવનાર અને દારૂ વેચનારની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. જો કે આ સમગ્ર ઘટનાને પગલે DYSPની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે.

નભોઈ ગામેથી દેશી દારૂ પીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર તમામ લોકોએ નભોઈ ગામેથી દેશી દારૂ પીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ભાવનગર સિવાય કેટલાકને બોટાદની હોસ્પિટલમાં પણ દાખલ કરાયા છે. બીજી તરફ બોટાદ એસપી-ડીવાયએસપી સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ રોજિદના ગ્રામજનોએ ગામમાં દારૂબંધી કરાવવા માટે પંચાયતને પત્ર લખી રજૂઆત પણ કરી હતી.

ડોક્ટર સહિતની ટીમ આઈસીયુ એમ્બ્યુલન્સ સાથે બોટાદ જવા રવાના ભાવનગર સર ટી હોસ્પિટલમાંથી ટીમ જવા રવાના થઈ છે. બોટાદ એસપીની સૂચનાને આધારે ડોક્ટર સહિતની ટીમ આઈસીયુ એમ્બ્યુલન્સ સાથે બોટાદ જવા રવાના થઈ છે. હાલમાં ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપ્યો છે.ઘટનાને પગલે રેન્જ આઈ.જી. પણ બોટાદ પહોંચ્યા .દારૂની ઝેરી અસરના કારણે રોજિંદ ગામે 2 લોકોનાં મોત થયાં છે. તો પોલીસ સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ અન્ય 6 લોકોના પણ મોત થયેલા હોવાથી અત્યાર સુધીમાં કુલ 8 લોકોના મોતની ઘટના સામે આવી છે. ઘટનાના પગલે હાલમાં રેન્જ આઈ.જી. પણ બોટાદ પહોંચ્યા છે. તેમજ જે લોકોએ દારૂ પીધો છે તેમની તપાસ કરી તેમને સારવાર માટે મોકલવામાં આવી રહ્યા છે. પ્રાથમિક સારવાર બરવાળા સરકારી હોસ્પિટલ કર્યા બાદ દર્દીઓને બોટાદ ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી રહ્યા છે અને હજુ પણ મૃત્યુ અંક વધે તેવી શક્યતા છે.

ગુજરાત કોંગ્રેસ પ્રવકતા, મનહર પટેલે જણાવ્યું હતું કે રોજીદ ગામ ગામની લટ્ઠાકાંડની ઘટનાએ પોલીસ તંત્રની ઘોર બેદરકારી અને અને સરકારની સરેઆમ નિષ્ફળતા છે. રોજીદ ગામના જાગૃત સરપંચે બરવાળા પોલીસ સ્ટેશનમા અનેક વાર મૌખીક રજુઆત અને અરજી આપી હતી,

તેમને સ્થાનિક બુટલેગરો બેફામ દારુનુ વેચાણ કરે છે છતાં બરવાળા પોલીસ તરફથી કોઇ પણ પગલામા આવતા ન હતા, અને પોલીસની નિષ્ક્રીયતા અને ઉપર અધિકારીઓની પણ નિષ્ફળતા હતી, જેથી એમને આ અંગે સ્થાનિક પોલીસને તાકિદ કરવામા આવે ત્વરિત પગલામા ભરવાની માંગણી કરી હતી,

ઉપરાંત કોંગ્રેસ પક્ષ તરફથી મારા દ્વારા બોટાદ જીલ્લા પોલીસ વડાને તા. ૨૦.૦૩.૨૦૨૨ નારોજ ઇ મેઈલથી સરપંચની રજુઆતને જોડીને જાણ કરી હતી, અને આ વિસ્તારમા થતી ગુનાહિત પ્રવૃતિને ડામવા સખત કાયઁવાહી કરવા રજુઆત કરી હતી, પરંતુ રાજય સરકાર અને પોલીસ વિભાગની આ બેદરકારીને કારણે રોજીદ ગામની આ કરુણ ઘટના બનવા પામી છે, માટે જવાબદાર અધિકારીઓ ઉપર માનવ વધના ગુના સાથે તેમના કાયઁવાહી કરવામા આવે. અને જવાબદાર તંત્રના અધિકારીઓ ઉપર કડક કાયઁવાહી સાથે શિક્ષાત્નક પગલા ભરવામા આવે તેવી માંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com