એપલની વોચ વાપરતા લોકો માટે સરકારે જારી કરી ગંભીર ચેતવણી, આવી સ્માર્ટવોચ પર મોટો ખતરો

Spread the love


ભારત સરકારે Watch 8.7 ના નીચલા ઓએસ વર્ઝન પર ચાલતા એપલ વોચ યૂઝર્સને મોટી ચેતવણી આપી છે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ મંત્રાલય હેઠળના ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે એપલ વોચ વાપરતા લોકોને ચેતવણી આપતા જણાવ્યું કે
કોઈપણ સાયબર હુમલાખોર એપલ વોચમાં જાેવા મળતી નબળાઈઓનો ફાયદો ઉઠાવી શકે છે. એપલે તેના સપોર્ટ પેજ પર જૂના વર્ઝન પર ચાલતી વોચમાં નબળાઇઓની પુષ્ટિ પણ કરી છે.
ગંભીર ખતરો
ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ એક સંવેદનશીલ નોંધ જારી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે,Watch 8.7 કરતા ઓછા વર્ઝન પર ચાલનારી એપલ વોચ ઘણી ખામીઓથી ભરેલી છે. સાયબર સિક્યુરિટી માટેની નોડલ એજન્સીએ તેને ઉચ્ચ તીવ્રતાનું રેટિંગ આપ્યું છે. એપલેવ્ડ કમ્પોનન્ટમાં બફર ઓવરફ્લો, એપલ મોબિલિટી ફાઇલ ઇન્ટિગ્રિટી કમ્પોનન્ટમાં ઓથેન્ટિકેશનની સમસ્યા, ઓડિયો, આઇસીયુ અને વેબકિટ કમ્પોનન્ટ્‌સમાં આઉટ ઓફ બાઉન્ડ રાઇટને કારણે ગંભીર ખતરો છે. સીઇઆરટી-ઇનના જણાવ્યા અનુસાર દૂર બેઠેલા સાયબર હુમલાખોર ટાર્ગેટેડ એપલ વોચને ખાસ રિકવેસ્ટ મોકલશે અને આ રીતે તેઓ એપલ વોચની ખામીઓનો લાભ ઉઠાવીને તેમનું મનનું ધાર્યું કરાવી શકશે. ખુદ એપલે પણ આ વાતનો સ્વીકાર કર્યો છે, અને તેને તેના સપોર્ટ પેજ પર એપલએવીડી ઇફેક્ટ હેઠળ પ્રકાશિત કર્યો છે.
તમારી જાતને આ રીતે બચાવો
ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે આ ખતરાથી બચવાનો ઉપાય પણ જણાવ્યો છે જે અનુસાર યૂઝર્સે જૂના વર્ઝનને બદલે લેટેસ્ટ વર્ઝન એટલે કે વૉચઓએસ ૮.૭ અપડેટ કરી દેવું જાેઈએ. એપલ વોચમાં જાેવા મળતી ખામીઓનો ફાયદો ઉઠાવવા માટે કોઇ પણ સાઇબર હુમલાખોર એપલની સિક્યોરિટી સિસ્ટમને પણ તોડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com