પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વધુ એક ગુજરાત પ્રવાસ

Spread the love


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૯ જુલાઈ ૨૦૨૨ ના ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી), ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (આઇએફએસસી) ની મુલાકાત લેશે. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, કેન્દ્રીય વિત્તિય અને કોર્પોરેટ વિષયક મંત્રી ર્નિમલા સીતારામન, રાજ્યના નાણા અને ઉર્જા મંત્રી કનુ દેસાઈ, કેન્દ્રીય વિત્તિય અને કોર્પોરેટ રાજ્ય મંત્રી ડો. ભગવત કિશનરાવ કરાડ અને કેન્દ્રીય નાણા રાજ્ય વિત્તિય મંત્રી પંકજ ચૌધરી પણ ઉપસ્થિત રહશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની મુલાકાત દરમિયાન ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી ના મુખ્યાલયની ઇમારતનો શિલાન્યાસ કરશે. જે ભારતમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રોમાં નાણાકીય ઉત્પાદનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય સંશ્યાઓના વિકાસ અને નિયમન માટે એકીકૃત નિયમનકાર છે.IFSCA ના મુખ્યાલયની ઇમારતોના આઇકોનિક સ્ટ્રકચર તરીકે પરિકલ્પના કરવામાં આવી છે. જે અગ્રણી આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર તરીકે GIFTSC  ની વધતી જતી વિશેષતા અને કદને પ્રતિબિંબિત કરે છે. સરદાર સરોવર ડેમની જળ સપાટી ૧૨૬ મીટરે પહોંચી, નર્મદામાં પાણી છોડાતા નદી બે કાંઠે પ્રધાનમંત્રી GIFTSC માં ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ, ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) લોન્ચ કરશે.IIBX ભારતમાં સોનાના વિત્તિયકરણને વેગ આપવા ઉપરાંત ગુણવત્તાની ખાતરી સાથે કાર્યક્ષમ ભાવની સુવિધા આપશે. જેથી ભારતને વૈશ્વિક બુલિયન માર્કેટમાં તેનું યોગ્ય સ્થાન મેળવવા અને વૈશ્વિક મૂલ્યશ્રૃંખલાને પ્રમાણિકતા અને ગુણવત્તા સાથે સેવા આપવા માટે સશક્તિકરણ મળશે. સાથે જ તે એક મુખ્ય ઉપભોક્તા તરીકે વિશ્વ બુલિયનના ભાવને પ્રભાવિત કરવામાં ભારતને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા સક્ષમ બનાવવા ભારત સરકારની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે. પીએમ મોદી NSEIFSC-SGX  કનેક્ટ પણ લોન્ચ કરશે. આ કનેક્ટ હેઠલ સિંગાપોર એક્સચેન્જ લિમિટેડના સભ્યો દ્વારા મુકવામાં આવેલા NIFTY ડેરિવેટિવ્ઝ પરના તમામ ઓર્ડર્સ NSE-IFDC ઓર્ડર્સ મેચિંગ અને ટ્રેડિંગ પ્લેટફોર્મ પર રૂટ કરવામાં આવશે અને મેચ કરવામાં આવશે. આ કનેક્ટ GIFT-IFSC પર ડેરિવેટિવ માર્કેટમાં તરલતાને વધુ સ્પષ્ટ કરશે. જે વધુ આતંરરાષ્ટ્રીય સહભાગીઓને લાવશે અને GIFT-IFSC માં નાણાકીય ઇકો-સિસ્ટમ પર હકારાત્મક અસર કરશે. ભારતમાંથી બ્રોકર-ડીલર્સ અને સમગ્ર આંતરરાષ્ટ્રીય અધિકારી ક્ષેત્રો સાથે જાેડાણ દ્વારા ડેરિવેટિવ્ઝના વેપાર માટે મોટી સંખ્યામાં ભાગ લેવાની અપેક્ષા છે. પ્રધાનમંત્રીની આ મુલાકાત દરમિયાન અન્ય કેટલીક મહત્વની જાહેરાતો પણ કરવામાં આવશે. બોટાદમાં બે વ્યક્તિના શંકાસ્પદ લઠ્ઠાકાંડમાં મોત, ૮ લોકોને ગંભીર અસર ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા ૨૭ એપ્રિલ, ૨૦૨૦ ના રોજ એક વૈધાનિક એકીકૃત નિયમનકારી સત્તા તરીકે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટીની સ્થાપના કરવામાં આવી હતી અને ભારતમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સમાં નાણાકીય સેવાઓના બજારને વિકસાવવા અને તેનું નિયમન કરવા અને તેની સાથે જાેડાયેલી અથવા આકસ્મિક બાબતો માટે” તેને ચાર સ્થાનિક નાણાકીય ક્ષેત્રRBI,SEBI,IRDA,અનેPFRDA ના નિયમનકારોની સત્તાઓ આપવામાં આવી હતી. તેના અસ્તિત્વના ટૂંકા ગાળામાં,IFSCA એ GIFT-IFSC  ને વૈશ્વિક નાણાકીય લેન્ડસ્કેપ પર સફળતાપૂર્વક સ્થાન આપવા માટે વિવિધ પહેલ કરી છે. તેના સિદ્ધાંત આધારિત નિયમનકારી માળખા સાથે, અત્યંત સલાહકારી અભિગમ સાથે સ્થાપિત અને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ સાથે બેન્ચમાર્ક, પરંપરાગત નાણાકીય વ્યવસાયો, જેમ કે બેન્કિંગ, મૂડી બજાર, વીમો, વગેરે સાથે,IFSCA એIFSC માં વ્યવસાયિક પ્રવૃત્તિઓની લાઇન, જેમ કે ફિનટેક, એરક્રાફ્ટ લીઝિંગ, ગ્લોબલ ઇન-હાઉસ સેન્ટર્સ, ટ્રેડ ફાઇનાન્સિંગ વગેરે વિકલ્પો સક્ષમ કરીને પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન પણ બનાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com