સ્મશાનભૂમિમાં ફેરવાયું રોજિદ ગામ, ૨૯નાં મોત, ચિતા ખુટતા જમીન પર થઈ રહ્યા છે અંતિમ સંસ્કાર

Spread the love


બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી ૨૯ લોકોનાં મોત થયા છે. ૩૦ વધારે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. જેમા અમુકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતને સ્તબ્ધ કરનાર આ ઘટના સોમવારે બની હતી. ગઈકાલે લઠ્ઠાકાંડની ઘટના બાદ રાતથી જ રોજિદ સહિત આસપાસના ગામોમાં મહિલા અને બાળકોના રડવાનાં આક્રંદથી સમ્રગ ગામ દ્રવી ઉઠ્‌યું હતું. આજે વહેલી સવારથી જ એકસાથે ૫-૫ મૃતદેહોની ટ્રેક્ટરમાં અંતિમયાત્રા નીકળી રહી છે. ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં ઝેરી દારુ પિવાથી મોતને ભેટનાર લોકોનો આંકડો ૨૪એ પહોંચ્યો છે. જેમાંથી ૧૫ લોકો બરવાળા અને ૯ લોકો ધંધૂકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હાલ, મોડી રાતથી જ રોજિદ ગામમાં છ્‌જી સહિતનો પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. દિવ્યભાસ્કર પણ રોજિદ ગામે પહોંચ્યું છે.હાલ કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવને પગલે દારૂ બનાવનારા અને દારૂ વેચનારાની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. જાે કે આ સમગ્ર ઘટનાને પગલે DYSP ની અધ્યક્ષતામાં SIT ની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે.સૂત્રોના જણાવ્યા અનુસાર, બરવાળા લઠાંકાંડમાં અત્યાર સુધીમાં ૨૪ લોકોના મોતમાં રોજિંદ ૫, ચદરવા ૨, દેવગના ૨, અણીયાલી ૨, આકરું ૩, ઉચડી ૨, અન્ય ગામના ૨ના મોત સામેલ છે.પ્રાપ્ત માહિતી અનુસાર તમામ લોકોએ ચોકડી ગામેથી દેશી દારૂ પીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતુ. ભાવનગર સિવાય કેટલાકને બોટાદની હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. બીજી તરફ બોટાદ એસપી-ડીવાયએસપી સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ રોજિદના ગ્રામજનોએ ગામમાં દારૂબંધી કરાવવા માટે પંચાયતને પત્ર લખી રજૂઆત પણ કરી હતી.એટીએસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાંથી કેમિકલ સપ્લાય થયું હતું. બરવાળાના ચોકડી ગામે સપ્લાય થયેલા કેમિકલમાંથી પિન્ટુ નામના વ્યક્તિએ લઠ્ઠો તૈયાર કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ત્યારબાદ આ લઠ્ઠો બરવાળાના રોજીદ, ચંદરવા, દેવજ્ઞા તથા અમદાવાદ ગ્રામ્યના આકરુ અને ઉછડી સહિતના ગામોમાં સપ્લાય કર્યો હતો. બીજી તરફ હજુ પણ એટીએસ દ્વારા કેમિકલ સપ્લાયથી માંડી લઠ્ઠો બનાવવા સુધી અને કયા કયા બુટલેગરોને આ લઠ્ઠો વેચવામાં આવ્યો હતો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચને પણ લઠ્ઠાકાંડની તપાસ કરવાના આદેશ આપ્યા છે. મંગળવારથી સમગ્ર રાજ્યમાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવા માટે પણ રાજ્ય સરકારે આદેશ જારી કર્યા છે.

આ દેશી દારૂના લઠ્ઠાકાંડથી ધંધુકા અને બરવાળા તાલુકાના ગામડાના લોકોનાં મોત થયાં હતાં
૧. જયંતીભાઈ રામજીભાઈ ચેખલીયા ગામ ઉચડી તા.ધંધુકા
૨. ગગજીભાઈ મોહનભાઈ ચેખલીયા ગામ ઉચડી તા.ધંધુકા,
૩. બળદેવભાઈ હરજીભાઈ મકવાણા ગામ. અણીયાળી ભીમજી તા.ધંધુકા
૪. હિંમતભાઈ મગનભાઈ વડદરીયા ગામ. અણીયાળી ભીમજી તા.ધંધુકા
૫. કિશનભાઈ માવજીભાઈ ચાવડા ઉ.વ.૩૭ ગામ.આકરુ તા.ધંધુકા
૬. ભાવેશભાઈ માવજીભાઈ ચાવડા ઉ.વ.૨૭ ગામ.આકરુ તા.ધંધુકા
૭. પ્રવિણભાઈ બાળુભાઈ કુવારીયા ઉ.વ.૩૦ ગામ.આકરુ તા.ધંધુકા
૮. વશરામભાઈ શાંતિભાઈ પરમાર ઉ.વ.૩૦ ગામ.રોજીદ તા. બરવાળા
૯. ઘનશ્યામભાઈ વેરશીભાઈ રાતોજા ઉ.વ.૩૪ ગામ.રોજીદ તા.બરવાળા
૧૦. શાંતિભાઈ તળશીભાઈ પરમાર ઉ.વ.૫૦ ગામ.રોજીદ તા.બરવાળા
૧૧. અરવિંદભાઈ માધુભાઈ સિતાપરા ઉ.વ.૩૫ ગામ.ચંદરવા તા.રાણપુર
૧૨. ઈર્શાદભાઈ ફકીરભાઈ કુરેશી ગામ ચંદરવા, તા. રાણપુર
૧૩. દિનેશ વહાણભાઈ વીરગામા ઉ.વ.૩૭ ગામ.રોજીદ તા.બરવાળા
૧૪. ભૂપતભાઈ વીરગામા ગામ રોજીદ
૧૫. બહાદુરભાઈ લઘરભાઈ વલાણીયા ઉ.વ.૫૦ રાણપુર
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લઠ્ઠાકાંડના દર્દીઓ
૧. ચંદુભાઈ કાંતિભાઈ ચેખલીયા ગામ.ઉચડી તા.ધંધુકા
૨. રમેશભાઈ મગનભાઈ વડદરીયા ગામ.અણીયાળી ભીમજી તા.ધંધુકા
૩. મનસુખભાઈ કરશનભાઈ દેત્રોજા ગામ.અણીયાળી તા ધંધુકા
૪. વિપુલભાઈ વિનુભાઈ કાવડીયા ગામ.રોજીદ.તા.બરવાળા
૫. ટીકાભાઈ ભુપતભાઈ ખોડદા ગામ.રોજીદ.તા.બરવાળા
૬. ધુડાભાઈ રણછોડભાઈ બળૉલીયા ગામ.રોજીદ.તા.બરવાળા
૭. દિપકભાઈ રણછોડભાઈ બળોલીયા ગામ.રોજીદ.તા.બરવાળા
૮. હિંમતભાઈ મુળજીભાઈ ગામ.રોજીદ.તા.બરવાળા
૯. વિનુભાઈ હનુભાઈ ખોડદા ગામ.રોજીદ.તા.બરવાળા
૧૦. દેવજીભાઈ નાનુભાઈ ખોડદા ગામ.રોજીદ.તા.બરવાળા
૧૧. બળવતભાઈ શાંતિભાઈ પરમાર ગામ.રોજીદ.તા.બરવાળા
૧૨. અનીલભાઈ બળદેવભાઈ પરમાર ગામ.રોજીદ.તા.બરવાળા
૧૩. રમેશભાઈ રાજુભાઈ કાવીઠીયા ગામ.રોજીદ.તા.બરવાળા
૧૪. વાલજીભાઈ પથાભાઈ ઝાલા ગામ.રોજીદ.તા.બરવાળા
૧૫. ભરતભાઈ ભનાભાઈ કાવીઠીયા ગામ.રોજીદ.તા.બરવાળા
૧૬. વિક્રમભાઈ ગોરાભાઈ ડાભી ગામ.રોજીદ.તા.બરવાળા
૧૭. રાજેશભાઈ વાલજીભાઈ સોલંકી ગામ.રોજીદ.તા.બરવાળા
૧૮. ઘનશ્યામભાઈ કલ્યાણભાઈ વિરગામા ગામ.રોજીદ.તા.બરવાળા
૧૯. મુકેશભાઈ હમલભાઈ પરમાર ગામ.રોજીદ.તા.બરવાળા
૨૦. શંકરભાઈ દિપસંગભાઈ રાઠવા ગામ.રોજીદ.તા.બરવાળા
૨૧. સિતાબેન ધેવરસિંહ ચૌહાણ ગામ.રોજીદ.તા.બરવાળા
૨૨. ભુપતભાઈ લઘરભાઈ વલાણીયા ગામ.ચંદરવા તા.રાણપુર
૨૩. બહાદુરભાઈ લઘરભાઈ વલાણીયા ગામ ચંદરવા તા. રાણપુર
૨૪. શૈલેશભાઈ બાબુભાઈ સિતાપરા ગામ.ચંદરવા તા.રાણપુરનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com